Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Chaudhary Charan Singh ​Statue Unveiling : સી,એમ યોગી આદિત્યનાથે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીની ૫૧ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

'ખેડૂત દિવસ' નિમિત્તે, ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ, તેમની પ્રતિમાનું અનાવરણ અને મુરાદાબાદ જિલ્લામાં કિસાન મહાસંમેલન કાર્યક્રમ

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીની ૫૧ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ
પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીની ૫૧ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ

કિસાન દિવસની શરૂઆત, મુરાદાબાદ પોહ્ચ્યા હતા યોગીજી 

૨૩ ડિસેમ્બર એટલે કિસાન દિવસ તરીકે ઉજવવા માં આવે છે. આજના દિવસે સી.એમ યોગીજીના હસ્તે દેશના પાંચમાં નંબરના સ્થાને રહી ચુકેલા પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહજીની જન્મજયંતી છે, તે નિમિતે તેમણી ૫૧ ફૂટ ઉંચી અને વિશાળ મૂર્તિનું અનાવરણ કરવા માં આવ્યું છે. ત્યાર બાદ યોગીજી એ ખેડૂતોને પણ સંબોધિત કર્યા,વધુ માં કહ્યું, શેરડીના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં ₹2.25 લાખ કરોડથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ 'નવા ભારત'નું 'નવું ઉત્તર પ્રદેશ' છે, જ્યાં સરકાર ખેડૂતોની મહેનત અને પ્રયત્નોને નમન કરે છે અને માન આપે છે.

કિસાન દિવસ પર ખેડૂતોને સંબોધતા વધુ માં જણાવ્યું કે ચૌધરી સાહેબને ભારતની અર્થવ્યવસ્થાનું ઊંડું જ્ઞાન હતું. તેમણે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે જો ખેડૂતો ગરીબ રહેશે તો ભારત સમૃદ્ધ નહીં બની શકે. આ વાત દેશના દરેક ખેડૂત સુધી પહોચવી જરૂરી છે.  જો આજે કોઈ વ્યક્તિ ઈમાનદારી અને યોગ્ય રીતે ખેતી કરે છે, તો તેને કોઈ નુકસાન નહીં થાય કારણ કે સરકારી યોજના તેને ટેકો આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ડબલ એન્જિન સરકાર દ્વારા એમએસપીને પ્રામાણિકપણે લાગુ કરવાનું કામ કરવામાં આવ્યું છે.

લખનૌમાં મુખ્યમંત્રી કૃષક ઉપહાર યોજના હેઠળ 51 અન્નદાતા ખેડૂતોને ટ્રેક્ટરનું વિતરણ
લખનૌમાં મુખ્યમંત્રી કૃષક ઉપહાર યોજના હેઠળ 51 અન્નદાતા ખેડૂતોને ટ્રેક્ટરનું વિતરણ

મૂર્તિના અનાવરણ બાદ યોગીજી લખનૌ પહોચ્યા 

આજે, 'ખેડૂત દિવસ' પર, ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ પર, લખનૌમાં મુખ્યમંત્રી કૃષક ઉપહાર યોજના હેઠળ 51 અન્નદાતા ખેડૂતોને ટ્રેક્ટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ખેડૂતો, કૃષિ ઉદ્યોગ સાહસિકો, એફપીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને વિકાસ બ્લોક, જિલ્લા અને રાજ્ય કક્ષાના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ આપી.

આ પણ વાંચો : kisan Diwas 2023 : ખેડૂત દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? શું છે તેનો ઈતિહાસ, જાણો

Share your comments

Subscribe Magazine

More on News

More