Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે, કોને થશે સૌથી વધુ પરેશાની

ગુજરાતમાં ગરમી સતત પ્રકોપ વર્તાવી રહી છે, જેના કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે ઉપરાંત રોગચાળો પણ વકરી રહ્યો છે. તો હવે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગરમીમાં થોડો ઘટાડો નોંધાયો છે, અને 2 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

Himanee Chauhan
Himanee Chauhan
April 20 And 21 Gujarat Will Receive Unseasonal Rains
April 20 And 21 Gujarat Will Receive Unseasonal Rains

ગુજરાતમાં ગરમી સતત પ્રકોપ વર્તાવી રહી છે, જેના કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે ઉપરાંત રોગચાળો પણ વકરી રહ્યો છે. તો હવે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગરમીમાં થોડો ઘટાડો નોંધાયો છે, અને 2 દિવસ કમોસમી વરસાદ  વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 20 અને 21મી એપ્રિલ એટલે કે આજે અને કાલે કમોસમી માવઠુ પડી શકે છે. 20 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, દાહોદ, વડોદરા, મધ્ય ગુજરાત. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળશે અને સામાન્ય લોકોને રાહત મળશે.

વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન સોમવાર કરતાં 1.1 ડિગ્રી ગગડી 41.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.3 ડિગ્રી નોંધાયું હતું.

ખેડૂતોને નુકસાનની ભીતિ

મહત્વની વાત છે કે કમોસમી વરસાદથી સામાન્ય જનતાને તો રાહત થશે, પરંતુ ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો ઉનાળુ પાક માટે રોપણી કરી ચૂક્યા છે ત્યારે આ કમોસમી માવઠું ખેડૂતો માટે પડ્યાં પર પાટું  જેવી સ્થિતિ ઉભી કરશે. તમને જણાવી દઈએ કે ઉત્તર પશ્ચિમી પવનને કારણે રાજ્યમાં 2 ડિગ્રી જેટલી ગરમી ઘટી ગઈ છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ માટે ગર્વની વાત : રાજ્યમાં બનશે આયુષ ઔષધનું વૈશ્વિક હબ 

આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને સુરત તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. તેમ જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન સોમવાર કરતાં 1.1 ડિગ્રી ગગડી 41.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.3 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે 41.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું.

આ પણ વાંચો : બિઝનેસ આઈડિયા 2022 : શું તમને ખબર છે કે તમે ડુંગળીની પેસ્ટ બનાવીને ઘર બેઠા કરી શકો છો લાખોની કમાણી

Share your comments

Subscribe Magazine

More on News

More