Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આજે Auro University, સુરત ખાતે યોજાયો યુવા ઉત્સવ

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા કેંદ્ર સરકારનાં "8 વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ" વિષય પર ચિત્ર પ્રદર્શન

યુવાઓમાં રહેલી સર્જન શક્તિનો પરિચય  કરાવવા તેમજ તેઓનું કૌશલ્ય નિખારવા માટે યુવા બાબતોના મંત્રાલયનાં માર્ગદર્શન હેઠળ નેહરુ યુવા કેંદ્ર, સુરત દ્વારા Auro University ખાતે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમનું ઉદ્દઘાટન સુરત પોલીસ કમિશ્નર શ્રી અજય કુમાર તોમરજિલ્લા વિકાસ અધિકારી શ્રી બી કે વસાવા, Auro University ના રજિસ્ટ્રાર શ્રી પ્રો અમરીશ મિશ્રા સહિતનાં અતિથિ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉત્સવ દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓ જેવી કે ફોટોગ્રાફીવકતૃત્વચિત્રકલાકવિતા લેખન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સુરતનાં યુવાનોએ ભાગ લીધો હતો.

યુવા ઉત્સવ દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યૂરોમાહિતી અને પ્રસારણ મંત્રાલયભારત સરકારસુરત દ્વારા "8 વર્ષ - સેવાસુશાસન અને ગરીબ કલ્યાણ" વિષય પર એક દિવસીય પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેને અતિથિઓ અને યુવાનોએ નિહાળ્યું હતું.

યુવાનોએ કેન્દ્રીય સંચાર બ્યૂરોમુખ્યાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવતા ન્યૂ ઇન્ડિયા સમાચારની પ્રત અને તેના વિશે જાણકારી મેળવી હતી.

આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગો જેમ કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીસુરતરોજગારી કચેરીસુરતનશાબંધી અને આબકારી વિભાગગુજરાત પર્યટન વિભાગનશા મુક્તિ સમિતિ સાથે અન્ય વિભાગની કામગીરી અંગે અહીં તૈયાર કરેલા સ્ટોલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના વધારાના હપ્તા અને પેન્શનરોને મોંઘવારી રાહત, 01.01.2023થી મળવાની મંજૂરી આપી

Share your comments

Subscribe Magazine

More on News

More