કેસરનું વાવાતર ઘણા સમય બાદ પણ કરવામાં આવે તો પણ કેસરનું વધારે ઉત્પાદન થઈ શકતુ નથી. જો સાડા પાંચ હજાર ચોરસ ફુયમાં કેસરની ખેતી કરવામાં આવે ત્યારે માત્ર 50 ગ્રામ કેસરનું ઉત્પાદન મળે છે.
કેસરની ખેતી
કેસરનું નામ પડતા જ તામારા મનમાં વિચાર આવતો હશે કે તેનો ભાવ કેટલો હશે તો તમને જણવી દઈએ કે કેસર આજ કાલ બજારમાં 1 લાખ રૂપિયા પર કિલોગ્રામના ભાવે વેચાય છે જે સામાન્ય માણસોએ ખરીદવા માટે કેપેસીટી બહાર છે. કેસર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું ધાર્મિક રીતે પણ મહત્વ છે. બજારમાં કેસર ખૂબ જ મોંઘા ભાવે મળે છે, પરંતુ શું તમે જાણો છો કે કેસર એટલું મોંઘું કેમ છે? કેસરના વાવેતરથી લઈ અને બજારમાં વેચાણ સુધીની તેની પ્રક્રિયા મુશ્કેલ અને સમય માગી લે તે પ્રકારની છે. આ સ્થિતિમાં જાણો કેવી રીતે તેની ખેતી થાય છે, જેના કારણે તે ખૂબ મોંઘુ છે.
વધુ જમીન હોવી જોઈએ
કેસરના ભાવ ખૂબ વધારે હોય છે, લાંબા અંતરે ખેતી કર્યા બાદ પણ ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. લગભગ સાડા પાંચ હજાર ચોરસ ફૂટમાં વાવેતર કરવામાં આવે તો માત્ર 50 ગ્રામ કેસર મળે છે. જો તમારે એક કિલો કેસરનું ઉત્પાદન કરવુ હોય તો પણ તમે ગણતરી કરી લો કે કેટલી જમીનમાં તમારે કેસરના છોડ વાવવા જોઈએ.
15 વર્ષ સુધી કેસર મેળવી શકાય છે
એક વાર કેસરનું વાવેતર કર્યા બાદ તેમાં 15 વર્ષ સુધી ફૂલ આવે છે અને પંદર વર્ષ બાદ તેના છોડને કાઢી ફરીથી બીજા નવા છોડનું વાવેતર કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કેસરના મોટા મોટો ઝાડ નથી હોતા કેસરના નાના નાન છોડ હોય છે જેમાં ફક્ત એક ફૂલ પાંદડાની જેમ નીકળે છે અને ફુલ સીધું બહાર આવે છે અને જે ફુલ હોય તેમાંથી કેસર બને છે. કેસરનો છોડ લસણ અને ડુંગળીના છોડ જેવો દેખાય છે. કેસરના એક છોડમાં માત્ર એક જ ફુલ લાગે છે જેમાં પાંદડાની વચોવચ 6 બીજા પાંદડા નીકળે છે, જે ફૂલોના પુંકેસર જેવા હોય છે.
કેસરના રેસામાંથી બને કેસર
કેસરનો છોડ જેમ તેમ કરીને માત્ર બેથી ત્રણ ઇંચનો જ થાય છે અને તેમાં કેસરના બે કે ત્રણ રેસાઓ હોય છે જે લાલ રંગના હોય છે. જ્યારે ત્રણ રેસા પીળા રંગના હોય છે જે બીન ઉપયોગી છે. આ સ્થિતિમાં દરેક ફૂલોમાંથી માત્ર કેસરના રેસા જ કાઢવાના હોય છે. અંદાજે 160 કેસરના રેસા બહાર કાઢવામાં આવે ત્યારે તેમાંથી માત્ર એક ગ્રામ કેસર બનાવી શકાય છે. આમ, ઘણી મહેનત બાદ એક ગ્રામ કેસર મળે છે.
કેસરની વાવનણી ઓગસ્ટમાં કરવામાં આવે છે
જો આપ કેસરની ખેતી કરવા માગો છો તો આપને જણાવી દઈએ કે કેસરનું વાવેતર ખાસ કરીને ઓગસ્ટમાં કરવામાં આવે છે અને તેાના છોડ પર ફૂલો આવવાનું ઓક્ટોબર-નવેમ્બરમાં શરૂ થઈ જાય છે. આમ કેરસના છોડ પર એક મહિના સુધી ફુલ આવતા રહે છે. કેસર માટેની સિંચાઈ કુદરતી છે અને તેમાંથી ફૂલો કાઢવામાં ઘણી મહેનત છે. જેથી મજૂરી ખર્ચ ખૂબ વધારે લાગે છે.
ભારતમાં માત્ર કાશ્મીરામાં જ ખેતી થાય છે
ભારતમાં માત્ર કાશ્મીરમાં કેસરની ખેતી થાય છે, કારણ કે ત્યાં ખાસ લાલ રંગની માટી છે, જેમાં કેસરની ખેતી કરવામાં આવે છે. કેસર મોંઘું હોવા છતાં અનેક લોકો તેનો ઉપયોગ કરે છે. કેસરની ખેતીમાં ખૂબ ખર્ચ થાય છે અને ઓછા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે તેથી પણ ભાવ વધારે હોય છે.
Share your comments