Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બન્ને જિલ્લા ગુજરાતના પણ કપાસની આવક જુદા-જુદા

આજે બોટાદ અને અમેરિલી જિલ્લાની માર્કેટયાર્ડમાં કપાસ અને બીજા પાકોની હરાજી કરવામાં આવી હતી. જ્યા એક બાજૂ એક જિલ્લાના ખેડૂતોએ ખુશખુશાલ થયા હતા તો બીજા જિલ્લાના ખેડૂતોના હાથે નિરાશા લાગી હતી.

Amansinh Jadeja
Amansinh Jadeja
એક બાજુ ખુશહાલી બીજી બાજુ શિકન (સૌજન્ય:એડોબ સ્ટોક)
એક બાજુ ખુશહાલી બીજી બાજુ શિકન (સૌજન્ય:એડોબ સ્ટોક)

આજે બોટાદ અને અમેરિલી જિલ્લાની માર્કેટયાર્ડમાં કપાસ અને બીજા પાકોની હરાજી કરવામાં આવી હતી. જ્યા એક બાજૂ એક જિલ્લાના ખેડૂતોએ ખુશખુશાલ થયા હતા તો બીજા જિલ્લાના ખેડૂતોના હાથે નિરાશા લાગી હતી. કેમ કે બન્ને જિલ્લાઓની માર્કેડ યાર્ડમાં કપાસ અને અન્ય પાકોની હરાજીમાં ખૂબ જ મોટા અન્તર જોવા મળ્યો હતો. અમરેલીની વાત કરીએ તો ત્યાં મોટી મગફળી 1,396 રૂપિયાના ભાવે વેચાઈ હતી. ત્યારે કપાસના ભાવ 960 થી લઈને 1441 સુધી રહ્યા હતા.

તેના સાથે જ ત્યાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. જ્યાં લોકવન ઘઉંનો ભાવ 500 રૂપિયાથી લઇને 594 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 493 રૂપિયાથી લઇને 660 નોંધાયો હતો. જ્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો ભાવ 1650 રૂપિયાથી લઈને 1915 રૂપિયા સુધી નોંઘાયો હતો. ત્યારે અડધનો ભાવ 1,550 થી 1,795 રૂપિાય નોંધાયો હતો. અમરેલી માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં ફરીથી મંદી જોવા મળી હતી.

બોટાદ માર્કેટ યાર્ડમાં મોટી આવક

જ્યા અમરેલીમાં કપાસની આવાક ઓછી નોંધાઈ હતી તો બીજી બાજુ બોટાદમાં કપાસની વધુ આવક જોવા મળી હતી. ત્યાં સવારથી જ જણસી વેચવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા પાંચ દિવસ દરમિયાન કપાસની આવકમાં સરેરાશ આજે વધારો નોંધાયો છે.ત્યાં 46 હજાર ટન કપાસનું વેચાણ થયું હતું. જો કે દર રોજની સરખામણીએ ઘણું બધું છે. કપાસના રેટની વાત કરીએ બોટાદમાં ભાવ પ્રતિમણ દીઠ 1201 થી 1479 રૂપિયા સુધી મળી રહ્યાં છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે સચવારથી જ ખેડૂતોના વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

Related Topics

Cotton Market Botad Amreli

Share your comments

Subscribe Magazine

More on News

More