Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

kisan Diwas 2023 : ખેડૂત દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? શું છે તેનો ઈતિહાસ, જાણો

ભારત માં દર વર્ષે ૨૩ ડીસેમ્બેરનો દિવસ દેશના ખેડૂતોને સમર્પિત છે, કિસાન દિવસ ખેડૂતોના સમ્માન માટે ઊજવવા માં આવે છે,

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
કિસાન દિવસ
કિસાન દિવસ

શા માટે ઊજવવા માં આવે છે કિસાન દિવસ ? 

ભારત સરકારે વર્ષ 2001માં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના જન્મદિવસ 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું  હતું. કૃષિ ક્ષેત્રમાં ચૌધરી ચરણસિંહના યોગદાન અને ખેડૂતોના કલ્યાણ માટેના તેમના સંઘર્ષને સમ્માનિત કરવા માટે, તેમની જન્મજયંતિના દિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે આજના સમય માં એક ઈતિહાસ થી ઓછો નથી, પરંતુ દેશના અન્નદાતા આજે  દરેક સમસ્યા થી જુજીને દેશવાસી માટે અન્નનું ઉત્પાદન કરતા હોય છે. આવા દેશના દરેક ખેડૂતોને કૃષિ જાગરણ સંસ્થાન વંદન કરે છે,  

પૂર્વ વડાપ્રધાન ચોધરી ચરણ સિંહનું જીવન 

જીવન દેશને સમર્પિત કરનાર પૂર્વ વડાપ્રધાન  ચૌધરી ચરણ સિંહનો જન્મ જાટ પરિવારમાં થયો હતો. સ્વતંત્રતા સમયે તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે બરેલી જેલમાંથી પુસ્તકોના રૂપમાં બે ડાયરીઓ પણ લખી. આઝાદી પછી, તેઓ રામ મનોહર લોહિયાના ગ્રામીણ સુધારણા ચળવળમાં સામેલ થયા. તેમણી સાથે બીજા અનેક ક્રાંતિકારીઓ ચળવળ માં જોડાયા હતા. 

ચળવળ
ચળવળ

પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ કેટલા સમય સુધી પ્રધાન મંત્રીના પદ પર રહ્યા 

ચૌધરી ચરણ સિંહ (23 ડિસેમ્બર 1902 - 29 મે 1987) એક ખેડૂત રાજકારણી અને ભારતના પાંચમા વડાપ્રધાન હતા. તેઓ આ પદ પર 28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી રહ્યા હતા. ચૌધરી ચરણ સિંહે તેમનું આખું જીવન ભારતીયતા અને ગ્રામીણ વાતાવરણની ગરિમામાં વિતાવ્યું. આ સાથે ખુબજ યાદગાર દિવસ તરીકે ગણવા માં આવે છે, આવા મહાન પુરુષોને દેશ હમેશા માટે યાદગાર બનાવી દેતું હોય છે. 

પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ
પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ

આ પણ વાંચો : Lord Birsa Munda: ભગવાન બિરસા મુંડાની ભૂમિ પરથી દેશને 50,000 કરોડ રૂપિયાની ભેટ આપી: PM મોદી

Share your comments

Subscribe Magazine

More on News

More