Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગૌ રક્ષા હિંદુઓના મૂળભૂત અધિકાર,ગાયને જાહેર કરવામાં આવે રાષ્ટ્રીય પશુ: હાઈકોર્ટ

યુપી ગાય કતલ અધિનિયમ હેઠળ નોંધાયેલા એક વ્યક્તિની જામીન અરજી ફગાવી દેતા, પ્રયાગરાજ હાઇકોર્ટના (Allahabad High Court) ન્યાયમૂર્તિ શેખર કુમાર યાદવે બુધવારે કેન્દ્ર સરકારને "ગાયોની સુરક્ષા" માટે સંસદમાં વિધેયક લાવવા અને "ગૌ રક્ષણ તરીકે જાહેર કરવા વિનંતી કરી અને કહ્યુ કે આ. "હિન્દુઓનો મૂળભૂત અધિકાર" છે

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
Allahabad High Court
Allahabad High Court

યુપી ગાય કતલ અધિનિયમ હેઠળ નોંધાયેલા એક વ્યક્તિની જામીન અરજી ફગાવી દેતા, પ્રયાગરાજ હાઇકોર્ટના (Allahabad High Court) ન્યાયમૂર્તિ શેખર કુમાર યાદવે બુધવારે કેન્દ્ર સરકારને "ગાયોની સુરક્ષા" માટે સંસદમાં વિધેયક લાવવા અને "ગૌ રક્ષણ તરીકે જાહેર કરવા વિનંતી કરી અને કહ્યુ કે આ. "હિન્દુઓનો મૂળભૂત અધિકાર" છે

યુપી ગાય કતલ અધિનિયમ હેઠળ નોંધાયેલા એક વ્યક્તિની જામીન અરજી ફગાવી દેતા, પ્રયાગરાજ હાઇકોર્ટના (Allahabad High Court) ન્યાયમૂર્તિ શેખર કુમાર યાદવે બુધવારે કેન્દ્ર સરકારને "ગાયોની સુરક્ષા" માટે સંસદમાં વિધેયક લાવવા અને "ગૌ રક્ષણ તરીકે જાહેર કરવા વિનંતી કરી અને કહ્યુ કે આ. "હિન્દુઓનો મૂળભૂત અધિકાર" છે સાથે જસ્ટિસ યાદવે કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય પ્રાણી (National  Animal) જાહેર કરવાની સલાહ પણ આપી.

શુ કહ્યુ જસ્ટિસ યાદવ

જસ્ટિસ યાદવે કહ્યુ કે, સંજોગોને ધ્યાનમાં રાખીને, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ કેમ કે ગાયનું રક્ષણ હિંદુઓનો મૂળભૂત અધિકાર છે.આપણે જાણીએ છીએ કે જ્યારે દેશની સંસ્કૃતિ અને આસ્થાને ઠેસ પહોંચે છે ત્યારે દેશ નબળો થઈ જાય છે.

શુ હતુ મામલા

જાવેદ, જેમની સામે ચોરી (IPC કલમ 379) અને આ વર્ષે ફેબ્રુઆરીમાં સંભલ જિલ્લામાં યુપી ગાય કતલ કાયદાની કલમ 3/5/8 હેઠળ ગુનો નોંધાયો હતો, આ વર્ષે 8 માર્ચથી જેલમાં છે. તેમની જામીન અરજીમાં તેમણે દલીલ કરી હતી કે તેમની સામે ગૌવંશના આરોપો ખોટા છે કારણ કે તે સ્થળ પર હાજર ન હતા, અને પોલીસની મિલીભગતમાં તેમની વિરુદ્ધ બનાવટી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

લોકોના સ્વાદ માટે જીવ નથી લઈ શકતા

જાવેદના કેસની સુનાવણી કરતા ન્યાયમૂર્તિ યાદવની ખંડપીઠે હિન્દીમાં (Hindi) પોતાના 12 પાનાના આદેશમાં કહ્યું, તમે થોડા લોકોના સ્વાદ માટે જીવ નથી લઈ શકતા… મૂળભૂત અધિકાર ... મૂળભૂત અધિકારો માત્ર તે લોકો માટે વિશેષાધિકાર બની શકતા નથી જેઓ ગાયનું માંસ ખાય છે, પરંતુ જેઓ આવક માટે ગાય પર આધાર રાખે છે અને જેઓ ગાયની પૂજા કરે છે તેમને પણ અર્થપૂર્ણ જીવનનો અધિકાર છે.

ન્યાયાધીશે એમ પણ ઉમેરિયુ કે, આ વાત વૈજ્ઞાનિકો પણ માને છે કે ગાય એકમાત્ર પ્રાણી છે જે શ્વાસ લેતા સમય ઓક્સિજન લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. ગાયના દૂધ, દહીં, માખણ, પેશાબ અને ગાયના છાણમાંથી બનેલું પંચકવ્યમ કેટલીક બીમારીઓની સારવારમાં ફાયદાકારક છે. અને હિન્દુ ધર્મ મુજબ ગાયમાં 33 દેવી -દેવતાઓનો વાસ છે.

Cow's
Cow's

યાદવે કહ્યુ કે, માત્ર હિન્દુઓ(Hindus)  જ નહીં, મુસ્લિમો પણ ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્વ સમજતા હતા, અને બાબર, અકબર અને હુમાયુ જેવા મુસ્લિમ શાસકોએ (Muslim King's) તેમના તહેવારો દરમિયાન ગૌહત્યા પર પ્રતિબંધ લાદ્યો હતો. ન્યાયાધીશે મંગલ પાંડેના (Mangal Pandey) નેતૃત્વમાં 1857 ના બળવોનું પણ આહ્વાન કર્યું અને કહ્યુ, મંગલ પાંડે સાથે  ભારતનો દરેક નાગરિક ભારતની સંસ્કૃતિ અને ગાય સામેના થવા વાળા અત્યાચાર વિરૂદ્ધ ઉભા થઈ ગયા હતા..

મુસ્લિમો પણ ગૌહત્યા બંદ કરવાની તકફેણમાં

કોર્ટ દાવો કર્યુ કે ભારતમાં મોટાભાગના મુસ્લિમો(Muslim) ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં છે. ન્યાયમૂર્તિ યાદવે કહ્યું કે, ગૌરક્ષા ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે, એક ધર્મ સુધી મર્યાદિત નથી, પરંતુ અહીં રહેતા તમામ નાગરિકો દ્વારા થવું જોઈએ. જ્યારે પણ આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા, વિદેશીઓએ આપણા પર હુમલો કર્યો અને અમને ગુલામ બનાવ્યા, અને જો આજે પણ, આપણે સાવધાન ન થઈએ, તો જેંમ તાલિબાનીઓ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે એવું આપણા સાથે પણ થઈ જશે.

તેમણે કહ્યું કે ગાયને નુકસાન પહોંચાડવાની વાત કરનાર અને ગાયોના રક્ષણ માટે કામ કરનારાઓ પર પણ ગૌ રક્ષણ માટેનું બિલ કડક હોવું જોઈએ. ન્યાયમૂર્તિ યાદવે જાવેદની જામીન અરજી નામંજૂર કરતા કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે ગુનો તેમના દ્વારા કરવામાં આવ્યો છે. ન્યાયાધીશે આદેશમાં કહ્યું કે ગૌવંશ માટે આ તેમનો પ્રથમ ગુનો નથી જે સમાજમાં દુશ્મનાવટ વધારી નાખે.

Share your comments

Subscribe Magazine

More on News

More