Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખુશખબર : કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના નિયમમાં કર્યો ફેરફાર

જો તમે પણ તમારું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કે રિન્યુ કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અને આ નવો નિયમ નીચે જણાવેલી તારીખથી લાગુ થશે.

Himanee Chauhan
Himanee Chauhan
The Changed The Rules For Making Driving Licenses
The Changed The Rules For Making Driving Licenses

જો તમે પણ તમારું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કે રિન્યુ કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અને આ નવો નિયમ નીચે જણાવેલી તારીખથી લાગુ થશે.

સામાન્ય માણસને નવા નિયમોનો લાભ મળવાની ખાતરી છે. આ નિયમોના અમલીકરણ પછી, તમારે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે પ્રાદેશિક પરિવહન કાર્યાલયના ધક્કા ખાવા પડશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ડ્રાઈવિંગ લાયસન્સના નવા નિયમો પહેલા કરતા ઘણા સરળ છે.

નવા નિયમો 1 જુલાઈ 2022થી લાગુ થશે

ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટેના સુધારેલા નિયમ મુજબ હવે તમારે RTO જઈને કોઈપણ પ્રકારનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા નવા નિયમો 1 જુલાઈ, 2022થી લાગુ કરવામાં આવશે. નવા નિયમો લાગુ થયા બાદ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે વેઈટિંગ લિસ્ટની રાહ જોઈ રહેલા કરોડો લોકોને રાહત મળશે.

પ્રમાણપત્રના આધારે ડ્રાઈવિંગ લાયસન્સ બનશે

ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે હવે તમારે RTOમાં ટેસ્ટ આપવા માટે રાહ જોવી નહીં પડે. તમે કોઈપણ માન્ય ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં DL માટે નોંધણી કરાવી શકો છો. અહીંથી ટ્રેનિંગ લીધા બાદ તમારે ત્યાંથી જ ટેસ્ટ પાસ કરવી પડશે. પરીક્ષા પાસ કરનારને શાળા પ્રમાણપત્ર આપશે. આ પ્રમાણપત્રના આધારે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : પશુ ખાણદાન સહાય યોજના 2022 : તમારા પશુ માટે મેળવો 250 કિલો ખાણ મફ્ત

થિયરી અને પ્રેક્ટિકલ બંને જરૂરી રહેશે

ડ્રાઈવિંગ લાયસન્સ DL માટે શિક્ષણ અભ્યાસક્રમ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તે થિયરી અને પ્રેક્ટિકલ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. લાઇટ મોટર વ્હીકલ (LMV) માટેના કોર્સનો સમયગાળો ચાર અઠવાડિયાનો છે, જે 29 કલાક ચાલશે. પ્રેક્ટિકલ માટે તમારે રોડ, હાઈવે, શહેરના રસ્તા, ગામડાના રસ્તા, રિવર્સિંગ અને પાર્કિંગ વગેરે પર પ્રેક્ટિકલ માટે 21 કલાક આપવાના રહેશે. બાકીના 8 કલાક તમને થિયરી શીખવવામાં આવશે.

તાલીમ કેન્દ્ર માટે માર્ગદર્શિકા

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા તાલીમ કેન્દ્રો માટે કેટલીક માર્ગદર્શિકા અને શરતો પણ નક્કી કરવામાં આવી છે. તમારા માટે આ માર્ગદર્શિકાઓથી જાણકાર રહેવું પણ મહત્વપૂર્ણ છે.

1. ટુ વ્હીલર, થ્રી વ્હીલર્સ અને હળવા મોટર વાહનો માટે તાલીમ કેન્દ્રો માટે ઓછામાં ઓછી એક એકર જમીન. ભારે પેસેન્જર,સામાન વાહનો કે ટ્રેલર માટે તાલીમ કેન્દ્ર પાસે બે એકર જમીન હોવી જરૂરી છે.
2. ટ્રેનર માટે ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે. તેમજ તેની પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો ડ્રાઈવિંગ અનુભવ હોવો જોઈએ.
3. ડ્રાઇવિંગ સેન્ટર્સનો અભ્યાસક્રમ 2 ભાગો, થિયરી અને પ્રેક્ટિકલમાં વહેંચાયેલો છે.
4. તાલીમ કેન્દ્રમાં બાયોમેટ્રિક સિસ્ટમ હોવી જરૂરી છે.
5. મધ્યમ અને ભારે વાહન મોટર વાહનો માટે અભ્યાસક્રમનો સમયગાળો 6 અઠવાડિયામાં 38 કલાકનો છે. જેમાં 8 કલાક થિયરી ક્લાસ અને બાકીના 31 કલાક પ્રેક્ટિકલ રહેશે.

આ પણ વાંચો : 1.8 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય : ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનંં પરિણામ જાહેર

Share your comments

Subscribe Magazine

More on News

More