Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગામના કચરાથી ખેડૂતો ખેતરમાં તૈયાર કરી રહ્યા છે ખાતર, થઈ રહી છે સારી કમાણી

સામાન્ય રીતે આપણે સૌ ઘરની બિનજરૂરી વસ્તુઓને કચરો સમજીને ફેકી દઈએ છીએ, કદાંચ આપણે એ જાણતા નથી કે આ કચરાનો ઉપયોગ કરી શકાય છે. તમે કદાંચ વિચારતા હશો કે છેવટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

KJ Staff
KJ Staff

સામાન્ય રીતે આપણે સૌ ઘરની બિનજરૂરી વસ્તુઓને કચરો સમજીને ફેકી દઈએ છીએ, કદાંચ આપણે એ જાણતા નથી કે આ કચરાનો ઉપયોગ કરી શકાય છે. તમે કદાંચ વિચારતા હશો કે છેવટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

અમે આજે તેલંગાનાના એક ગામ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ,જે આજકાલ ગણું ચર્ચામાં છે. આ લોકો કચરાનો ઉપયોગ કરવાની જાણે જીવનની ટેવ પાડી દીધી છે. આ રીતે ગામનું વાતાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આ સાથે સારી એવી કમાણી પણ કરી શકાય છે. જી હા, ગામના લોકોએ કચરાને પોતાની કમાણીનું એક ઉત્તમ માધ્યમ બનાવી લીધુ છે.હકીકતમાં આ કહાની તેલંગાણાના એક ગામની છે. જ્યાં લોકો કચરાનો ઉપયોગ કરી સારી આવક મેળવી શકે છે. જો તમે ઈચ્છતા હોય તો તમે પણ આ રીતે વ્યક્તિગત રીતે કારોબારની શરૂઆત કરી શકો છો. તેનાથી તમે પર્યાવરણને સ્વચ્છ રાખી શકશો, તેમ જ સારી એવી કમાણી પણ કરી શકશો.

ગામની બહાર એક ડંપ યાર્ડ

ગામના લોકોએ બહારના ભાગમાં એક ડંપ યાર્ડ તૈયાર કર્યું છે, જ્યાં ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવે છે. આ સાથે કચરાને ફરી રિસાઈકલ કરી અલગ કરવામાં આવે છે. ત્યારબાદ જે કચરો સળગાવવામાં આવે છે તેની રખ્યાનો પણ ફરી ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ સૂકા કચરાને સુકવવામાં આવે છે અને ડિકમ્પોસ્ટ કરવામાં આવે છે. કદાંચ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ રીતે ગામના લોકો આશરે 70 હજાર રૂપિયાની આવક મેળવી શકે છે.

ખાતરની ઘણી માંગ રહે છે

 આ રીતે ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ખાતર પણ તૈયાર કરે છે. આ ખતર માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાતરની ઘણી સારી માંગ રહેલી હોય છે. સૌથી ખાસ વાત એ છે કે ગામની પંચાયત ઓફિસમાં 32 સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ માટે 20 સ્પીકર લગાવવામાં આવ્યા છે. તેના મારફતે ગામની કામગીરી પર નજર રાખી શકાય છે.

ગામમાં સોલર પ્લાન્ટ લગાવવાની તૈયારી

ગામમાં એક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ છે. આ સાથે 40 કિલોવોટરનો સોલર પ્લાન્ટ લગાવવાની તૈયારી પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં ફક્ત 27 કેવીની જરૂર છે, ત્યારબાદ બચેલી વીજળીને ગ્રિડમાં આપવામાં આવે છે.

Related Topics

Farmers village waste

Share your comments

Subscribe Magazine

More on News

More