પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાળિયેરીમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. નાળિયેરીનાં પાંદડામાં સફેદ જીવાન જોવા મળે છે. આજે સર્પકારમાં ઇંડા મુકે છે. આ જીવાતનો ઉપદ્રવ પાકનો નાશ નથી કરતો પરંતુ તેની સામાન્ય દેહધાર્મિક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે.
ગુજરાતમાં નાળિયેરીનું વાવેતર 20,932 હેકટર વિસ્તારમાં છે. નવસારી, વલસાડ, સુરત, જૂનાગઢ, કચ્છ અને ભાવનગર જિલ્લાઓમાં નવું વાવેતર થઇ રહ્યું છે.
લોકો ધીરે ધીરે બાગાયત પાકો તરફ વળી રહ્યા છે.જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાં નાળિયેરી મુખ્ય બાગાયત પાક છે. સમશીતોષ્ણ હવામાન ઘણું માફક આવે છે.
આ પણ વાંચો : રાયડો પકવતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય: ખેડૂતો હવે રૂ.૫૪૫૦ પ્રતિક્વિન્ટલ ટેકાના ભાવે રાયડો વેચી શકશે
ઉષ્ણતામાનમાં બહુ જ મોટા ફેરફાર ન થતાં જયાં ભેજનું પ્રમાણ બારેમાસ જળવાઈ રહેતું હોય તેવું હવામાન નાળિયેરીનાં ફાલ બેસવા માટે ઘણું જ અનુકૂળ છે. વિસ્તારનું સરેરાશ ઉષ્ણતાપમાન 21 સે. થી નીચે રહેતું હોય ત્યાં ઝાડનાં ફૂલના કોતરા નીકળવાનું બંધ થઈ જાય છે.
Share your comments