Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોને નથી મળી રહ્યુ PMKSN નો 9માં હપ્તા, જાણે આવુ કેમ

તમિળનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આવા કેસ જોવા મળ્યા હતા. અહીં આવક વેરો ભરતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ અંગે માહિતી મળતાં સરકારે નાણાંની વસૂલાત શરૂ કરી દીધી.

Amansinh Jadeja
Amansinh Jadeja
PMKSNY
PMKSNY

તમિળનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આવા કેસ જોવા મળ્યા હતા. અહીં આવક વેરો ભરતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ અંગે માહિતી મળતાં સરકારે નાણાંની વસૂલાત શરૂ કરી દીધી.

દેશ અને ગુજરાતના (Gujarat) કેટલાક એવા ખેડૂતો છે જેમના ખાતામાં કિસાન સન્માન નિધી યોજનાના 9માં હપ્તાના પૈસા નથી આવ્યુ છે. જે તમે પણ તેમનામાં થી એક છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે 9 ઓગસ્ટ 2021 ના ​​રોજ ખેડૂતોના ખાતામાં 9 મા હપ્તાની રકમ જમા કરી હતી, પરંતુ હજુ પણ 2 કરોડ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળ્યો નથી. આ યોજના હેઠળ દેશના 12.14 કરોડ ખેડૂતોને લાભ મળી રહ્યો છે.

બે કરોડ ખેડૂતોને નથી મળ્યો હપ્તા

12.14 કરોડ ખેડૂતોમાંથી, 9 મા હપ્તાના પૈસા 10 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે. તે જ સમયે, 2 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા નથી. ચાલો તમને જણાવીએ કે આ 2 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા કેમ અટવાયા છે.તમને જણાવી દઈએ કે ઘણા નકલી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. જ્યારે સરકારને આ વિશે માહિતી મળી, ત્યારે કેન્દ્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા, જેમાં નાણાંની વસૂલાત શરૂ કરવામાં આવી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિળનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત(Gujarat) અને હિમાચલ પ્રદેશમાં આવા કેસ જોવા મળ્યા હતા. અહીં આવક વેરો ભરતા ખેડૂતો (Farmers) પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ અંગે માહિતી મળતાં સરકારે નાણાંની વસૂલાત શરૂ કરી દીધી.

42 લાખ અયોગ્ય ખેડૂતો

ખબર મુજબ ઘણા નકલી ખેડૂતોએ રિકવરીના ડરથી તેમની નોંધણી પાછી ખેંચી લીધી છે. આ સિવાય ઘણા ખેડૂતોના ખોટા ડેટાના કારણે તેમને પોર્ટલ પરથી દૂર કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રીએ ગૃહમાં આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે લગભગ 42 લાખ અયોગ્ય ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

પૈસા કેમ અટવાય છે?

  • બેંક ખાતા અને આધારમાં અલગ અલગ નામ
  • આઈએફએસસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર સાચો નથી
  • અંગ્રેજીમાં ખેડૂતનું નામ હોવું જરૂરી છે, પરંતુ તે નથી
  • ગામનું નામ લખવામાં ભૂલ થાય તો પણ પૈસા અટવાઇ જશે.

Related Topics

PMKSN Farmers Installment PMModi

Share your comments

Subscribe Magazine

More on News

More