કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે એક મોટી ભેટ આપી છે, ભેટ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને અપાતુ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ Dearness Allowance હવે 31ની બદલે 34 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા ભથ્થાનો લાભ 1 જાન્યુઆરી 2022થી આપવામાં આવશે.
કેન્દ્રીય કર્મચારીઓને ભેટ
નવું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલા લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોદી સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. મહત્વની વાત છે કે મોંઘવારી ભથ્થામાં એટલે કે Dearness Allowanceમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
કેન્દ્ર સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ કેન્દ્રીય કર્મચારીઓને 01 જાન્યુઆરી 2022થી વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. સરકાર તરફથી કર્મચારીઓ અને પેન્શન ધારકોને 34 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોંઘવારી ભથ્થામાં અગાઉ 31 ટકાની જોગવાઈ કરવામાં આવી હતી. સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસરથી બચાવવા માટે તેમના પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે. 7મા પગારપંચની ભલામણને કારણે સરકારે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2022થી 34 ટકા થઈ જશે. આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 28 ટકાથી વધારીને 31 ટકા કર્યો હતો.
આ પણ વાંચો : ઈફ્કો ભરતી 2022 : IFFCOમાં તાલીમાર્થીની જગ્યાઓ માટે ભરતી શરૂ, અત્યારે જ કરો અરજી
1 કરોડથી વધુ કર્મચારીઓને મળશે ફાયદો
સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા 50 લાખથી વધુ છે. જ્યારે 65 લાખ ભૂતપૂર્વ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન મળી રહ્યું છે. આ રીતે ડીએમાં વધારો કરીને 1.15 કરોડથી વધુ લોકોને સીધો ફાયદો થવાનો છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારીથી બચવા માટે તેમની સેલરી પેન્શનમાં આ કમ્પોનન્ટ જોડવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 1.16 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. મોંઘવારી ભથ્થાનો નવો દર એક જાન્યુઆરી 2022થી અમલમાં આવશે.
આ પણ વાંચો : લીલા મરચાની આધુનિક ખેતીને લગતી સરળ પદ્ધતિ જાણો
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે ડીએ અને ડીઆરમાં 3 ટકાનો વધારો કર્યો હતો. જે 1 જુલાઈ 2021થી અમલમાં આવ્યો હતો. અગાઉ સરકારે ડીએ અને ડીઆરમાં એક સાથે 11 ટકાનો વધારો કર્યો હતો. જેના કારણે ડીએ અને ડીઆર 17 ટકાથી વધીને 28 ટકા થયું હતું. કોરોનાને કારણે કેન્દ્ર સરકારે એક જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધી ડીએમાં વધારો કર્યો ન હતો. જેના કારણે 1 જાન્યુઆરી 2020 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021નો ડીએ વધારો સ્થગિત કરી દેવાયો હતો. જે એક સાથે ગયા વર્ષે ચૂકવવામાં આવ્યો હતો. જેના પગલે ડીએમાં એક સાથે 11 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : PM Kisan : જગતના તાત માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય, સરકારે eKYC માટેની છેલ્લી તારીખ લંબાવી
આ પણ વાંચો : એવો બિઝનેસ જે તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો, મધમાખી ઉછેરથી ઓછા ખર્ચમાં કરો વધુ કમાણી
Share your comments