Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

જગતના તાત માટે આઈ ખેડૂત Mobile App થઈ લોન્ચ, ગુજરાતના ખેડૂતોને થશે આ ફાયદો

જગતના તાત માટે સરકાર અનેક યોજનાઓ ચલાવતી હોય છે, ત્યારે આઈ- મોબાઈલ એપ i-Khedut mobile App ખેડૂતો માટે ઘણી ઉપયોગી છે. અને હવે ગુજરાત સરકારે આઈ- મોબાઈલ એપને ગુજરાતી ભાષામાં લોન્ચ કરી દીધી છે.

Himanee Chauhan
Himanee Chauhan
I-Khedut Mobile App launched in Gujarati language
I-Khedut Mobile App launched in Gujarati language

જગતના તાત માટે સરકાર અનેક યોજનાઓ ચલાવતી હોય છે, ત્યારે આઈ- મોબાઈલ એપ i-Khedut mobile App ખેડૂતો માટે ઘણી ઉપયોગી છે. અને હવે ગુજરાત સરકારે આઈ- મોબાઈલ એપને ગુજરાતી ભાષામાં લોન્ચ કરી દીધી છે.  

ખેડૂતોને ખેતી દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ઉપરાંત અનેક સવાલો તેમને મુંઝવતા હોય છે. માટે જ ગુજરાત સરકારે આઈ- ખેડૂત મોબાઈલ એપનું નિર્માણ કર્યુ છે.

ડો. ધવલ કથીરિયાએ જણાવ્યું, ગૂગલ પ્લે સ્ટોર પર I khedut એપ ઉપલબ્ધ છે. મહત્વની વાત છે કે એક જ મહિનામાં મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. આ વન ટાઈમ ડાઉનલોડ છે, દર વખતે ઈન્ટરનેટ ચાલુ રાખવું જરૂરી નથી.

ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ સ્કીમનો લાભ લેવા તેમણે ડેસ્કટોપ કે લેપટોપ પર આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવી પડતી હતી. રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂતની એન્ડ્રોઈડ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે.

એક જ મહિનામાં મોબાઇલ એપ તૈયાર

ગુજરાતીમાં એન્ડ્રોઈડ મોબાઈલ બેઝ આઈ-ખેડૂત મોબાઈલ એપ્લીકેશનને i-Khedut mobile App પણ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. આ અંગે વાત કરતાં ડો. ધવલ કથીરિયાએ જણાવ્યું, ગૂગલ પ્લે સ્ટોર પર I khedut ઉપલબ્ધ છે. એક જ મહિનામાં મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. આ વન ટાઈમ ડાઉનલોડ છે, દર વખતે ઈન્ટરનેટ શરૂ રાખવું જરૂરી નથી. આમાં બીજી 108 પ્રકારની વિવિધ એપ પણ છે.

એપની ખાસિયત

આઈ ખેડૂત મોબાઇલ એપની સૌથી મોટી ખાસિયત અંગે વાત કરતાં તેમણે જણાવ્યું, ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય તો તેનો ઓડિયો કે વીડિયો મેસેજ અથવા ફોટો પાડીને મોકલે તો જે તે વિભાગના સીધા વડાને જ તે થાય છે. ખેડૂતના પ્રશ્નનો કેટલા કલાકમાં જવાબ આપ્યો તેનું પણ મોનિટરિંગ પણ થાય છે. હાલ રોજની 20 થી 25 મુંઝવણ આવે છે.

આઈ-ખેડૂત એપ માટે નોંધણી માટે જોઈશે આ દસ્તાવેજો

આધારકાર્ડ

ચૂંટણીકાર્ડ

બેંક એકાઉન્ટની પાસબુક

મોબાઈલ નંબર

પાસપોર્ટ સાઈઝ ફોટો

પાત્રતા

નાગરિક ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ

આવેદન કરનાર ખેડૂત હોવો જોઈએ

આધાર કાર્ડ હોવુ જરૂરી છે

બેંકમાં ખાતુ અનિવાર્ય છે

આ પણ વાંચો : પીએમ આદર્શ ગ્રામ યોજના : 36000 ગામડાઓને કરાશે વિકસિત, અપાશે તમામ પ્રાથમિક સુવિધાઓ

આ પણ વાંચો : કૃષિ ઉડાન યોજના : વિદેશમાં પણ ખેડૂતો વેચી શકે છે પોતાનો પાક, આ યોજનાનો અત્યારે જ ઉઠાવો લાભ

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More