Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઈ-વાઉચરથી ખેડૂતોને મળશે સસ્તા ખાતર, કેંદ્ર સરકાર કરી ઘોષણા

કેંદ્ર સરકારના આ ઈ-વાઉચરના મધ્ય પ્રદેશના ખેડૂતો જોડે પહુંચાડવા માટે મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે એક પ્રસ્તાવ તૈયાર કરશે. આ પ્રસ્તાવમાં વાઉચરના અમલીકરણ માટે સહકારી અને કૃષિ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ખેડૂત
ખેડૂત

કેંદ્ર સરકારના(central government) આ ઈ-વાઉચરના(e-voucher) મધ્ય પ્રદેશના ખેડૂતો જોડે પહુંચાડવા માટે મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે એક પ્રસ્તાવ તૈયાર કરશે. આ પ્રસ્તાવમાં વાઉચરના અમલીકરણ માટે સહકારી અને કૃષિ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે.

ખેડૂતો (farmers) માટે એક ખુશખબર છે, કેંદ્ર સરકાર (central government) હવે ખાતરની ખરીદી કરવા માટે ઈ-વાઉચર (e-voucher) આપવા જઈ રહી છે. કેંદ્ર સરકાર સૌથી પહેલા આ વાઉચરનો ઉપયોગ મધ્ય પ્રદેશના ખેડૂતોને કરવા માટે આપશે. શરૂઆતમાં આ ઈ-વાઉચર ખેડૂતોને ખાતરની ખરીદી કરવા માટે આપવામાં આવશે. જે આ પ્રયોગ સફળ થશે તો દેશના બીજા રાજ્યના ખેડૂતોને પણ આ વાઉચરના ઉપયોગ કરવા માટે મંજૂરી આપશે. સાથે જ આ વાઉચરનો ઉપયોગ ખાતરના પ્રયોગ સફળ થયા પછી બીજા વસ્તુઓની ખરીદી માટે પણ આપવામાં આવશે.

મધ્યપ્રદેશ સરકાર કર્યુ ડ્રાફ્ટ તૈયાર

કેંદ્ર સરકારના આ ઈ-વાઉચરના મધ્ય પ્રદેશના ખેડૂતો જોડે પહુંચાડવા માટે મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે એક પ્રસ્તાવ તૈયાર કરશે. આ પ્રસ્તાવમાં વાઉચરના અમલીકરણ માટે સહકારી અને કૃષિ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. સરકારના એક અધિકારીના કહવું છે કે, ટૂંક સમયમાં સરકાર ખેડૂતોને સબસિડીની રકમ માટે ડિજિટલ (Digital) વાઉચર આપશે. ખેડૂતો માટે સારી વાત એમ પણ છે કે સરકાર આ વાઉચર લણણની સિઝન શરૂ થાય તેથી પહેલા ખેડૂતોને આ વાઉચર ઉપલબ્ધ કરાશે.

વાઉચરથી ખેડૂતોને લાભ  

જે ઈ-વાઉચરથી ખેડૂતોને મળવા વાળા લાભ વિષે વાત કરીએ તો જ્યારે આ વાઉચરનો ઉપયોગ ખેડૂત કરશે તો સરકારને આ ખાતરી રહેશે કે કોણ ખેડૂત છે અને કોણ ખેડૂતના નામે સરકારી લાભ લઈ રહ્યે છે. આ સાથે જ વાઉચર માટે ખેડૂતોના ખાતા પણ સરકારી સમિતિઓના દેખરેખ હેઠળ રહશે. તેથી સૌથી મોટો ફાયદા આ થશે કે ખાતરની કાળાબાજારી પર રોક લાગશે. સાથે જ આ યોજનાના અંતર્ગત થતી સબસિડી નો લાભ વાસ્વિક ખેડુતને મળશે

કેવી રીતે મળશે વાઉચર  

સરકાર આ વાઉચર ખેડૂતોના મોબાઈલ ઉપર તેમને ઉપલબ્ધ કરાવશે. જ્યારે ખેડૂત આ વાઉચર પ્રમાણે ખાતર ખરીદવા જાશે તો તેમને વાઉચર સ્કેન કર્યા પછી જ ખાતર મળશે. વાઉચર સ્કેન થતાં જ માહિતી આવશે કે ખેડૂતને કેટલું ખાતર આપી શકાય છે. કોઈ પણ લાભાર્થી આ વાઉચર અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકશે નહીં.

ખાતરની ગેરરીત પર લાગશે પ્રતિબંધ

આ વાઉચરના દ્રારા વર્ષોથી ખાતર વિતરણમાં થતી ગેરરીતિઓ રોકવા માટે સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ જાણવા મળ્યું હતું કે યુરિયાના વિતરણમાં મોટા પાયે ગેરરીતિ જોવા મળી હતી. જે બાદ તેને રોકવા માટે અનેક પ્રકારના ઉપાયોની ચર્ચા કરવામાં આવી રહી હતી. આ સંબંધમાં, સહકારી અને કૃષિ વિભાગો અલગ અલગ દરખાસ્તો પર કામ કરી રહ્યા હતા. હવે ઈ-વાઉચર યોજના દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવાનો પ્રયાસ રહેશે.

Share your comments

Subscribe Magazine

More on News

More