Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાત બજેટ 2022 : બજેટમાં મહિલાઓ માટે કરવામાં આવી મહત્વપૂર્ણ જાહેરાત, અપાશે મફત અનાજ

ગુજરાતનું વર્ષ 2022-23ના વર્ષનું બજેટ રજૂ થઈ ગયુ છે, જેમાં વિવિધ ક્ષેત્રે અગત્યની જાહેરાતો કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. અને મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ પણ અમલમાં મુકી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Gujarat Budget 2022
Gujarat Budget 2022

ગુજરાતનું વર્ષ 2022-23ના વર્ષનું બજેટ રજૂ થઈ ગયુ છે, જેમાં વિવિધ ક્ષેત્રે અગત્યની જાહેરાતો કરવામાં આવી છે. મહિલા અને  બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. અને મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ પણ અમલમાં મુકી છે.

સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વાસ્થ્ય બાળ યોજના હેઠળ કુટુંબને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા, અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવા માટે આગામી વર્ષ માટે રૂપિયા 811 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડી કાર્યક્રમમાં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે રૂપિયા 1153 કરોડની જોગવાઈ કરાઈ છે.

આ ઉપરાંત 3થી 6 વર્ષના બાળકોને ઘરે ઘરે સુખડીનું વિતરણ કરવા તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા રૂપિયા 1059 કરોડની જોગવાઈ ઉપરાંત ગંગા સ્વરૂપ બહેનોને મદદરૂપ થવા સરકારે આર્થિક સહાય આપવા માટેનાં ધોરણો નક્કી કર્યા છે. આ યોજના અંતર્ગત સહાય આપવા રૂપિયા 917 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


આદિજાતિ વિસ્તારના 10 તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે. આ યોજનાનો વ્યાપ વધારી આદિજાતિ વસ્તીનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકામાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યકિત થતા ખર્ચમાં 50 ટકા જેટલો વધારો કરીને રૂપિયા 118 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતનું વર્ષ 2022-23 ના વર્ષનું બજેટ રજૂ

ગુજરાતનું વર્ષ 2022-23ના બજેટમાં કુલ રૂપિયા 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. બાળકો સ્વસ્થ સમાજનો પાયો ગણાય છે, તેથી બાળકો તથા માતાના સ્વાસ્થયમાં વધારો થાય તે માટે ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો : તુરીયાની આધુનિક ખેતી કરવા માટેની સંપૂર્ણ માહિતી

આંગણવાડીને સ્પર્શતી યોજનાઓ અમલમાં

મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા તેમના જીવનચક્રના બધા જ તબક્કાઓ પર ભાર મૂકી સંતુલિત, શારીરિક અને માનસિક વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ આ વિભાગની જોગવાઈમાં 42 ટકા જેટલો ધરખમ વધારો કરાયો છે. જેમાં સૌથી મોટી જાહેરાત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની છે.

1000 દિવસ મફતમાં અનાજ-તેલ અપાશે

ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે આગામી વર્ષની 811 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. 

આ પણ વાંચો : 31 માર્ચ પહેલાં કરી લો આ કામ નહિતર થઈ શકે છે નુકસાન

અન્ય

આંગણવાડી કાર્યક્રમમાં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે 1153 કરોડ રૂપિયાની જોગવાઈ

3 થી 6 વર્ષનાં બાળકોને ઘરે ઘરે સુખડીનું વિતરણ કરવા તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા 1059 કરોડ રૂપિયાની જોગવાઈ

ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા સરકારે આર્થિક સહાય આપવા માટેનાં ધોરણો ઉદાર કર્યા છે. જેથી ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ બહેનોની સંખ્યા 1.5 લાખથી વધી આજે 11 લાખ સુધી પહોંચી છે. આ યોજના અંતર્ગત સહાય આપવા 917 કરોડ રૂપિયાની જોગવાઈ

11 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂરક પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ આપતી પૂર્ણા યોજના માટે 365 કરોડ રૂપિયાની જોગવાઈ   

વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1 લાખ જેટલી દીકરીઓને જીવનના વિવિધ તબક્કે 1 લાખ સુધીની નાણાંકીય સહાય આપવા માટે LICને પ્રીમિયમ આપવા માટે 80 કરોડ રૂપિયાની જોગવાઈ

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નંદઘર બાંધકામ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે 31 કરોડ રૂપિયાની જોગવાઈ

નારીગૃહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ત્યાં રહેતી બહેનોને રોજગારલક્ષી સગવડો પૂરી પાડવા આ ગૃહોને સી.સી.ટી.વી. તથા ઈન્ટરનેટથી જોડવા માટે 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Stand-up India Scheme : મહિલાઓને મળશે 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની લોન

આ પણ વાંચો : PMJJBY : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લેવો છે સરળ, આજે જ મેળવો લાભ

 

Share your comments

Subscribe Magazine

More on News

More