Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કઠોળના ખેડૂતો માટે ગુડ ન્યૂઝ, ચાલુ વર્ષે માટે 5 મિલિયન ટન કઠોળની ખરીદીને મળી મંજૂરી

છેલ્લા વર્ષે કઠોળના ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે તેમના પાક વેચવું પડ્યો હતો, જેથી ખેડૂતોમાં મોટા પાયે આક્રોશ જોવા મળ્યો છે. આથી કરીને આ વર્ષે કૃષિ મંત્રાયની મદદથી યોજના શરૂ કરવામાં આવી છે. આમાં સૌથી મહત્વપૂર્ણ યોજના ભાવ સહાય યોજના (PSS) છે, જો કે ખેડૂતોને તેમના પાકને વાજબી ભાવમાં વેચવામાં મદદ કરશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સોર્સ ઑફ ફોટો-પીક્સલ
સોર્સ ઑફ ફોટો-પીક્સલ

છેલ્લા વર્ષે કઠોળના ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે તેમના પાક વેચવું પડ્યો હતો, જેથી ખેડૂતોમાં મોટા પાયે આક્રોશ જોવા મળ્યો છે. આથી કરીને આ વર્ષે કૃષિ મંત્રાયની મદદથી યોજના શરૂ કરવામાં આવી છે. આમાં સૌથી મહત્વપૂર્ણ યોજના ભાવ સહાય યોજના (PSS) છે, જો કે ખેડૂતોને તેમના પાકને વાજબી ભાવમાં વેચવામાં મદદ કરશે. જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષથી બજારમાં કઠોળ અને તેલીબિયાંના ભાવ એમએસપી કરતા નીચે થતા જાય છે,જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આથી પીએસએસ યોજના હેઠળ સરકાર 6 મિલિયન ટન તેલીબિયાં અને 5 મિલિયન ટન કઠોળની ખરીદીને મંજૂરી આપી છે.

MSP પર પાકની ખરીદી

કૃષિ મંત્રાલયે 2024-25 સીઝન માટે ઘણા મુખ્ય રાજ્યોમાં MSP પર પાક ખરીદીને પ્રોત્સાહન આપ્યું છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને તમિલનાડુ જેવા મુખ્ય રાજ્યોમાંથી 4.5 મિલિયન ટન કઠોળની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. આમાં તુવેર, ચણા, અડદ, મસૂર અને મગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સરસવ અને મગફળી પણ PSS હેઠળ MSP પર ખરીદવામાં આવશે, જે ખેડૂતો માટે એક સારી તક છે.તેના સાથે જ સરકાર PSS હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદી મર્યાદા દૂર કરી છે. આનાથી ખેડૂતોને તેમના પાકને વધુ માત્રામાં વેચવાની અને સ્થાનિક ઉત્પાદન વધારવાની તક મળશે. આ ઉપરાંત, તે આયાત પરની નિર્ભરતા પણ ઘટાડશે, જે ભારતીય કૃષિ ક્ષેત્ર માટે એક મોટી સફળતા હશે.

આ પણ વાંચો:જમીનમાં નાઇટ્રોજનનો પ્રમાણ વધારવું છે તો કરો મગની આ જાતનો વાવેતર, ત્યાંથી મેળવો બિયારણ

કૃષિ મંત્રાલયની વ્યૂહરચનાઓ

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પહેલાથી જ કહ્યું હતું કે સરકાર તેલીબિયાં અને કઠોળની ખરીદી MSP પર ચાલુ રાખશે જેથી ખેડૂતોને નફાકારક ભાવ મળી શકે. આ યોજના હેઠળ, સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી મોટા પ્રમાણમાં તેલીબિયાં અને કઠોળ MSP પર ખરીદશે, જેનાથી તેમને સારી આર્થિક સ્થિતિ મળશે.

૨૦૨૪-૨૫ ખરીફ સિઝનની તૈયારી

૨૦૨૪-૨૫ની ખરીફ સિઝન દરમિયાન, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને ખેડૂતો પાસેથી સોયાબીન અને મગફળીની ખરીદી કરી છે. પાછલા વર્ષોની સરખામણીમાં આ એક મોટો વધારો છે અને તેનાથી 1.3 મિલિયન ખેડૂતોને ફાયદો થશે. 

Related Topics

MSP Pulse agriculture farmers PSS

Share your comments

Subscribe Magazine

More on News

More