Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ડાઉનલોડ કરો e-NAM, વાવણીથી લઈને લણણી સુધી મળશે બધી માહિતિ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ E-NAMના લાભાર્થી પ્રહલાદ જી સાથે વાત કરી હતી. વાતચીતમાં પીએમએ કહ્યું કે ખેડુતો અને વેપારીઓ આ મંચ પર મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. વડાપ્રધાને પ્રહલાદ જી પાસેથી તેમના અનુભવો સાંભળ્યા અને વધુમાં વધુ લોકો સાથે તેમના અનુભવો શેર કરવા વિનંતી કરી હતી. આપને જણાવી દઇએ કે ઈ- નામ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 1.70 કરોડથી વધુ ખેડુતો અને 1.63 લાખ વેપારીઓ નોંધણી કરવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ E-NAMના લાભાર્થી પ્રહલાદ જી સાથે વાત કરી હતી. વાતચીતમાં પીએમએ કહ્યું કે ખેડુતો અને વેપારીઓ આ મંચ પર મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. વડાપ્રધાને પ્રહલાદ જી પાસેથી તેમના અનુભવો સાંભળ્યા અને વધુમાં વધુ લોકો સાથે તેમના અનુભવો શેર કરવા વિનંતી કરી હતી. આપને જણાવી દઇએ કે ઈ- નામ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 1.70 કરોડથી વધુ ખેડુતો અને 1.63 લાખ વેપારીઓ નોંધણી કરવી છે. ઇ-નામ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે ખેડૂત સ્વતંત્ર  છે  અને તમામ ઇ-નામ  મંડીઓમાં વેપારીઓ સાથે ઓનલાઇન વેચાણ માટે તેમના ઉત્પાદનોને અપલોડ કરી શકે છે.

અત્યાર સુધીમાં સરકારે દેશની 585  બજારોને ઇ-નામ હેઠળ જોડી દીધી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કાર્યરત લઘુ ખેડૂત વ્યાપાર સંઘ  (એસએફએસી) ઇ-એનએએમ લાગુ કરવા માટેની સૌથી મોટી સંસ્થા છે.  સરકાર આ વર્ષે 200 અને આગામી વર્ષે 215 વધુ બજારીને જોડવાની યોજના ઘડી રહી છે.

દેશભરમાં લગભગ 2,700 કૃષિ પેદાશ બજારો અને 4,000 પેટા બજારો છે. અગાઉ, કૃષિ પેદાશ બજાર સમિતિઓમાં અથવા તે જ રાજ્યની બે મંડળીમાં વ્યવસાય કરવામાં આવતો હતો. તાજેતરમાં પ્રથમ વખત ઇ-નામ હેઠળ બે રાજ્યોની જુદી જુદી મંડીઓ વચ્ચે વેપાર થયો હતો.

શું છે E-NAM ?

રાષ્ટ્રીય કૃષિ બજાર (ઇ-નામ) એક અખિલ ભારતીય ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે. તેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ 2016 ના રોજ કરી હતી.

સરકારે તેની શરૂઆત કૃષિ ઉત્પાદનો માટે "વન નેશન વન માર્કેટ"ના નિર્માણના ઉદ્દેશ્યથી કર્યું છે. આ અંતર્ગત ખેડૂત તેમની નજીકના બજારમાંથી તેમની પેદાશો ઓનલાઇન વેચી શકે છે. તો વળી વેપારીઓ પણ ગમે ત્યાંથી ખેડુતોને નાણાં મોકલી શકે છે.

ઇ- નામ પહેલાં, ઉત્પાદન બજાર સમિતિઓમાં અથવા તે જ રાજ્યની બે મંડળીઓમાં ખરીદી-વેચાણ થતું હતું. પરંતુ હવે આ પ્લેટફોર્મ હેઠળ આવતા તમામ  બજારોમાં વ્યવસાય સરળ બન્યો છે.

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના જણાવ્યા  અનુસાર ઇ-નામ પ્લેટફોર્મએ  કૃષિ વ્યવસાયમાં એક અનોખી પહેલ છે. આના માધ્યમથી ખેડૂતો ઘણી બજારો અને ખરીદદારો સુધી પહોંચી શકે છે. સાથો સાથ આ પ્લેટફોર્મ વ્યવહારની પ્રક્રિયામાં પણ પારદર્શિતા લાવે છે.

ઈ-નામ પ્લેટફોર્મ પર વર્તમાન સમયમાં ખાદ્ય અનાજ, તેલીબિયાં, ફાઇબર, શાકભાજી અને ફળો સહિતની 150 ચીજવસ્તુઓનો વેપાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત શરૂઆતના સમયમાં 25 કૃષિ ચીજવસ્તુઓ માટે માનક પરિમાણો વિકસાવવામાં આવ્યા હતા.

ઇ-નામ ટ્રેડિંગ પોર્ટલ એકીકૃત રાષ્ટ્રીય બજાર બનાવવા માટે હાલની એપીએમસી  બજારોને ઓનલાઇન નેટવર્ક સાથે જોડે છે. ખેડૂત ઇ-નામ પોર્ટલ પર  enam. gov.in પર નોંધણી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

ઇ-નામ સાથે કેવી રીતે જોડાવું ?

સૌ પ્રથમ તમારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વેબસાઇટ www.enam.gov.in પર જવું પડશે.  ત્યારપછી તમારે રજિસ્ટ્રેશન ટાઇપ કરવું પડશે.ત્યાં ખેડૂતનો વિકલ્પ દેખાશે.

પછી તમારે તમારી ઇ-મેઇલ આઈડી આપવાની રહેશે.આમાં તમને ઈ-મેલ દ્વારા લોગિન આઈડી અને પાસવર્ડનો મેઇલ આવી જશે. ત્યારબાદ તમને ટેમ્પરરી ઇ-મેઇલ આઈડી અને પાસવર્ડ મોકલવામાં આવશે.  પછી તમે www.enam.gov.in વેબસાઇટ પર લોગિન કરી ડેશબોર્ડ પર તમે તમારા KYC ડોક્યુમેન્ટથી  રજીસ્ટ્રેશન કરી શકો છો.

એપીએમસી તમારી કેવાયસીને  એપ્રુવ  કરે એટલે  તમે તમારા વ્યવસાયની શરૂઆત કરી શકશો. વધુ માહિતી માટે તમે https://enam.gov.in/web/resources/registration-guideline  પર જઈને માહિતી મેળવી શકો છો.

નવી સુવિધાઓની શરૂઆત

ખેડૂતોની સુવિધાઓ માટે ઇ-નામ પર બજારની માહિતી પૃષ્ઠ, ઇ-નામ પ્લેટફોર્મની સાથે IMD હવામાનની આગોતરી સૂચનાનું એકીકરણ અને સહકારી મોડ્યુલ જેવા નવા મોડ્યુલ લોન્ચ કરાયા છે.

બજાર જાણકારી પૃષ્ઠ ખેડુતોને એક જ વેબ પેજમાં સંબંધિત રાજ્યની ઇ-નામ  બજારોમાં વેચાયેલી ચીજવસ્તુઓના વાસ્તવિક સમય ભાવ આપવા માટે બનાવવામાં આવ્યું છે.

હવે ઇ- નામ પર આપવામાં આવેલા સહકારી વેપાર મોડ્યુલનો  મુખ્ય ઉદેશ્ય સહકારી સમિતિઓને પોતાના  સંગ્રહ કેન્દ્ર /ગોડાઉનમાંથી APMCમાં ઉત્પાદન લાવ્યા વિના સભ્યોના ફાર્મગેટની  નજીક વેપાર કરવાની સુવિધા આપવાનો છે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)  દ્વારા હવામાનનું પૂર્વાનુમાન સૂચના સહિત ઇ-નામ બજારો અને આસપાસના વિસ્તારો માટે વરસાદ અને વાવાઝોડાની સૂચનાની સાથે ઓછા અને વધુ તાપમાનની સૂચનાઓ મળશે.

હવામાનની માહિતી ખેડુતોને લણણી અને માર્કેટિંગના નિર્ણયો લેવામાં મદદ કરશે. વપરાશકર્તાને અનુકૂળ  ઇ-નામ ડિરેક્ટરી પણ શરૂ કરવામાં આવી છે, જે ઇ-નામ બજાર સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપીને હોદ્દેદારોને મદદ કરશે.

Related Topics

E-NAM harvesting farmer farming

Share your comments

Subscribe Magazine

More on News

More