ભારતમાં અરહરનું સંકટ આવતા મહિના સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે. તેનું કારણ એ છે કે આ વર્ષે અરહરની વાવણીમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2018-19 થી 2022-23 સુધી વચ્ચે અરહરની વાવણીનો સામાન્ય વિસ્તાર 45.55 લાખ હેક્ટર હતો, જો કે ચાલૂ ગાળામાં અત્યાર સુઘી 45.78 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો છે. પરંતુ આ વર્ષે સરકારે 49 લાખ હેક્ટરમાં અરહરની વાવણીનો લક્ષ્યાંક રાખ્યો છે, જો કે અત્યાર સુધીમાં વણીના અંતિમ આંકડા હજુ આવ્યા નથી. આવી સ્થિતિમાં સપ્ટેમ્બર સુધીમાં અરહરના વિસ્તાર વધુ વધવાની ધારણા છે. આ વર્ષે અત્યાર સુધીમાં કર્ણાટકમાં 15.67 લાખ હેક્ટર, મહારાષ્ટ્રમાં 12 લાખ હેક્ટર અને મધ્ય પ્રદેશમાં 4 લાખ હેક્ટરમાં અરહરનું વાવેતર થયું છે.
દાળની કિંમત રૂં. 200/કિલોને પાર
છેલ્લા બે વર્ષ અરહરની વાવણી માટે ખૂબ જ ખરાબ રહ્યા છે. વર્ષ 2022-23માં માત્ર 40.68 લાખ હેક્ટર અને વર્ષ 2023-24માં 40.72 લાખ હેક્ટરમાં જ અરહરનું વાવેતર થઈ શક્યું, કારણ કે બંને વર્ષોમાં તેના સૌથી મોટા ઉત્પાદક રાજ્યો કર્ણાટક અને મહારાષ્ટ્રમાં હવામાન અનુકૂળ ન હતું. તેના કારણે ઉત્પાદન ઘટ્યું અને અમારે મોટા પાયે તેની આયાત કરવી પડી. પરિણામ એ છે કે અરહર દાળની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગઈ.
માંગ અને પુરવઠા વચ્ચે શું તફાવત છે?
ભારતમાં દર વર્ષે લગભગ 45 લાખ ટન અરહર દાળનો વપરાશ થાય છે, જ્યારે વિસ્તાર ઘટવાને કારણે તેનું ઉત્પાદન 2023-24માં ઘટીને માત્ર 33.85 લાખ ટન થયું હતું. માંગ અને પુરવઠામાં લગભગ 11 લાખ ટનની અછત હતી. જેના કારણે ભાવમાં વધારો થયો હતો. જો કે, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને આ વર્ષે સરકારને 49 લાખ હેક્ટરમાં અરહરના વાવણીનો લક્ષ્યાંક રાખ્યો છે.
મકાઈની વાવણીનો બન્યો રેકોર્ડ
વધુ માહિતી માટે જણાવી દઈએ કે આ વર્ષે અરહરના વાવેતરના સાથે સાથે મકાઈ, મગફળી, સોયાબીન અને શેરડીનું ઉત્પાદન પણ વધી શકે છે. કારણ કે વાવણી વિસ્તાર વધ્યો છે. સારી વાત એ છે કે દેશને જે પાકની વધુ જરૂર હતી તેનો વિસ્તાર વધ્યો છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 16 ઓગસ્ટ સુધી દેશમાં 87.23 લાખ હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે, જ્યારે તેનો સામાન્ય વિસ્તાર 76.96 લાખ હેક્ટર છે. જો કે, સરકારે આ વર્ષે 89.81 લાખ હેક્ટરમાં મકાઈની વાવણીનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાં મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનને સૌથી વધુ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
સોયાબીનની સ્થિતિ
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે 16 ઓગસ્ટ સુધી સોયાબીનનું વાવેતર 125.11 લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે દેશમાં તેનો સામાન્ય વિસ્તાર માત્ર 122.95 લાખ હેક્ટર છે. સોયાબીન એ મુખ્ય તેલીબિયાં પાક છે, તેથી તેની વાવણીમાં જેટલો વધારો થાય તેટલું સારું. કેન્દ્ર સરકારે 128.6 લાખ હેક્ટરમાં તેની વાવણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં મધ્યપ્રદેશને 55.7 લાખ હેક્ટર અને મહારાષ્ટ્રને 50.8 લાખ હેક્ટરમાં વાવણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જણાવી દઈએ આ બંને રાજ્યોએ તેમની વાવણીનું લક્ષ્ય લગભગ પૂર્ણ કરી લીધું છે.
Share your comments