મોદી 3.O ના 100 દિવસ પૂરા થતાના સાથે જ કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. જણાવી દઈએ કે મોદી સરકાર પહેલા પણ પોતાના 2 કાર્યકાલના 100 દિવસ પૂરા થતાના સાથે જ મોટી ઘોષણા કરી હતી, જેમાંથી એક કલમ 370 ને નાખુદ કરવાનો હતો. પોતાના ત્રીજા કાર્યકાલમાં પણ કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપતા 7 યોજાનાઓની શરૂઆત કરી છે, જેના સંચાલન માટે 13,966 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રૂપિયાની ફાળવણી કરતા સમય કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા ખેડૂતો માટે 13,966 કરોડ રૂપિયાની ફાળવણી કરીને 7 યોજનાઓ ચલાવવામાં આવશે.
ખાદ્યય સુરક્ષાને વધારવા માટે લેવામાં આવ્યા 7 નિર્ણય
કેન્દ્રીય કેબિનિટે બેઠકમાં કૃષિ સંબધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને દેશભરમાં ખાદ્ય સુરક્ષાને વધારવા માટે સાત મહત્વૂપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી હતી સરકારના આ નિર્ણય વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પગલાં કૃષિ ક્ષેત્રને ટેકો આપવા,ટકાઉ વિકાસને પ્રોત્સાહવ આપવા અને તમામ નાગરિકો માટે ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવૈ માટે બનાવવામાં આવ્યા છે.
આ યોજનાઓ માટે મંજૂરી આપવામાં આવી
ડિજિટલ એગ્રીકલ્ચર મિશનઃ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન માટે આ પૈસાની ફાળવણી કરવામાં આવી છે. તેને કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર આર્કિટેક્ચરની તર્જ પર વિકસાવવામાં આવી રહ્યું છે. કેટલાક સારા પાઇલોટ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે અને અમે સફળતા હાંસલ કરી છે, કુલ રૂ. 20,817 કરોડના રોકાણ સાથે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનની સ્થાપના કરવામાં આવશે.
ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે પાક વિજ્ઞાન : ખોરાક અને પોષણ સુરક્ષા માટે પાક વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનો બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યા છે. આ હેઠળ, 3979 કરોડના ખર્ચે, ખેડૂતોને હવામાન પરિવર્તન અનુસાર પાક ઉગાડવા માટે તૈયાર કરવામાં આવશે અને 2047 સુધી ખાદ્ય સુરક્ષા મળશે.
કૃષિ શિક્ષણ, વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત બનાવવું : કેન્દ્ર સરકારે કૃષિ શિક્ષણ, વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત કરવા માટે રૂ. 2,291 કરોડની યોજનાને પણ મંજૂરી આપી છે. આ અંતર્ગત કૃષિ વિદ્યાર્થીઓ અને સંશોધકોને વર્તમાન પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો:પિતાના અવસાન પછી આ યુવાને કૃષિ ક્ષેત્રમાં મુક્યો પગ, આજે છે લાખોની આવક
ટકાઉ પશુધન આરોગ્ય અને ઉત્પાદન: કેન્દ્રીય કેબિનેટે પશુધન અને ડેરીમાંથી ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ્ય સાથે ટકાઉ પશુધન આરોગ્ય અને ઉત્પાદન માટે રૂ. 1,702 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ અંતર્ગત પશુ આરોગ્ય વ્યવસ્થાપન અને પશુ ચિકિત્સા શિક્ષણ,ડેરી ઉત્પાદન અને ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે.
બાગાયતનો ટકાઉ વિકાસઃ કેન્દ્રે બાગાયતી છોડમાંથી ખેડૂતોની આવક વધારવા માટે બાગાયતના ટકાઉ વિકાસના હેતુ રૂ. 860 કરોડ મંજૂર કર્યા છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું મજબૂતીકરણ: કેન્દ્ર સરકારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મજબૂતીકરણ માટે રૂ. 1,202 કરોડ મંજૂર કર્યા છે.
કુદરતી સંસાધન વ્યવસ્થાપન: કુદરતી સંસાધન વ્યવસ્થાપન માટે રૂ. 1,115 કરોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.
Share your comments