Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો આનંદો : ગુજરાતમાં ચોમાસાની થશે જલ્દી જ એન્ટ્રી, ખેડૂતોએ 18 મે સુધી રાખવુ પડશે આ ધ્યાન

આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત માર્ચ મહિનાથી જ શરૂ થઈ ગઈ હતી, અને મે મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. તો હવે સામાન્ય જનતા તેમજ ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. તો ગુજરાતના ખેડૂતોને વાતાવરણને લઈને 18 મે સુધી આ બાબતોનું ધ્યાન રાખવુ પડશે.

Himanee Chauhan
Himanee Chauhan
Good News For Farmers
Good News For Farmers

આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત માર્ચ મહિનાથી જ શરૂ થઈ ગઈ હતી, અને મે મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. તો હવે સામાન્ય જનતા તેમજ ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. તો ગુજરાતના ખેડૂતોને વાતાવરણને લઈને 18 મે સુધી આ બાબતોનું ધ્યાન રાખવુ પડશે.

કાળઝાળ ગરમીથી બહુ જલદી રાહત મળે તેવા સમાચાર છે. કેરળમાં દક્ષિણ પશ્ચિમનું ચોમાસું 5 દિવસ વહેલું બેસે તેવી શક્યતા છે. 27 મી મે સુધીમાં કેરળના દરિયાકાંઠે દસ્તક આપે તેવી આગાહી છે. જેના પગલે ગુજરાતમાં પણ ચોમાસાનું 5 દિવસ વહેલું આગમન થઈ શકે છે. આથી ગરમીના તાપમાં શેકાતા લોકોને મોટી રાહત મળી શકે છે. 

ખેડૂતોએ આ બાબતોનું રાખવુ પડશે ધ્યાન

સરકારે ખેડૂતો માટે મહત્વની એડવાઈઝરી બહાર પાડી છે, અને 18 મે સુધી ગુજરાતના ખેડૂતોને આ બાબતોનુમ ધ્યાન રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ એડવાઈઝરી મુજબ જો પવનની ઝડપ 15 કિમી પ્રતિ કલાકથી વધુ હોય તો આ બાબતોનું ધ્યાન રાખવા માટે જણાવવામાં આવ્યુ છે.

  • જંતુનાશક દવાનો છંટકાવ ટાળો.
  • આંતરખેતી, નિંદણ, રાસાયણિક છંટકાવ અને વાવેલા પાકમાં ખાતર નાખવા તેમજ હવામાનની સ્થિતિ અનુસાર સિંચાઈ કરવી.
  • જમીનની ભેજ બચાવવા અને નીંદણ નિયંત્રણ માટે પાકના અવશેષો, સ્ટ્રો, પ્લાસ્ટિકના લીલા ઘાસનો ઉપયોગ કરો.

તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા મેઘદૂત એપ ચલાવવામાં આવે છે, જેમાં તમને તમારા વિસ્તારના હવામાન વિશે રોજે-રોજ માહિતી આપવામાં આવે છે.

10થી 15 જૂન વચ્ચે ચોમાસુ આપશે દસ્તક

ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે ચોમાસાનુ આગમન થઈ શકે છે. અને 15થી 20 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ભારત માટે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ લાઈફલાઈન સમાન ગણાય છે. કેરળમાં સામાન્ય રીતે ચોમાસું બેસવાની તારીખ 1 જૂન છે તો આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે અને 27 તારીખ સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. નિર્ધારિત સમય કરતા ચોમાસું 5 દિવસ વહેલું બેસી ગયું છે. જો કે હાલ તો આશા વ્યક્ત  કરાઈ છે કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું દસ્તક આપી શકે છે. 

આ પણ વાંચો : ભારતે ઘઉંની નિકાસ બંધ કરી, વિશ્વભરના દેશોમાં સર્જાઈ ભારે ચિંતા

કચ્છને વરસાદની જોવી પડશે વાટ

આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તિવ્રતા ઘટવાનું પણ શરૂ થઈ જશે. કેરળમાં 27 મેથી એક જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગામન થાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જુન વચ્ચે અને 15થી 20 જુનની વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે.

આ રાજ્યોમાં વરસાદની વકી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યના ચોમાસાએ સોમવારે ભારતમાં આગમન કરી લીધુ છે. જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે અંદમાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી ચાર પાંચ દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય, આસામ, અરૂણાચલ પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે આ બેન્કો કરશે ઝડપી મદદ

Share your comments

Subscribe Magazine

More on News

More