સરકારી ખાતામાંથી બોલે છે એવું કહીને ખેડૂતો સાથે છેતરપીંડી કરતી ગેંગ હાલ સક્રિય થઇ છે. જેમાં સરકારી ખાતામાંથી બોલતા હોવાની ઓળખાણ આપીને જગતના તાતને ભોળવી પૈસા પડાવતી ગેંગની ફરિયાદો નોંધાઈ છે.
ખેતીવાડી શાખા જૂનાગઢને આવી અનેક ફરિયાદો મળી છે જેને પગલે તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે હાલ કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર કોઈ યોજના ચાલુ નથી. જેથી કોઈ પણ ખેડૂત મિત્ર આ યોજનાના નામે છેતરાય નહી.
જૂનાગઢ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા જૂનાગઢ યાદીમાં જણાવ્યા મુજબ તમામ ખેડુતોને જાણ કરવામાં આવી છે કે હાલ સરકાર દ્વારા આઈ-ખેડુત પોર્ટલ ચાલુ નથી. ક્ષેત્રીય કક્ષાએથી ખેડૂતોને કૃષિ લક્ષી જુદી જુદી સાધન સામગ્રી બાબતે ખેતીવાડી વિભાગ, ગાંધીનગરના નામે ઓળખ આપી સહાય આપવા બાબતે છેતરપીંડી કરતા હોવાની રજૂઆત મળેલ છે.
આ પણ વાંચો: આ છે વિશ્વના સહુથી મોંઘા ફળો, કિંમત જાણી, આખો ફાટી જશે !!
હકીકતમાં કૃષિ વિભાગ દ્વારા હાલ પોર્ટલ પર કોઈ યોજના કાર્યરત નથી. જેથી ટ્રેક્ટર, સ્પેપંપ, તાડપત્રી, રોટાવેટર વિગેરે જેવા કોઈપણ ઘટકોના નામે કોઈપણ ખેડુતોને ફોન આવે અને લોભામણી સ્કિમ આપવામા આવે તો એમા ખોટો વિશ્વાસ કરવો નહીં કે આમા ફસાવું નહીં.
જો કોઈ પણ ખેડુતોને આ બાબતે ફોન અથવા અન્ય માધ્યમથી ભ્રમિત કરવામા આવે તો અમારા ક્ષેત્રીય સ્ટાફ ગ્રામ સેવકો, વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી, મદદનિશ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૫- ૨૬૩૩૦૪૬ પર સીધો જ સંપર્ક કરવો. તેમ જણાવ્યું છે.
Share your comments