Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

નિકાસમાં વૃદ્ધિ માટે કવાયત: સફરજન, કેરી, કેળા, દ્રાક્ષ, દાડમ અને હળદર ક્લસ્ટરો નક્કી કરાયા

KJ Staff
KJ Staff
Horticulture Crops
Horticulture Crops

બાગાયતી ક્ષેત્રમાં વિકાસને પ્રાધાન્ય આપવા માટે સરકારે લાંબા સમયથી પ્રયાસ કર્યા છે. આ દરમિયાન કેરી, કેળા, દ્રાક્ષ દાડમ અને હળદર માટેના ક્લસ્ટર નક્કી કરવામાં આવ્યા છે. આ ક્લસ્ટરના માધ્યમથી નિકાસને ભગવાન બનાવવાની સરકારની ઈચ્છા છે.

બાગાયત ક્ષેત્રમાં વ્યાપક વિકાસ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે બાગાયત ક્લસ્ટર વિકાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. રાષ્ટ્રીય બાગાયત મંડળ તેનો અમલ કરશે.  ઉચ્ચ મૂલ્યવાળા બાગાયતી પાકની આયાત ઘટાડવાના હેતુ થી વિવિધ પાક માટે  53 બાગાયતી ક્લસ્ટરોની ઓળખ કરવામાં આવી છે.  તેમાંથી 12ક્લસ્ટરને ક્લસ્ટર વિકાસ કાર્યક્રમના પ્રાયોગિક ચરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આવતા 5થી  7 વર્ષોમાં  આ પ્રોગ્રામ દ્વારા તેની નિકાસમાં 20 ટકાનો વધારો થવાનું અનુમાન છે.

 કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમથી અન્ય હોદ્દેદારો સહિત 10 લાખ ખેડુતોને લાભ થશે. ઉપરાંત આમાંથી 10 હજાર કરોડનું રોકાણ આવશે.  જેમાંથી 6500 કરોડ રૂપિયા ખાનગી ક્ષેત્રમાંથી આવશે.  તોમારે કહ્યું કે ભારત વિશ્વમાં બાગાયતી પાકનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.  તે વિશ્વના લગભગ 12 ટકા ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરે છે.

વિવિધ રાજ્યોમાં ક્લસ્ટરો

 સફરજન માટે શોપિયન (જમ્મૂ અને કાશ્મીર ) અને કિન્નૌર (હિમાચલ પ્રદેશ).

 કેરી માટે લખનઉ (ઉત્તર પ્રદેશ), કચ્છ (ગુજરાત) અને સ મહબૂબનગર (તેલંગાણા).

 કેળા માટે અનંતપુર (આંધ્રપ્રદેશ) અને થેની (તમિલનાડુ).

 દ્રાક્ષ માટે નાસિક (મહારાષ્ટ્ર).

 અનાનસ માટે સિફાહિજાલા (ત્રિપુરા).

 દાડમ માટે સોલાપુર (મહારાષ્ટ્ર) અને ચિત્રદુર્ગ (કર્ણાટક).

 હળદર માટે પશ્ચિમ જયંતિયા  હિલ્સ ( મેઘાલય )

મોંઘા પાક તરફ આકર્ષિત કરવા ભાર મૂકવો

 વિશ્વ બાગાયત વેપારમાં ભારતનો હિસ્સો વધારવાની જરૂરિયાત પર ભાર મુકતા, તોમારે કહ્યું કે આ માટે શ્રેષ્ઠ પ્રયાસો અપનાવવાની જરૂર છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂઆતથી જ આગ્રહ કરી રહ્યા છે કે કૃષિમાં સંતુલન હોવું જોઈએ.  ખેડુતોએ નફાની ખેતી કરવી જોઈએ, કૃષિ પેદાશોની ગુણવત્તામાં વધારો કરવો જોઈએ, જેથી નવી ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ થાય એટલે  નાના ખેડુતો મોંઘા પાક તરફ આકર્ષિત થશે.  હાલ કોરોના મહામારી જેવો રોગચાળો હોવા છતાં ભારતમાં ખાદ્ય અને બાગાયતી ક્ષેત્રે ખૂબ સારું ઉત્પાદન થયું છે.

વાવણીમાં 21 ટકાનો વધારો

 ઉનાળાની વાવણીમાં પણ પાછલા વર્ષ કરતા 21 ટકાનો વધારો થયો છે.  80.46 લાખ હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. ખેડુતોને નુકસાનથી બચાવવા, પ્રોસેસિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા, માળખાકીય સુવિધાઓ પૂરા પાડવા અને દેશ વિદેશમાં કૃષિ પેદાશો સારા ભાવે વેચવામાં સફળતા મેળવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.  બાગાયતી કલસ્ટર વિકાસ કાર્યક્રમ પણ આ દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

બાગાયત ક્ષેત્રે અનેક તક

તોમારે કહ્યું કે કોવિડ દરમિયાન કૃષિ ક્ષેત્રે દુર્ઘટનાને અવસરમાં ફેરવી ખાદ્ય પુરવઠાની સાંકળ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હવે આપણી કામ કરવાની શૈલીમાં પરિવર્તન આવ્યું છે. લોકોને પ્રકૃતિની નજીક આવવાની તક મળી છે. ખાવામાં હર્બલ અને ઔષધીય પાકોનો ઉપયોગ વધ્યો છે.

રોગો પ્રતિકારક શક્તિ જાળવી રાખવા અને વધારવા માટે ઔષધીય પાક - હળદર, તુલસી, આદુ, ગિલોય, લવિંગ, કાળા મરી, તજ વગેરેનો ઉપયોગ અને માંગ વધી છે.  આવી સ્થિતિમાં બાગાયત ક્ષેત્રે તકો વધી છે.  ઔષધીય ખેતીએ આપણા દેશની સૌથી મોટી તાકાત છે.  જેનાઆપણે મુખ્ય ઉત્પાદક છીએ.  ક્લસ્ટરોના માધ્યમથી આપણે અમહર્બલ ફાર્મિંગ તરફ આગળ વધીશું. જેના કારણે ઘરેલું જરૂરિયાત પૂરી કરવાની સાથે, તે નિકાસમાં પણ ફાળો આપશે, અને ખેડૂતોની આવકમાં વધારો કરશે.

Share your comments

Subscribe Magazine

More on News

More