Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્યની 10 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના 249 કરોડના કામોને મંજૂરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના 249 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે હવે આ નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ગ્રેવીટી મેઇન, રાઈઝિંગ મેઇન, પંપીંગ મશીનરી, પંપ રુમ અને નળ કનેક્શન વગેરે પાણી પુરવઠાના વિવિધ કામો હાથ ધરાશે.

Himanee Chauhan
Himanee Chauhan
CM Bhupendra Patel
CM Bhupendra Patel

કઈ નગરપાલિકાઓનો કરાયો સમાવેશ

આ નગરપાલિકાઓમાં ગાંધીધામ ગોંડલ, કેશોદ, રાપર, જેતલપુર-નવાગઢ, પોરબંદર-છાયા, કાલાવાડ ભાણવડ, ભુજ, કુતિયાણા નગરપાલિકા અને જુનાગઢ મહાનગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નલ સે જલ અભિયાન હેઠળ રાજ્યની આ 10 નગરપાલિકાઓ સહિત કુલ 51 નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં 702 કરોડ રૂપિયા પાણી પુરવઠાના જુદા જુદા કામો માટે રાજ્ય સરકારે મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે કુલ 249 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના કામો માટે  મંજૂરી આપી દીધી છે.

ભૂપેન્દ્ર પટેલે આ નગરપાલિકાઓની શહેરી વિકાસ વિભાગ મારફતે મળેલી વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને મંજૂરી આપતા હવે આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ગ્રેવીટી મેઇન, રાઈઝિંગ મેઇન, પંપીંગ મશીનરી, પંપ રુમ અને નળ કનેક્શન જેવા બહુવિધ કામો સંબંધિત નગરપાલિકાઓ હાથ ધરશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રીએ 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે રૂ. 249 કરોડ પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવવાની મંજૂરી આપી છે તેમાં ગાંધીધામને 116.54 કરોડ, ગોંડલ માટે  5.82 કરોડ કેશોદ 11.47, રાપર 3.92 કરોડ, જેતપુર-નવાગઢ 25.66 કરોડ, પોરબંદર-છાયા માટે 16.52, કાલાવાડ 7.52, ભાણવડ 4.07, ભુજ 41.61, કુતિયાણા 1.16 અને જૂનાગઢ મહાનગરપાલિકાના 9 અને 10 એમ બે વોર્ડ માટે 14.13 કરોડની રકમનો સમાવેશ થાય છે.

નગરો- મહાનગરોમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે નલ સે જલ અંતર્ગત રાજ્યની 10 નગરપાલિકાઓ સહિત કુલ 51 નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 702 કરોડ રૂપિયા પાણી પુરવઠાના વિવિધ કામો માટે રાજ્ય સરકારે મંજૂર કર્યા છે.

આ પણ વાંચો : આંગણવાડી ભરતી : 2022

આ પણ વાંચો : કઠોળના પાકોમાં થતા રોગો અને તેનું વ્યવસ્થાપન

Share your comments

Subscribe Magazine

More on News

More