ગુજરાત સરકારે કોરોનાની નવી ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના છ મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. હવે અમદાવાદ અને વડોદરામાં જ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. તે સિવાય હવે લગ્ન માટે પણ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહી રહે.
કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય Decision Taken At The Core Committee Meeting
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રિએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ કોરોના ગાઈડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 75%ની છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : જુઓ દુનિયાની સૌથી મોટી સ્ટ્રોબેરી, અને કોણે તેને ઉગાડી
6 મહાનગરોમાંથી નાઈટ કર્ફયૂ હટાવાયો Night Curfew In Ahmedabad And Vadodara From 12 AM To 5 AM
ઉલ્લેખનીય છે કે 8 મહાનગરો માંથી 6 મહાનગર એટલે કે સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ શહેરને રાત્રિ કર્ફયૂ માંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયને પગલે વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાજ્યના 2 મહાનગર એટલે કે અમદાવાદ અને વડોદરામાં રાત્રિના 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાંં યોજવામાં આવેલ કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
લગ્ન પ્રસંગમાં નહીં લેવી પડે મંજૂરી No Approval Required For Marriage Function
રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં.
આ પણ વાંચો : Atma Yojana In Gujarat : કર્મચારીઓના પગારમાં વધારો
શાળા-કોલેજોમાં સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ
આ ઉપરાંત કોર કમિટીની બેઠકમાં સ્કૂલ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના છ મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. હવે અમદાવાદ અને વડોદરામાં જ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. તે સિવાય હવે લગ્ન માટે પણ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહી રહે.
આ પણ વાંચો : ‘વન નેશન - વન રેશન કાર્ડ યોજના’
આ પણ વાંચો : નારંગી ખાવાથી હ્રદયથી લઈને આંખો બધુ રહેશે સ્વસ્થ
Share your comments