Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

એએફઓ રિપોર્ટ: દર વર્ષે 40 ટકા પાકને ખાઈ જાએ છે જીવાણું

ભારત અને વિશ્વના દરેક ખેડૂતની જે સૌથી મોટી સ્મસ્યા છે તે છે જંતુઓ-કીડો દ્વારા પાકને ખાવી જવાના. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ પ્રમાણે દર વર્ષે સમગ્ર વિશ્વના લગભગ 40 ટકા પાકને જીવજંતુ અને કીડાઓ ખાઈ જાએ છે કે પછી તેનો નાશ કરી દે છે. જેથી 16 લાખ કરોડ રૂપિયાના નાશ થવાની શાક્યતાઓ છે.

ભારત અને વિશ્વના દરેક ખેડૂતની જે સૌથી મોટી સ્મસ્યા છે તે છે જંતુઓ-કીડો દ્વારા પાકને ખાવી જવાના. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ પ્રમાણે દર વર્ષે સમગ્ર વિશ્વના લગભગ 40 ટકા પાકને જીવજંતુ અને કીડાઓ ખાઈ જાએ છે કે પછી તેનો નાશ કરી દે છે. જેથી 16 લાખ કરોડ રૂપિયાના નાશ થવાની શાક્યતાઓ છે. તેના સાથે જ . ઘાસના છોડ જેવા આક્રમક જાતિના જંતુઓથી આશરે 5.1 લાખ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ આક્રમક પ્રજાતિઓ જૈવ- વિવિધતા માટે મોટો ખતરો છે.એફએફઓ આપણી રિપોર્ટના પ્રમાણે તે માહિતી આપી છે.

શુ કારણ છે આક્રમક બનવાનો

રિપોર્ટ મુજબ જંતુઓના આક્રમક અને જોખમી બનવાનુ પાછળ મુખ્ય કારણ હવામાનનું પરિવર્તન છે. કેમ કે આ જંતુઓ બાયો-ઇકોસિસ્ટમ અને જંગલોને પણ નુકસાન પહોંચાડે છે. સંયુક્ત રાષ્ટ્રની મદદથી કરવામાં આવેલા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે આ કારણોથી અન્ન સુરક્ષા અને પર્યાવરણ સામે પણ ખતરો વધી રહ્યો છે.

આ સંશોધનમાં પાકમાં ઉભા થતા 15 પ્રકારના જીવાતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જે હવામાનમાં થતા ફેરફારને કારણે ફેલાય છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો શિયાળાનું હવામાન સામાન્ય કરતા વધુ ગરમ હોય તો જંતુઓ ફેલાવાની સંભાવનાઓ અને પાક નિષ્ફળ જવાની શક્યતાઓ વધી જાય છે..

સમગ્ર વિશ્વ માટે એક ચેતવણી છે રિપોર્ટ

આ સંશોધનનું નેતૃત્વ કરવા વાળી ઇટાલીની ટ્યુરિન યુનિવર્સિટીની પ્રો.મારીયા લોદોવિકા કહવું છે કે અમે લોકોએ તે રિપોર્ટ બનાવા માટે વિશ્વના અગ્રણિએ દેશોના 10 સંશોધનકારોના સાથ લીધા.આ સંશોધનના અહેવાલ રજૂ કરતાં ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ક્યુ ડોંગ્યુએ જણાવ્યું હતું કે આ રિપોર્ટ આપણા બધા માટે એક ચેતવણી છે કે હવામાન પરિવર્તનને કારણે આ જંતુઓનો ખતરો દુનિયાભરમાં ફેલાય શકે છે અને તે વધુ આક્રમક બની શકે છે.

રિપોર્ટ અનુસાર ફોલ આર્મીવર્મ જેવા જંતુઓ મકાઈ, જુવાર અને બાજરી સહિતના અન્ય ઘણા પાકને પણ નુકસાન પહોંચાડે છે. આ જંતુઓ વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાય છે. બદલાતી આબોહવા સાથે રણના તીડમાં પણ ઘણા ફેરફાર થઈ રહ્યા છે. પાક માટે આ વિશ્વના સૌથી ખતરનાક આક્રમક જીવાતો છે.

ભારતમાં પણ વધી રહ્યો છે આક્રમક જંતુઓ

પાક પરના જીવાતોના હુમલાથી ભારત અસ્પૃશ્ય નથી. વર્ષ 2018-19માં, પાનખર આર્મીવોર્મથી પાકને મોટા પાયે નુકસાન થયું હતું. ત્યારે વર્ષ 2019-20માં તીડના હુમલાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી.વર્ષ 2019 માં, તીડે 200 થી વધુ વખત હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકને ઘણું નુકસાન થયું હતું.

નિષ્ણાતો કહે છે કે ભારતીય હવામાન ફોલ આર્મીવોર્મ નામના વિદેશી કૃમિ માટે ખૂબ જ યોગ્ય છે, તેથી તેનો પ્રકોપ વધી રહ્યો છે. આ ઉપરાંત તીડના જૂથ પણ સામાન્ય રીતે દેશમાં સરેરાશ 10 કરતા પણ ઓછા વખત હુમલો કરે છે.

1 તીડના જૂથમાં 10 અરબ તીડ

તીડ એક જૂથમાં અંદાજે 10 અબજ તીડ હોઈ શકે છે, જે સેંકડો કિલોમીટરમાં ફેલાય જાય છે. તીડ એક દિવસમાં 200 કિ.મી. સુધીનું અંતર કાપી શકે છે.પુખ્ત તીડનું વજન લગભગ 2 ગ્રામ છે, જે દરરોજ તેના વજનની બરાબર પાક ઉઠાવી શકે છે ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો તીડ અંદાજીત 35 હજાર લોકોના ખોરાક બરાબર પાક તેમજ છોડને ચટ કરી જાય છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રયત્નો કરવા જરૂરી

સંશોધનકારોના જણાવ્યા મુજબ જ્યારે પાકના અડધાથી વધુ ઉભરાતી બીમારીઓથી પાકના વેપાર અને તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવાથી ફેલાય છે. ત્યારે તેમના ફેલાવાને રોકવા માટેની વધુ સારી અને વધુ ઉન્નત રીતો, તેમજ તેમની સાથે સંબંધિત જોડાયેલી નીતિઓ મહત્વપૂર્ણ બની જાય છે.

ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓ ર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ક્યુ ડોંગ્યુના જણાવ્યા મુજબ  ટકાઉ વિકાસ માટે છોડનું આરોગ્ય અત્યંત મહત્વનું છે.હવામાન પરિવર્તનનું નિયંત્રણ  જે પાકને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે, તે પણ  ખૂબ મહત્વનું છે.જો પાકને નષ્ટ કરનારા જંતુઓ એક દેશ પર હુમલો કરે છે, તો પછી તેમના અસરકારક સંચાલન અન્ય દેશો માટે પણ મહત્વપૂર્ણ બને છે. તેની અસરો ઘટાડવા આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગની જરૂર છે.

Related Topics

AFO Report Crops Germs Farmer

Share your comments

Subscribe Magazine

More on News

More