Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બજારમાં વેચાઈ રહ્યું છે ભેળસેળયુક્ત બદામ, આવી રીતે કરો ઓળખાણ

આજના સમયમાં બજારમાં માલની ખાતરી કોઈ આપી શકતું નથી. વધતી જતી માંગને પહોંચી વળવા તમામ પ્રકારની ભેળસેળ કરવામાં આવી રહી છે. વધુ નફો મેળવવા માટે લોકો એટલી બધી ભેળસેળ અને બ્લેક માર્કેટિંગ કરે છે કે આપણે અને તમે વિચારી પણ નથી શકતા.

Amansinh Jadeja
Amansinh Jadeja
નકલી-અસલી બદામમાં તફાવત
નકલી-અસલી બદામમાં તફાવત

આજના સમયમાં બજારમાં માલની ખાતરી કોઈ આપી શકતું નથી. વધતી જતી માંગને પહોંચી વળવા તમામ પ્રકારની ભેળસેળ કરવામાં આવી રહી છે. વધુ નફો મેળવવા માટે લોકો એટલી બધી ભેળસેળ અને બ્લેક માર્કેટિંગ કરે છે કે આપણે અને તમે વિચારી પણ નથી શકતા. જો કે  ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન તમારા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે અનેક ગંભીર બીમારીઓનો ખતરો રહે છે. એટલું જ નહીં, ડાયાબિટીસ અને પેટ સંબંધિત જીવલેણ રોગો પણ મોટાભાગે ભેળસેળયુક્ત વસ્તુઓના સેવનથી થાય છે.

આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ ઘટાડવાથી ત્વચાના રોગો સુધી આ છે તુલસીના 8 મોટા ફાયદા

ખાસ કરીને તહેવારોની સીઝનમાં ડ્રાયફ્રૂટ્સની માંગ મર્યાદાથી વધી જાય છે. આવી સ્થિતિમાં આ માંગને પહોંચી વળવા માટે ઘણી બધી ભેળસેળ કરવામાં આવે છે. હાલ બજારમાં ભેળસેળ વાળું કાજુ, બદામ, સુખી દ્રાક્ષ મોટા પાચે વેચાઈ રહ્યું છે. જેની ઓળખાણ કરવું ખૂબ જ જરૂરી છે. નહીતર તમારૂ સ્વાસ્થ બગડી શકે છે.

બજારમાં વેચાઈ રહ્યું છે ભેળસેળ વાળું બદામ

બજારમાંથી બદામ ખરીદતી વખતે, સામાન્ય લોકો એ તફાવત કરી શકતા નથી કે તેઓ જે વસ્તુ ખરીદેને ઘરે લઈ જઈ રહ્યો છે. તે શરીરને ષોષક આપતી અસલી વસ્તુ છે કે પછી નકલી. કેમ કે આ વસ્તુઓમાં એવી રીતે ભેળસેળ કરવામાં આવે છે કે તે બિલકુલ અસલ જેવી જ દેખાય છે. પરંતુ કેટલીક ટિપ્સ અપનાવીને તમે અસલી અને નકલી બદામ વચ્ચેનો તફાવત કરી શકો છો. જણાવી દઈએ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) પણ અસલી અને નકલી ખાદ્ય ઉત્પાદનોને ઓળખવા માટે સમયાંતરે કેટલાક સૂચનો જારી કરે છે. જેમાંથી એક સૂચના બદામની ઓળખાણને લઈનેને છે.

આવી રીતે કરો અસલી અને નકલી બદામની ઓળખાણ

એફએસએસએઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચના મુજબ ભેળસેળ વાળું બદામની ઓળખાન કરવા માટે તેને તમારી હથેળી પર ઘસો. જો બદામને ઘસવાથી તેનો રંગ ઉતરીને હાથ પર ચોંટાડી જાય છે તો સમજી જવો કે કે નકલી અને ભેળસેળયુક્ત બદામ છે. જો આવું થાય છે તો તેનો અર્થ તે થયું કે તેને બનાવવા માટે પાવડર અને કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બદામનું રંગ જણાવી દેશે તેની વાસ્તવિકતા

અસલી બદામની ઓળખાન તમે તેના રંગથી પણ કરી શકો છો. અસલી બદામનું રંગ આછો ભૂરો હોય છે તેમ જ નકલી બદામનો રંગ ઘાટો ભૂરો હોય છે. અસલી અને નકલી બદામને ઓળખવા માટે તેને કાગળ પર થોડીવાર દબાવી રાખો. જો આમ કરવાથી, કાગળ પર તેલના નિશાન દેખાવા લાગે તો સમજી જજો કે બદામ અસલી છે. આ સિવાય અસલી અને નકલી બદામને તેના પેકિંગ પરથી પણ ઓળખી શકાય છે. તેને ખરીદતી વખતે પેકિંગ પર લખેલી વસ્તુઓને ધ્યાનથી વાંચો. ઘણી વખત ભેળસેળ કરનારાઓ બ્રાન્ડના પેકિંગની નકલ કરીને બજારમાં વેચે છે જેને સરળતાથી ઓળખી શકાય છે.

Related Topics

Almonds Market Fake Health

Share your comments

Subscribe Magazine

More on News

More