Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

નારિયેળના ખેડૂતો માટે મોટી ખબર, સરકારના આ ફૈસલા થી થશે લાભ

દેશમાં નારિયેરની ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમની ઉપજને યોગ્ય ભાવ મળે તે માટે તાજેતરમાં કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વભરમાં નાળિયેરનો ધંધો વધારવા અને નાળિયેર મંડળમાં સીઇઓની નિમણૂક પર ભાર મૂકતાં નાળિયેર અધિનિયમમાં સુધારો કરવામાં આવશે.

દેશમાં નારિયેરની ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમની ઉપજને યોગ્ય ભાવ મળે તે માટે તાજેતરમાં કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વભરમાં નાળિયેરનો ધંધો વધારવા અને નાળિયેર મંડળમાં સીઇઓની નિમણૂક પર ભાર મૂકતાં નાળિયેર અધિનિયમમાં સુધારો કરવામાં આવશે.

દેશમાં નારિયેરની ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમની ઉપજને યોગ્ય ભાવ મળે તે માટે તાજેતરમાં કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વભરમાં નાળિયેરનો ધંધો વધારવા અને નાળિયેર મંડળમાં સીઇઓની નિમણૂક પર ભાર મૂકતાં નાળિયેર અધિનિયમમાં સુધારો કરવામાં આવશે.

નારિયેળ મંડળના કાયદામાં સુધારણા

આ મામલે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે માહિતી આપતા જણાવ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશમાં એક મોટો વિસ્તાર છે, જ્યાં નાળિયેરની ખેતી થાય છે, નાળિયેરની ખેતીમાં ઉત્પાદન વધારી શકાય છે, તેમના ખેડુતોને સુવિધાઓ આપી શકાય છે, તેમની ઉત્પાદકતા વધે તે માટે નાળિયેર બોર્ડનું કાર્ય વર્ષ 1981માં સ્થાપના અસ્તિત્વમાં આવી હતી. ત્યારે હાલ આ નાળિયેર મંડળના કાયદામાં અમે સુધારણા કરવા જઈ રહ્યા છીએ. જેનાથી ખેડૂતોને અનેક ગણો ફાયદો થશે.

તેમણે વધુમાં કહ્યું કે જે બોર્ડના અધ્યક્ષ હશે તે બિન સરકારી વ્યક્તિ હશે, તે જ પ્રદેશનો હશે, અને ખેડૂતની પૃષ્ઠભૂમિનો હશે, જે ક્ષેત્રની પ્રવૃત્તિઓને બરાબર સમજી શકે અને કાર્યકારી શક્તિ માટે સીઇઓ રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સભ્યોની સંખ્યામાં વધારો

બોર્ડમાં બે પ્રકારના સભ્યો હોય છે, એક કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા કેટલાક રાજ્યો છે, જે તેમાં પ્રતિનિધિ તરીકે રહે છે અને બીજી કેટેગરી એવી છે કે જેમાં બાકીના રાજ્યો તેમાં પરિભ્રમણ દ્વારા ઉમેરવામાં આવે છે અને તેમની મુદત પૂરી થાય છે. આ વખતે અમે એ પણ નક્કી કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ચાર સભ્યોની સંખ્યા વધારીને છ કરવામાં આવી છે અને આંધ્રપ્રદેશ અને ગુજરાત પણ તેના સભ્યો હશે.

દેશમાં વર્ષે 20,439 લાખ નારિયેળના ફળોનું થાય છે ઉત્પાદન

નાળિયેર વિકાસ બોર્ડના જણાવ્યા અનુસાર દેશમાં નાળિયેરની ખેતી લગભગ 1,9,75000 હેકટર વિસ્તારમાં થાય છે, જ્યારે સમગ્ર દેશમાં નાળિયેરના 20,439 લાખ ફળોનું ઉત્પાદન થાય છે.વધુમાં નરેન્દ્ર તોમારે કહ્યું કે ત્રીજુ આ ક્ષેત્રનો પરિવર્તન છે કે આજ સુધી નાળિયેરની ખેતીમાં વિકાસ થયો છે, આ વિસ્તારમાં કામ કરી શક્યું હોત, તેનું આયોજન કરી શક્યું હોત, પણ હવે આ દ્રષ્ટિકોણથી નાળિયેરની ખેતી અને નાળિયેર ખેડૂતને વધુ લાભ મળવો જોઈએ, જો ભારતની બહારથી પણ પ્રવૃત્તિની આવશ્યકતા હોય તો બોર્ડ તેની વિચારણા કરી આગળ વધી શકે છે.

કેન્દ્ર સરકાર રાજ્યોના સહયોગથી પ્રાઈસ સપોર્ટ સ્કીમ (પીએસએમ) હેઠળ કોપરા ખરીદે છે.ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની 6 જૂન સુધીની જાણકારી અનુસાર પાક સીઝન વર્ષ 2020-21 દરમિયાન કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાંથી 5,089 મેટ્રિક ટન કોપરાની ખરીદી કરવામાં આવી છે. આ માટે 3,961 ખેડુતોને લાભ થતાં લઘુતમ ટેકાના ભાવે 52 કરોડ 40 લાખ ચૂકવવામાં આવ્યા છે.

કેવી રીતે નાળિયેર બોર્ડ કામ કરે છે?

નાળિયેર વિકાસ બોર્ડએ કૃષિ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત દેશમાં નાળિયેરના ઉત્પાદન અને વપરાશના સંકલિત વિકાસ માટે વધેલી ઉત્પાદકતા અને ઉત્પાદનના વૈવિધ્યતા પર ભાર મૂકતાં એક વૈધાનિક સંસ્થા છે. બોર્ડની સ્થાપના 12 જાન્યુઆરી વર્ષ 1981ના રોજ કરવામાં આવી હતી અને ભારત સરકારના કૃષિ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ તે કાર્યરત છે. તેનું મુખ્ય મથક કેરળના કોચીમાં છે અને  કર્ણાટકના બેંગ્લોર, તામિલનાડુમાં ચેન્નાઇ અને આસામમાં ગુવાહાટી ખાતે તેના પ્રાદેશિક કાર્યાલયો છે. બોર્ડના છ રાજ્ય કેન્દ્રો ઓરિસ્સાના ભુવનેશ્વર, પશ્ચિમ બંગાળના કોલકાતા, બિહારના પટણા, મહારાષ્ટ્રના થાણે, આંધ્રપ્રદેશમાં હૈદરાબાદ અને કેન્દ્ર શાસિત અંદમાન અને નિકોબાર આઇલેન્ડ ટાપુમાં પોર્ટ બ્લેરમાં સ્થિત છે.

બોર્ડના દેશમાં  જુદા જુદા ભાગોમાં 9 નિદર્શન કમ બીજ ઉત્પાદન ફાર્મ છે અને હવે 7 ખેતરો જાળવવામાં આવે છે.  દિલ્હીમાં માર્કેટ ડેવલપમેન્ટ કમ ઇન્ફર્મેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.બોર્ડે કેરળના અલુવા નજીક વશકુલમ ખાતે ટેકનોલોજી વિકાસ કેન્દ્રની પણ સ્થાપના કરી છે.

તમને જણાવી દઈએ કે વિશ્વમાં નાળિયેરના ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે. એક અહેવાલ મુજબ દેશમાં વાર્ષિક નાળિયેરની ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 11505 નાળિયેર છે.દેશના જીડીપીમાં નાળિયેરનું યોગદાન આશરે 20,000 કરોડ રૂપિયા છે.દેશના એક કરોડથી વધુ લોકો આજીવિકા માટે આ પાક પર નિર્ભર છે.

Share your comments

Subscribe Magazine

More on News

More