આજકાલ વધારે પડતાં રસાયણોના ઉપયોગ ના લીધે જમીન ,પાણી અને ખાધ પદાર્થોમાં રહી જતાં અવશેષો માનવની તંદુરસ્તીને અને પર્યાવરણ સામે મોટો પડકાર ઉભો થયો છે. એના લીધે આજકાલ ઓર્ગેનિક ખેતીની (Organic Farming) ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને તેમાં સફળતા પણ મેળવી રહ્યા છે. આ ખેતીમાં કુદરત દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનો સંપૂર્ણપણે ઉપયોગ થાય છે. આ ખેતી લાંબા સમય સુધી કરી શકાય છે, તેની કિંમત ઓછી છે તેમજ તેની પ્રોડક્ટ્સ નાં ભાવ પણ સારા મળે છે. જેથી ખેડૂતોને તેમાં ફાયદો થશે.આ ખેતી પદ્ધતિ અપનાવવા થી ખેડૂત પોતાનીજ વસ્તુનું પોતાનાજ ખેતર માં ફરીથી વાપરાસ કરતાં થશે જેથી કરીને બહારથી મોંઘા ભાવથી વસ્તુઓ ખરીદવી નહીં પડે અને જો શરૂઆતમાં થોડું ઉત્પાદન ધટે એવું લાગે છે પરંતુ તેની સામે ઓર્ગેનિક પ્રોડક્ટના ભાવ સારા મળી જતા તે સરભર થઈ જાય છે અને સામે ઈન્પુટ ખરીદી ખર્ચ ઓછો આવે છે.
સજીવ ખેતી/ઓર્ગેનિક ખેતીને ટકાઉ બિઝનેસ મોડલ તરીકે વિકસાવી શકાય છે. ઘણા ખેડૂતો આ કરવા માટે આગળ આવી રહ્યા છે. અને અત્યારે બધાજ ખેતીના ઈન્પુટ દિવસેને દિવસે મોંઘા થતાં જાય છે જેથી ખેડૂત ભાઈઓ આ પદ્ધતિ તરફ ધીરેધીરે આગળ વધતાં થયા છે અત્યારે ભારતમાં ઓર્ગેનિક ખેતી કરવા જતાં ઘણી મુશ્કેલીઓ આવે છે. તેથી ઓર્ગેનિક ખેતી કરતા પહેલા આ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે.જેમાં મુખ્ય સમસ્યા માર્કેટિંગ નો છે જેમાં ખેડૂતે જાતે વેપારી બનવું પડશે, અને ખેડૂતે પોતાની વસ્તુનું જાતે વેસાણ કરતાં થવું પડશે,અને પોતાની વસ્તુનું માર્કેટ જાતે ગોતવું પડશે, અને વેપારી બનવું પડશે.
માહિતી સ્ત્રોત - જયેશ મારૂ (સામાજિક કાર્યકર) મો:- ૯૯૯૮૧૫૬૦૭૭ ગૌતમ સોલંકી, (M.Sc. Agri,Gold Medalist) મો:- ૭૭૭૮૮૨૨૭૬૬ ડૉ.લાલજી ગેડીયા (ખેતીવાડી અધિકારી,ભાવનગર) મો:- ૯૬૦૧૩૩૨૫૮૭
Share your comments