વિશ્વમાં ભારતી ઓળખાણ એક કૃષિ પ્રધાન દેશ તરીકે થાય છે. કેમ કે ભારતની લગભગ 70 ટકા વસ્તી ગામડામાં વસે છે. જો કે ખેતીથી સંબધિત કાર્યો સાથે સંકળાયેલી છે. ભારતમાં દરેક પ્રકારના પાક ઉગાડવામાં આવે છે કોઈ મોટા પાચે તો કોઈનું થોડું ઉત્પાદન થાય છે, પરંતુ થાય છે ખરુ. તેના કારણે જ ભારત કોકના કોક પાકના ઉત્પાદાનમાં વિશ્વમાં ટોચ 10ની યાદીમાં આવે છે. આવી જ રીતે ભારતના દરેક રાજ્ય પોત-પોતાના જુદા-જુદા પાકોનું ઉત્પાદન કરવામાં આગળ છે. જો કે લોકોની માંગણીના આધારે કે પછી ટેસ્ટના આધારે નક્કી થાય છે. એજ સંદર્ભમાં હવે આપણા ગુજરાતના બટાકાં દેશના સાથે-સાથે વિશ્વમાં પણ નવી ઓળખાણ મેળવી છે. વાત જાણો એમ છે કે ગુજરાતના બટાકાંની માંગ બીજા રાજ્યો કરતાં વઘુ થઈ ગઈ છે.
વિશ્વમાં ગુજરાતના બટાકાંની માંગમાં વધારો
એમ તો વિશ્વના ઘણા દેશોમાં ભારતના બટાકાંની મોટા ભાગે માંગણી છે, જેથી તેઓ શ્રીલંકા, ઈન્ડોનેશિયા, મલેશિયા, મોરેશિયસ, ઓમાન જેવા દેશોમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે એંમાં પણ ગુજરાતના બટાકાંની દેશ અને વિદેશમાં હવે સૌથી વધું માંગણી છે. જણાવી દઈએ કે દેશમાં ગુજરાતથી વધુ બટાકાંના ઉત્પાદાન ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને પશ્ચિમ બંગાળના ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. ફક્ત 7.5 ટકા બટાકાંના ઉત્પાદન કરનાર ગુજરાત પોતાના બટાકાની આગવી ઓળખ યૂપીમાં થનાર 29.65 ટકા બટાકાથી વધુ બનાવી લીધી છે.
બટાકાંની માંગણીમાં ગુજરાત મોખરે કેમ?
વાત જાણો એમ છે કે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ મોટા પાચે વળ્યા છે. જેના કારણે ભલે રાજ્યમાં બટાકાંના વાવેતર ફક્ત 7.05 ટકા થતુ હોય.પરંતુ તેના મોટા ભાગના વાવેતર ઓર્ગેનિકે રીતે થાય છે. જેના કારણે તેની માંગ અને તેના નિકાસમાં ગુજરાત બીજા રાજ્યો કરતાં હવે મોખરે છે. બીજી બાજુ યૂપી જ્યાં 29 ટકાથી વધું બટાકાંના વાવેતર થાય છે, ત્યાં ખેડૂતોએ મોટા ભાગે ઓર્ગેનિક ખેતીની જગ્યા રાસાયણિક ખેતી થકી બટાકાનું ઉત્પાદન કરે છે.
ગુજરાતના બટાકાંનું થાય છે સૌથી વધુ નિકાસ
ભારત દ્વારા નિકાસ કરવામાં આવતા બટાકાના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, સ્થાનિક બટાકાની નિકાસમાં 4.6 ગણો વધારો થયો છે. ભારત વિશ્વમાં બટાકાની નિકાસ માટેનું મુખ્ય કેન્દ્ર છે. બટાકા નિકાસના આંકડા અનુસાર, ભારતે 2022માં વિશ્વમાં 360 કરોડ રૂપિયાના બટાટા વિદેશમાં મોકલ્યા હતા. ભારત વિશ્વભરના 30થી વધુ દેશોમાં બટાકાની નિકાસ કરે છે, જે તેને વિશ્વનો બીજો સૌથી મોટો બટાટા નિકાસકાર બનાવે છે.
આ પણ વાંચો: આ છે મૂળાની એવી સુધરાયેલી જાતો, જેના વાવેતર કરવાથી મળશે અઢળક ઉત્પાદન
બટાકાના ઉત્પાદનમાં ગુજરાત ભલે ચોથા નંબરે હોય, પરંતુ બટાકાની નિકાસમાં ગુજરાત મોખરે છે. દેશમાંથી નિકાસ થતા બટાકામાં 25 ટકા બટાકા તો ફક્ત ગુજરાત જ નિકાસ કરે છે. બટાકાની નિકાસ વર્ષોથી ગુજરાત માટે ગૌરવની વાત રહી છે.
Share your comments