Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો માટે ખુશખબર : મત્સ્યોદ્યોગ અને ડેરી પર સરકારનું વિશેષ ધ્યાન

સરકાર તરફથી માછીમારી અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે. જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી શકે. સરકાર હવે ખેતીને ખેતી પુરતી સીમિત રાખવા માંગતી નથી.

Himanee Chauhan
Himanee Chauhan
Government's Special Attention On Fisheries And Dairy Farmers
Government's Special Attention On Fisheries And Dairy Farmers

સરકાર તરફથી માછીમારી અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે.  જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી શકે. સરકાર હવે ખેતીને ખેતી પુરતી સીમિત રાખવા માંગતી નથી.

બજેટ ફાળવણીમાં 44 ટકાનો વધારો

મત્સ્યોદ્યોગ અને ડેરી ક્ષેત્રની પ્રગતિ માટે વધારાનું ભંડોળ પણ આપવામાં આવી રહ્યું છે. આ વર્ષના બજેટમાં પણ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયની બજેટ ફાળવણીમાં 44 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકાર આ ક્ષેત્ર માટે ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માંગે છે. ઉલ્લેખનીય છે કે આધુનિક ડેરી ફાર્મથી લઈ મોબાઈલ વેટરનરી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની યોજના છે.

80 કરોડ ખેડૂતોને ફાયદો

તમને જણાવી દઈએ કે દેશમાં 80 કરોડ ખેડૂત પશુપાલન સાથે જોડાયેલા છે, અને જો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો તેમને સીધો ફાયદો મળશે. દૂધ ઉત્પાદન વધારવા માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન અને રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ બજેટમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ દેશી ગાયોની સંખ્યા, ઉત્પાદકતા અને દૂધ ઉત્પાદન વધારવાનો છે.

 

આ પણ વાંચો : National Live Stock Mission : બકરી પાલન માટે સરકાર આપે છે સબસિડી

પશુધનના આરોગ્ય અંગે પણ વ્યવસ્થા

ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે. તેમાં પશુધનના આરોગ્ય અંગેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ જ કારણ છે કે લાઈવસ્ટોક હેલ્થ એન્ડ ડિઝીઝનું બજેટ 60 ટકા વધારવામાં આવ્યું છે, જે અંતર્ગત પશુધનને બચાવવા, મફત રસીકરણની વ્યવસ્થા કરવા અને ટેક્નોલોજીના માધ્યમથી પશુઓમાં થતા રોગોને પહેલાથી ઓળખવાની ક્ષમતા વિકસાવવા સરકાર પ્રયાસો હાથ ધરશે.

 

આ પણ વાંચો : મત્સ્ય ઉદ્યોગમાં ભારતના યુવાનો મેળવી રહ્યાં છે સફળતા

રોજગારીની નવી તકો ઉદ્ભવશે

દેશની મોટા પ્રમાણની વસ્તી પશુપાલન અને માછીમારી સાથે સંકળાયેલી છે, અને જો તેમાં વિકાસ થશે તો ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે અને રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે. સરકારનો પ્રયાસ આ ક્ષેત્રોને વધુ નફાકારક બનાવવાનો છે જેથી યુવાનો પણ તેમાં જોડાઈ શકે અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લાભ લઈ શકશે.

આ પણ વાંચો : પશુઓમાં સંતુલિત આહાર અને તેની જરૂરિયાત શું છે તે જાણો

આ પણ વાંચો : પશુધન માટે બજેટમાં 40 ટકાથી વધુનો વધારો જાહેર કરાયો છે : પુરુષોત્તમ રૂપાલા

Share your comments

Subscribe Magazine

More on News

More