Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

લખીમપુર કેસ મામલે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા, ધરણા પ્રદશનમાં કોંગ્રેસ દિગ્ગજ નેતા જોડાયા

Sukhadev Thakor
Sukhadev Thakor
dharna in Ahmedabad
dharna in Ahmedabad

ખેડૂતોમાં પ્રચંડ રોષ ભભૂકી રહ્યો છે ત્યારે કોંગ્રેસે પણ ભાજપ સરકારના મંત્રને બરતરફ કરવાની માગ સાથે દોષિતોને સખ્ત સજાની માગણી સાથે ધરણા યોજ્યા.

ઉત્તરપ્રદેશના લખીમપુર ખાતે ખેડૂતો દ્વારા થઇ રહેલા વિરોધ પ્રદશન દરિમયાન વિરોધ કરી રહેલા ખેડૂતો પર રીતસર કાર ચડાવી દેવાતા ચાર જેટલા ખેડૂતોના કરુણ મોત નિપજ્યા હતા, જે મામલે દેશભરમાં ખાસ કરીને ખેડૂતોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ઠેર ઠેર આંદોલન, આવેદનપત્ર આપી વિરોધ પ્રદશનનો દૌર ચાલી રહ્યો છે. જ્યારે આજે ગુજરાત કોંગ્રેસના આગેવાનો દ્વારા અમદાવાદ ખાતે ખેડૂતોને ન્યાયના સમર્થનમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો

અમદાવાદ સ્થિત કોચરબ આશ્રમ, પાલડી ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ હાથમાં ખેડૂતોના હત્યારાઓ ગાદી છોડો..., ખડેૂતોના હત્યારા કેન્દ્રીય મંત્રીને બરતરફ કરો...બરતરફ કરો... સિહતના સાઇન બોડ↓ લઇનેધરણાનો કારયક્રમ આપ્યો હતો. લાઠી બાબરા પંથકના ધારાસભ્ય વુરજીભાઈ ઠુમ્પરે જાહેર કરેલી વિગતો મુજબ તા. 11મી ઓક્ટોબરે કોચરબ આશ્રમ, પાલડી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના સભ્યોએ હાથમાં અલગ અલર વિધાન લખેલા સાઇન બોર્ડ રાખ્યા હતા, જેમાં હતયા કરેલ પ્રધાનપુત્ર, જવાબ આપશેધરતીપુત્ર..., માંગે મત, આપે મોત, ખેડૂતો લાવશે ભાજપનો અંત..., હત્યારી ભાજપ સરકાર, બંધ કરો અત્યાચાર સિહતના સુત્રોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સૌરાસ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ઘટનાને લઇને વિરોધ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - મહુવા પંથકમાં સોલાર કંપની દ્વારા 45 ખેડૂતો સાથે છેતરપિંડી

આ પણ વાંચો - ભારત વિશ્નમાં સૌથી વધુ કપાસ ઉત્પદાક દેશ, જાણે ખેડૂતોને ફાયદા પહુંચાડતી સરકારની નવી નીતિ વિશે

Share your comments

Subscribe Magazine

More on News

More