કૃષિ પેદાશો નું મૂલ્યવર્ધન કઈ રીતે કરવું ?
બાગાયતી પાકો તથા અન્ય કૃષિ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન નીચેદર્શાવ્યા મુજબ કરી શકાય.
1.પેક હાઉસ
સ્વચ્છ પાણીથી ધોઈ કદ, વજન તથા ગુણવત્તાના આધારે વર્ગીકરણ કરી જરૂરિયાત મુજબ પ્લાસ્ટિક બેગ, બોક્ષમાં પેક કરી બજારમાં વેચી શકાય છે.
ઉદાહરણ- પકવેલી કેરી- ડઝન પેક, ૫ કિગ્રા, ૧૦ કિગ્રા, ૨૦ કિગ્રા બોક્ષ જાંબુ અને ચીકુ- બોક્ષ પેકિંગ
2 સુકવણી
ફળો જેવા કે ચીકુ કેરી જાંબુ વગેરેને સ્વચ્છ પાણીથી ધોઈ યોગ્ય કદમાં કાપી બે થી ત્રણ દિવસ સુધી સૂકવણી કરી ચિપ્સ બનાવી પેકિંગ કરી શકાય તથા સુકવણી પછી ગ્રેડિંગ કરી પાવડર બનાવી શકાય.
3. શરબત તથા જ્યુસ
કોઈપણ ફળ તથા શાકભાજી જેમનો જ્યુસ/ પલ્પ કાઢી તેમાં યોગ્ય ખાંડ પાણીનું મિશ્રણ કરી ગરમ પાણી કરી તેનાથી શરબત બનાવી શકાય.
4. કોલ્ડ ચેઇન
ફળ તથા શાકભાજીને યોગ્ય પ્રાથમિકતા પદ્ધતિથી ધોઈ સૂકવી કોલ ચેમ્બરમાં ૬ થી ૧૨ મહિના સુધી સાચવી શકાય છે. જ્યારે ઋતુ નહીં હોય ત્યારે તથા બજારમાં માંગ વધતા પેક કરી વેચી શકાય છે.
ઉદાહરણ
બટાકા, ભીંડા,કેરીરસ, જમરૂખ રસ, સીતાફળ રસ આ સિવાય પણ અથાણા, કેન્ડી અને બીજું ઘણી રીતે આપણે કૃષિ ઉત્પાદનને મૂલ્યવર્ધન કરી શકીએ છીએ. ખેડૂતો પોતાના ની આવડત રોકાણની ક્ષમતા ઉત્પાદનનો પ્રકાર બજાર ની માંગ સરકારશ્રી તરફથી મળતી યોજનાઓ વગેરે જેવા મુદ્દા ધ્યાનમાં લઇ કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી સારો ભાવ મેળવી શકે છે.
કેમ જરુરી છે વિવિધ પાકોનું મૂલ્યવર્ધન ?
- ખેડૂતોના નફાકારકતા માટે
- સમાજના ખેડૂતો અને નબળા વર્ગોના સશક્તિકરણ માટે
- ગ્રાહકોને સલામત ગુણવત્તાવાળું અને બ્રાન્ડેડ પ્રોસેસ્ડ ફૂડ પૂરો પાડવા
- પાકો ની લણણી પછી નુકસાન ઘટાડવા
- આયાતમાં ઘટાડો તથા નિકાસમાં વધારો કરવા
- ગામડાના રોજગારનું સર્જન કરવા
- ઋતુ પ્રમાણે ફળ અને શાકભાજીનો આનંદ મેળવવા
- બારેમાસ કોઈ પણ ફળ તથા શાકભાજીને બજારમાં મૂકવા
- પોષણયુક્ત ખોરાક આપવા
- ખોરાકને લાંબા સમય સુધી ટકાવવા
- કાચી કૃષિપેદાશો ને ખાવા યોગ્ય બનાવવા
Share your comments