Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો ઝિંક્યો, સામાન્ય લોકોને ભારે પરેશાની

અમૂલે દૂધના ભાવમાં ગયા મહિને વધારો કર્યા પછી દહીં અને છાશના ભાવમાં પણ વધારો કરવાની જાહેરાત કરી હતી. મોંઘવારી અને બેરોજગારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે બરોડા ડેરી Baroda Dairy દ્વારા દૂધના ભાવમાં રૂપિયા 2નો વધારો કરાતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

Himanee Chauhan
Himanee Chauhan
Baroda Dairy Hikes Milk Prices
Baroda Dairy Hikes Milk Prices

અમૂલે દૂધના ભાવમાં ગયા મહિને વધારો કર્યા પછી દહીં અને છાશના ભાવમાં પણ વધારો કરવાની જાહેરાત કરી હતી. મોંઘવારી અને બેરોજગારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે બરોડા ડેરી Baroda Dairy દ્વારા દૂધના ભાવમાં રૂપિયા 2નો વધારો કરાતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

બરોડા ડેરીએ દૂધના ભાવ વધાર્યા

બરોડા ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોની દૂધના ભાવ મુદ્દે સમીક્ષા બેઠક મળી હતી. જેમાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા અગાઉ દૂધની કિંમતમાં પ્રતિ લીટર રૂપિયા 2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. પરિણામે બરોડા ડેરીએ પણ દૂધનો ભાવ વધારો કરવાની તૈયારી કરી હતી.  અમૂલ દ્વારા કરાયેલા  દૂધના ભાવ વધારા બાદ બરોડા ડેરીએ પણ વધાર્યા ભાવ છે. અમૂલ ગોલ્ડ, તાઝા, સ્લિમ એન્ડ ટ્રિમના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. ચાર વર્ષમાં દૂધના ખરીદ ભાવમાં 16.66 ટકાનો વધારો થયો છે.

જનતાના ખિસ્સા પર ભારણ વધ્યું

મોંઘવારી વચ્ચે બરોડા ડેરીએ દૂધના ભાવ વધારતા વડોદરાની જનતાના ખિસ્સા પર ભારણ વધ્યું છે. પેટ્રોલ, ડીઝલ તેમજ પરિવહનના ખર્ચમાં વધારો થતાં દૂધના ભાવ વધાર્યાનું ડેરીના ચેરમેને જણાવ્યું હતું કે નવો ભાવ વધારો અમલી બની ગયો છે. અમૂલ ગોલ્ડના 500 મિલી સિવાય અન્ય પ્રોડક્ટના ભાવ વધારવામાં આવ્યા છે.અમૂલ ગોલ્ડના 500 ગ્રામ પાઉચના 30 રૂપિયા યથાવત રખાયા છે. ડેરીએ અમૂલ ગોલ્ડના પાંચ લીટર પાઉચ, અમૂલ તાજાના 6 લીટર પાઉચ, અમૂલ ગાયના 500 મિલી દૂધના પાઉચના ભાવમાં વધારો કર્યો છે.નવા ભાવની વાત કરીએ તો અમૂલ ગોલ્ડના 5 લીટર પાઉચના 290 રૂપિયા હતા જેમાં 10 રૂપિયાનો વધારો થતાં હવે 300 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ તાજા 1 લીટરના 46 રૂપિયા હતા, જેમાં લીટરે બે રૂપિયા વધારતા હવે 48 રૂપિયા ચૂકવવા પડશે. તો અમૂલ તાજાના 6 લીટર પાઉચના 250 રૂપિયા હતા તેમાં 23 રૂપિયાનો વધારો કરતા હવે 273 રૂપિયા ચૂકવવા પડશે.

અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ 500 મિલી પાઉચના 20 રૂપિયા હતા.   તેમાં 1 રૂપિયો વધારતા હવે 21 રૂપિયા ચૂકવવા પડશે.જ્યારે અમૂલ ગાયના પ્રતિ લીટર દૂધમાં બે રૂપિયા વધારાયા છે.જેથી હવે તેની લીટર દીઠ 48ની જગ્યાએ 50 રૂપિયા ચૂકવવા પડશે. તેવામાં હવે બરોડા ડેરી Baroda Dairy દ્વારા દૂધના ભાવમાં રૂપિયા 2નો વધારો કરાતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. 

આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજના : સપનાનું ઘર ખરીદવામાં આવી રહી છે અડચણ, તો આ રીતે કરો ચેક

આ પણ વાંચો : તમારા ઘરની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ ખાતું ખોલો, 44,793 રૂપિયાની માસિક આવક થશે

Share your comments

Subscribe Magazine

More on News

More