Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સ્ટોપ ટીબી પાર્ટનરશિપની 36મી બોર્ડ મીટિંગ યોજાઈ

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતમાં ટીબીનો અંત લાવવાની અતૂટ પ્રતિબદ્ધતા જોઈ છે. ટીબી સામેની સહયોગી લડાઈમાં અમે સામેથી નેતૃત્વ કરવા અને ગ્લોબલ સાઉથનો અવાજ બનવા તૈયાર છીએ: ડૉ મનસુખ માંડવિયા

"ભારત કેસ શોધવા, ગાણિતિક મોડેલિંગ, ડિજિટલ હસ્તક્ષેપ અને દેખરેખમાં નવીનતા દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર અસાધારણ કાર્ય કરી રહ્યું છે"

હેલ્થકેરને લોકોની નજીક લાવવા માટે વિશ્વએ ભારતીય ઈનોવેશન, આઈડિયાઝ અને વ્યૂહરચનાઓનું અનુકરણ કરવું જોઈએ: ડૉ લુસિકા ડિટીયુ

ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સ્ટોપ ટીબી પાર્ટનરશિપની 36મી બોર્ડ મીટિંગ યોજાઈ
ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સ્ટોપ ટીબી પાર્ટનરશિપની 36મી બોર્ડ મીટિંગ યોજાઈ

“અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતમાં ટીબીનો અંત લાવવાની અતૂટ પ્રતિબદ્ધતા જોઈ છે. અમે ટીબી સામેની સહયોગી લડાઈમાં આગળથી નેતૃત્વ કરવા અને ગ્લોબલ સાઉથનો અવાજ બનવા તૈયાર છીએ.” આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં સ્ટોપ ટીબી પાર્ટનરશિપની 36મી બોર્ડ મીટિંગને સંબોધન દરમિયાન કહી હતી. તેમની સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર પણ જોડાયા હતા.

સભાને સંબોધતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે “ભારતે G20 પ્રેસિડેન્સી હેઠળ 3 મહત્વપૂર્ણ આરોગ્ય પ્રાથમિકતાઓને ઓળખી છે. આ તમામ સાર્વત્રિક આરોગ્ય કવરેજ પર કેન્દ્રીત છે અને ટીબી નાબૂદી માટેના અમારા પ્રતિભાવ સાથે સંબંધિત છે.” તેમણે ઉમેર્યું હતું કે "કેસ શોધવા, ગાણિતિક મોડેલિંગ, ડિજિટલ હસ્તક્ષેપ અને દેખરેખમાં નવીનતા દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર ઘણું અસાધારણ કાર્ય કરવામાં આવી રહ્યું છે". "ભારતને આવી સારી પ્રથાઓનું અનુકરણ કરવા માટે અન્ય દેશો સાથે તકનીકી સહાય શેર કરવામાં ખુશી થશે", એમ તેમણે કહ્યું.

ડો. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડમાંથી માત્ર પુનઃપ્રાપ્તિ માટે જ નહીં પરંતુ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન જેવી નવીન વ્યૂહરચના પણ લાવવાનો પ્રયાસ ચાલુ છે જે વિશ્વમાં એક પ્રકારની ચળવળ બની ગઈ છે. તેમણે કહ્યું કે ટીબીને ખતમ કરવા માટે સમુદાયોને એકત્ર કરવા માટે આ એક કૉલ ટુ એક્શન છે.

રોગ સામેની વૈશ્વિક લડાઈમાં ટીબી રસીના નિર્ણાયક મહત્વ પર પ્રકાશ પાડતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સ્ટોપ ટીબી ભાગીદારી બોર્ડને આ અંગે વિચારણા કરવા અને આ વર્ષે સપ્ટેમ્બરમાં યુનિવર્સલ હેલ્થ કવરેજ પર યુએનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ બાબતને ઉઠાવવા વિનંતી કરી. "ટીબીની રસીની તાકીદે જરૂર છે",એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. ડૉ. માંડવિયાએ ધ્યાન દોર્યું હતું કે, તેના વિકાસને ઝડપી ટ્રેક કરવા, ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃત કરવી અને દેશોને તેની સરળ પહોંચમાં મદદ કરવી પણ મહત્વપૂર્ણ છે.

ડૉ લુસિકા ડિટીયુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે "ભારત ટીબીને દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે ભારતની પ્રગતિ વિશ્વને આગળ ધપાવશે." તેણીએ "તેમના ની-ક્ષય ડેટા સાથે ખૂબ જ અત્યાધુનિક મોડેલિંગ કરવા માટે" ભારતની પ્રશંસા પણ કરી. "તેમની નવીનતાઓ, વિચારો અને આરોગ્યસંભાળને લોકોની નજીક લાવવા માટેની વ્યૂહરચનાઓ એવી છે જેનું સમગ્ર વિશ્વ અનુકરણ કરી શકે છે",એમ તેણીએ જણાવ્યું હતું.

સ્ટોપ ટીબી પાર્ટનરશિપ બોર્ડે દેશના પુરાવા સાથે વિકસિત ટીબી બોજના ભારતના અંદાજની પ્રશંસા કરી. આ કાર્યક્રમમાં "ટીબીથી અસરગ્રસ્ત સમુદાયો અને નાગરિક સમાજની જવાબદારીનો અહેવાલઃ પ્રાયોરિટીઝ ટુ ક્લોઝ ધ ડેડલી ડિવાઈડ" પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.

સુશ્રી રોલી સિંઘ, અધિક સચિવ, આરોગ્ય મંત્રાલય, ડૉ. પૂનમ ખેતરપાલ સિંઘ, દક્ષિણ-પૂર્વ એશિયાઈ ક્ષેત્ર માટે WHO પ્રાદેશિક નિયામક, શ્રી ઓસ્ટિન એરિન્ઝે ઓબીફુના, વાઇસ-ચેર, સ્ટોપ ટીબી ભાગીદારી; ડૉ અશોક બાબુ, સંયુક્ત સચિવ, આરોગ્ય મંત્રાલય; ડૉ. રાજેન્દ્ર જોશી, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, સેન્ટ્રલ ટીબી વિભાગ, આરોગ્ય મંત્રાલય; ડૉ રાવ, સહાયક મહાનિર્દેશક, કેન્દ્રીય ક્ષય વિભાગ, આરોગ્ય મંત્રાલય; અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: આજે Auro University, સુરત ખાતે યોજાયો યુવા ઉત્સવ

Share your comments

Subscribe Magazine

More on News

More