Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આધુનિક ખેતી કરો અને સરકારથી મેળવો બે લાખનો ઈનામ

આપણા દેશની 50 ટકાથી વધુ વસ્તી કૃષિ પર નિર્ભર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એક તરફ ઘણા ખેડુતો ખેતીમાં સતત નફો મેળવી રહ્યા છે, તો ઘણા ખેડુતોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેના કારણે ઘણા ખેડુતો ખેતીથી દૂર જઇ રહ્યા છે.

આપણા દેશની 50 ટકાથી વધુ વસ્તી કૃષિ પર નિર્ભર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એક તરફ ઘણા ખેડુતો ખેતીમાં સતત નફો મેળવી રહ્યા છે, તો ઘણા ખેડુતોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેના કારણે ઘણા ખેડુતો ખેતીથી દૂર જઇ રહ્યા છે.

આવી સ્થિતિમાં ખેડૂતોએ ફરી એકવાર કૃષિ તરફ વળે તે માટે કેન્દ્ર સરકાર અને ઘણી ખાનગી સંસ્થાઓ પ્રયત્નશીલ છે. જે કૃષિ ક્ષેત્રને સુધારવાનું કામ કરી રહી છે. તેમના દ્વારા ખેડુતોને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ ઉપરાંત સમયાંતરે એવોર્ડ પણ આપવામાં આવે છે.

ઉત્તમ ખેતી માટે એવોર્ડ

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR- https://icar.org.in/) એવી એક સંસ્થા છે, જે કૃષિ ક્ષેત્રે કામ કરવા માટે અગ્રસર છે. આ સંસ્થા ખેતી સાથે સંકળાયેલી નવી પોલિસી, નવી તકનીકો અને પાક માટે નિર્ણય લેવા માટે જાણીતિ છે. આ ઉપરાંત દર વર્ષે તે કૃષિ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરતા ખેડુતોને પણ પ્રોત્સાહિત કરે છે. દર વર્ષે આઈસીઆર દ્વારા એવોર્ડ માટે ખેડુતોને નોમિનેટ કરવામાં આવે છે.

જગજીવન રામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ

દર વર્ષે ખેતીમાં નવી તકનીકનો ઉપયોગ કરવા વાળા તેમજ તેમની આવકમાં વધારો કરવા વાળા ખેડૂતોને રાષ્ટ્રીય કક્ષાએ 3 એવાર્ડ આપે છે. આ એવોર્ડ અંતર્ગત 1 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે. આ સાથે જ પ્રશંસાપત્ર અને સ્મૃતિ ચિહ્ન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત એવોર્ડ વિજેતા ખેડૂતને સમાન રકમ આપવામાં આવે છે, જેના દ્વારા ખેડુતો તેમના સંશોધનનો યોગ્ય રીતે પ્રચાર પ્રસાર કરી શકે છે.

એન. જી. રંગા ફાર્મર એવોર્ડ

ખેડુતોને વિવિધ પ્રકારના ખેતી માટે એનજી રંગા કિસાન એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ અંતર્ગત ખેડુતોને સ્મૃતિચિત્ર અને પ્રશસ્તિપત્ર સાથે 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે.

પંડિત દીનદયાલ ઉપાધ્યાય અંત્યોસદય કૃષિ એવોર્ડ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંત્યોર્દય કૃષિ એવોર્ડ ખેડુતોને ખેતીનો લાભ લેવા માટે આપવામાં આવે છે. આ વાર્ષિક એવોર્ડ છે. તે સીમાંત, નાના અને ભૂમિહીન ખેડૂતોના યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતને મેમેન્ટો, પ્રશસ્તિપત્ર અને રૂ. 1 લાખ પણ આપવા આવે છે.

હલધર ઓર્ગેનિક એગ્રિકલ્ચર એવોર્ડ

જૈવિક ખેતીમાં ખેડૂતોના ઉત્કૃષ્ટ યોગદાન માટે હલધર ઓર્ગેનિક ફાર્મર એવોર્ડની સ્નમાનિત કરવામાં આવે છે. આ અંતર્ગત 1 લાખ રૂપિયા આપવામાં આવે છે, પરંતુ આ એવોર્ડ એવા ખેડૂતોને આપવામાં આવે છે જેમની પાસે ઓર્ગેનિક સર્ટિફિકેશન બોડીનું સર્ટિફિકેટ છે. આ સાથે જ તેને જૈવિક કૃષિમાં 5 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

મહિન્દ્રા ગ્રુપ પણ આપે છે એવોર્ડ

દર વર્ષે ખેતી અને નવીનતાઓને પ્રોત્સાહન માટે મહિન્દ્રા ગ્રુપ દ્વારા મહિન્દ્રા સમૃધિ ભારત કૃષિ એવોર્ડ આપવામાં આવે છે. જેના અંતર્ગત રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે એવોર્ડ આપવામાં આવે છે. જેમાં કૃષક સમ્રાટ (પુરુષ વર્ગ), કૃષિ પ્રેરણા સન્માન (સ્ત્રી), કૃષિ યુવા સન્માન (યુવક)નો સમાવેશ થાય છે. આ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ 2.11 લાખ અને પ્રાદેશિક સ્તરે 51 હજારની રકમ આપે છે.

નોંધનીય છે કે, આપણા દેશની 50 ટકાથી વધુ વસ્તી કૃષિ પર નિર્ભર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એક તરફ ઘણા ખેડુતો ખેતીમાં સતત નફો મેળવી રહ્યા છે, તો ઘણા ખેડુતોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેના કારણે ઘણા ખેડુતો ખેતીથી દૂર જઇ રહ્યા છે. આવી સ્થિતિમાં આ પ્રકારના એવોર્ડથી ખેડૂતોને પ્રોત્સાહન મળે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More