ખેડૂતોને મળશે શાહુકારોથી રાહત
આગામી બજેટ 2022માં મોદી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની મુદ્દત વધારવાની જાહેરાત કરી શકે છે, જગતના તાતને શાહુકારોથી રાહત અપાવવા માટે અને ખેતી કરવા માટે સસ્તા વ્યાજ દર પર લોન આપવા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઉત્તમ છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં ખેડૂતોને 3 લાખ સુધી કરજ પેટે નાણાંકીય રકમ આપવામાં આવે છે. 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનુ ચોથુ બજેટ કરશે અને ખેડૂતોના હિત માટે પણ મહત્વની જાહેરાત કરી શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનનો અપાશે ફરી લાભ ?
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2022નું નવુ બજેટ રજૂ કરશે, બજેટમાં ખેડૂતોના હિતમાં સરકાર ફરી એકવાર અગત્યની ઘોષણા કરી શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે શાહુકારોની જાળમાંથી મુક્તિ અપાવવા અને ખેતી માટે સસ્તા દર પર લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) યોજના ફરીથી શરૂ કરવામાં આવી શકે છે.
સમયસર લોનની ચૂકવણી પર મળશે વિશેષ લાભ
ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લેવામાં આવેલ લોન પર 7 ટકા વ્યાજ લાગે છે, પરંતુ જો આ લોનને એક વર્ષમાં ચૂકવી દેવામાં આવે તો વ્યાજની રકમમાં ઘટાડો થઈ જશે. અને ખેડૂતોને મુદ્દલ રકમ પર માત્ર 4 ટકા જ વ્યાજ ચૂકવવાનુ રહેશે. એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતોને સસ્તા દરે લોન મળી રહેશે.
પાકનો પણ વીમો
ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શ્રેષ્ઠ છે, કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી પાકનો વીમો પણ કરાવી શકાય છે. જે અંતર્ગત જો કોઈ પણ કારણોસર પાકનો નાશ થશે તો ખેડૂતોને વળતર આપવામાં આવશે. પૂરની સ્થિતિમાં પાક પાણીમાં ડૂબી જાય અને પાક બગડી જાય અથવા દુષ્કાળ પડે અને પાક બળી જાય વગેરે જેવી પરિસ્થિતિમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખૂબ જ ઉપયોગી છે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના ફાયદા (Kisan Credit Card Benefits)
· દેશના તમામ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લઈ શકે છે.
· દેશના કુલ 14 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે
· પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી બધા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
· કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા 60 લાખ રૂપિયાની લોન કેન્દ્ર સરકાર ખેડૂતોને આપે છે.
આ પણ વાંચો : બજેટ 2022 કોને ફળશે ?
આ પણ વાંચો : આ યોજનાઓમાં કરો રોકાણ, મળશે સારો લાભ
Share your comments