Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Army Recruitment : સેનામાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રક્રિયા પર ટૂંક સમયમાં લાગી શકે છે થઈ શકે છે જાહેરાત

જેમ કે અમે તમને સતત ભરતી પ્રક્રિયાની માહિતી આપતા રહીએ છીએ, ત્યારે આજે અમે સેનામાં ભરતી અંગે સમાચાર લઈને આવ્યા છીએ. સૈન્ય બળોમાં જલ્દીથી જ એક નવી સૈનિકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. અને આ પ્રસ્તાવને ટૂર ઓફ ડ્યૂટી Tour Of Duty નામ આપવામાં આવ્યુ છે.

Himanee Chauhan
Himanee Chauhan
Contract Based Recruitment Process In Army
Contract Based Recruitment Process In Army

જેમ કે અમે તમને સતત ભરતી પ્રક્રિયાની માહિતી આપતા રહીએ છીએ, ત્યારે આજે અમે સેનામાં ભરતી 2022 અંગે સમાચાર લઈને આવ્યા છીએ. સૈન્ય બળોમાં જલ્દીથી જ એક નવી સૈનિકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. અને આ પ્રસ્તાવને ટૂર ઓફ ડ્યૂટી Tour Of Duty નામ આપવામાં આવ્યુ છે.

ટૂર ઓફ ડ્યૂટીને ઓછા બજેટમાં યુવાનોને રોજગાર આપવાના ઈરાદે જલ્દી જ લોન્ચ કરવામાં આવશે, જેને લઈને લગભગ 2 વર્ષથી તૈયારીઓ પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે નોકરીનો સમય લગભગ ત્રણ વર્ષનો હોય શકે છે.

'સેનામાં થશે કોન્ટ્રાક્ટ પ્રક્રિયા'

આ અભિયાન હેઠળ ઓછા ખર્ચામાં એક નિશ્વિત ઓછા સમયના કરાર પર સૈન્ય બળોમાં અધિકારીઓ અને સૈનિકોની ભરતી કરવામાં આવશે. તેના હેઠળ નોકરીનો સમય લગભગ ત્રણ વર્ષનો હોય શકે છે. તમને જણાવી દઇએ કે કોરોના મહામારીના કારણે ગત બે વર્ષોમાં સશસ્ત્ર દળોની ભરતીમાં ખૂબ મોટો ઘટાડો થયો છે. એક સત્તાવાર રેકોર્ડ અનુસાર હાલમાં સેના, વાયુસેના અને નૌસેનામાં 1,25,364 પદ ખાલી છે. એવામાં 'ટૂર ઓફ ડ્યૂટી' હેઠળ થનાર ભરતીથી જ્યાં યુવાનોને નોકરી આપવામાં આવશે તો બીજી તરફ સરકારી ખર્ચમાં પણ ઘટાડો આવશે. 

જલ્દી જ લીલી ઝંડી મળશે

ટોચના નેતૃત્વથી પ્રસ્તાવને લીલી ઝંડી મળવાની આશા છે. આ અઠવાડિયાથી રક્ષા મંત્રાલયમાં 'ટૂર ઓફ ડ્યૂટી' પર બ્રીફિંગ આપવામાં આવી છે. આ યોજનાને 2020 માં સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે દ્રારા લાવવામાં આવ્યો હતો. તાજેતરમાં સરકારના ટોચના સ્તરો પર તેના આકાર અને દાયરા પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.ટૂર ઓફ ડ્યૂટીને ઓછા બજેટમાં યુવાનોને રોજગાર આપવાના ઈરાદે જલ્દી જ લોન્ચ કરવામાં આવશે, જેને લઈને લગભગ 2 વર્ષથી તૈયારીઓ પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે નોકરીનો સમય લગભગ ત્રણ વર્ષનો હોય શકે છે.

 

ફેરફારની આશા

આ યોજનાની અંતિમ રૂપરેખા અત્યાર સુધી સામે આવી નથી. જોકે આ નિર્ણયથી સશસ્ત્ર બળોમાં સ્થાઇ ભરતીની અવધારણામાં ફેરફારની આશા છે. નવી પ્રક્રિયામાં ત્રણ વર્ષના અંતમાં મોટાભાગના સૈનિકે ડ્યૂટી મુક્ત કરી દેવામાં આવશે. તેમને આગળથી રોજગારની તકો માટે સશસ્ત્ર બળોથી મદદ મળશે. તો બીજી તરફ ભરતી કરાયેલા શ્રેષ્ઠ યુવાનોને જો જગ્યા હોય તો તેમની સેવા ચાલુ રાખવાની તક મળી શકે છે.

આ પણ વાંચો : કૃષિ ઉડાન યોજના : વિદેશમાં પણ ખેડૂતો વેચી શકે છે પોતાનો પાક, આ યોજનાનો અત્યારે જ ઉઠાવો લાભ

આ પણ વાંચો : ડ્રેગન ફ્રૂટની ખેતી : ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને ખેડૂતો થઈ જશે લખપતિ, જાણો સંપૂર્ણ વિગત

Share your comments

Subscribe Magazine

More on News

More