છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહ્યો છે. દેશના ઘણા વિસ્તારોમાં જરૂરિયાત કરતા વધારે વરસાદ ખાબકી પડ્યો છે તો કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદની ઘટ છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ધૂમ મચાવી રહ્યો હોવા છતા પણ હજુ રાજ્યમાં 28 ટકા ઘટ જણાઈ રહી છે.
બંગાળની ખાડામાં લો પ્રેશર
રાજ્યમાં અત્યાર સુધીમાં 242 મિમી વરસાદ થયો છે. સમય પ્રમાણે વાત કરવામાં આવે તો આ સમયે રાજ્યમાં 336 મિમી વરસાદ થવો જોઇતો હતો. હવામાન ખાતાની જાણકારી મુજબ અત્યારે હાલમાં બંગાળની ખાડામાં લો પ્રેશર સર્જાઈ રહ્યુ છે પરંતુ તેના કારણે ગુજરાતને કોઈ ફાયદો થઈ શકે તેમ નથી. છેલ્લા એક અઠવાડિયામાં ઘણી ખરી જગ્યાએ સારો એવો વરસાદ થવાના કારણે રાજ્યમાં વાવેતરના પ્રમાણમાં વધારો થતો જોવા મળ્યો છે
28 ટકા વરસાદની ઘટ
રાજ્યમાં વરસાદને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં બે દિવસ છૂટો છવાયો વરસાદ પડશે. આવતી કાલથી રાજ્યમાં વરસાદની ગતિ થોડી ઓછી થશે. હાલ રાજ્યના અમુક વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડવાની પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. જો કે, રાજ્યમાં હજી પણ 28 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.
વરસાદને કારણે વાવેતરમાં વધારો થયો
રાજ્યમાં સારા વરસાદને કારણે વાવેતરમાં વધારો થયો છે. મગનું 53 હજાર હેક્ટર વિસ્તારમાં 63 ટકા વાવેતર થયું છે. સોયાબીનનું 2.17 લાખ હેક્ટર વિસ્તારમાં 168 ટકા વાવેતર થયું છે. કપાસનું 21.77 લાખ હેક્ટર વિસ્તારમાં 85 ટકા વાવેતર થયું છે. શાકભાજીનું 1.71 લાખ હેક્ટર વિસ્તારમાં 70.94 ટકા વાવેતર થયું છે.
Share your comments