Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બનાસકાંઠા: એક બાજુ બટાકામાં સુકારો રોગ તો બીજી બાજુ સરકારી અનાજનું જથ્થા ઝડપાયો

ચાલુ વર્ષે રાજ્યમાં બટાકાના પાકમાં સુકારો રોગ જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વઘારો જોવા મળી રહ્યું છે. બટાકામાં સુકારો રોગ ખેડૂતો માટે ચિંતાનુ વિષય બની ગયું છે. તેને દૂર કરવા માટે તમામ પ્રયાસ કરવા છતાયે કોઈ સફળતા હજું ખેડૂતોને નથી મળી રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
પુરવઠા વિભાગનું દરોડા, ઝડપાયું અનાજનો મોટો જથ્થો
પુરવઠા વિભાગનું દરોડા, ઝડપાયું અનાજનો મોટો જથ્થો

ચાલુ વર્ષે રાજ્યમાં બટાકાના પાકમાં સુકારો રોગ જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વઘારો જોવા મળી રહ્યું છે. બટાકામાં સુકારો રોગ ખેડૂતો માટે ચિંતાનુ વિષય બની ગયું છે. તેને દૂર કરવા માટે તમામ પ્રયાસ કરવા છતાયે કોઈ સફળતા હજું ખેડૂતોને નથી મળી રહી છે. ખેડૂતોની ચિંતાનું સૌથી મોટું કારણ બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થવાનું છે કેમ કે જો રોગ આવી રીતે જ બટાકાના પાક સાથે ચોંટાડી રહેશે તો ઉત્પાદન તો ઘટશે સાથે જ જે બટાકા ઉગશે તે પણ એટલો સારો નહીં હોય કે તેને ચિપ્સ કંપનિઓને વેંચી શકાય.

દૂરથી દેખાયે છે હરીયાણા પણ પાસે જાવો તો દેખાયે છે સુકારો

ખેડૂતોનું કહેવું છે કે કૃષિ અધિકારિયોને કેટલી વાર આપણે તેના વિશે જાણ કરી છે. પરંતુ તે લોકોએ ખેતરને દૂરથી જોઈને જતા રહે છે અને કહે છે કે ખેતરમાં તો હરીયાળી દેખાયે છે. જો કે પાસે જઈને જોઈએ તો બટાકાના પાકમાં સુકારો રોગ સાફ જોવા મળે છે. જેના કારણે પાક બરબાદ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે સૌથી વધું બનાસકાંઠા જિલ્લામાં 55 હજાર હેક્ટર વિસ્તારમાં બટાકાની ખેતી કરવામાં આવે છે. સિઝનમાં 16 લાખ મેટ્રિક ટન બટાકાનું ઉત્પાદન થાય છે. જોકે બાગાયત વિભાગે પાણી સિંચાઈ આપવાને લઈ માર્ગદર્શન ખેડૂતોને આપ્યુ છે.

પુરવઠા અધિકારઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા

એક બાજુ જિલ્લામાં બટાકાના પાકમાં સુકારો રોગ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ જિલ્લાની દાંતા તાલુકામાંથી પુરવઠા અધિકારિયોએ દરોડા પાડીને અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરીને ખાનગી પેઢીઓને પધરાવવામાં આવતો કૌભાંને લઈ હવે પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે.

ઈડરમાં પણ પાડવામાં આવ્યું દરોડા

જણાલી દઈએ કે દાંતાના સાથે-સાથે ઇડરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે દાંતા અને ઇડરની પેઢી વચ્ચે સરકારી અનાજના જથ્થાની લે-વેચ કરાતી હોવાનું જણાયુ હતુ. જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે હિંમતનગર પુરવઠા વિભાગની ટીમોને પણ જાણ કરાતા તેઓએ કાર્યવાહી શરુ કરી છે. જે ટીમો દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે અને મોટો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ખાસ કરીને ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યુ છે.બનાસકાંઠાની ટીમ દ્વારા મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યુ છે અને સરકારી અનાજ સગેવગે કરનારા કેટલાક વેપારીઓ અને અધિકારીઓ પર તવાઇ આવી શકે છે.

Related Topics

Banaskantha Gujarat Potato Rade

Share your comments

Subscribe Magazine

More on News

More