સામાન્ય રીતે નાળિયેરી પાક દરીયાકાંઠા વિસ્તારનો મુખ્ય પાક ગણવામાં આવે છે. વર્ષો સુધી નિયમીત રીતે બારેમાસ ફળો આપવા, તથા ઝાડના થડથી પાન, પાનની દાંડલી, ફળના છાલા, કાચલી, કોપરૂ, પાણી વગેરે દરેક વસ્તુ માનવજીવનમાં એક યા બીજા રૂપે ઉપયોગમાં આવતી હોવાથી આ પાક બાગાયતી પાકોમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
નાળિયેરીનો પાક એ રોકડિયા પાક જેવો છે
આ એક રોકડીયા પાક જેવો પાક છે, કે જયારે ખેડુતને નાણાંની જરૂર પડે ત્યારે ઝાડ પર રહેલા કાચા કે પાકા નાળિયેર ઉતારી બજારમાં વેચી નાણાં મેળવી શકે છે. આમ આ ઝાડની ઉપયોગીતાનાં કારણે આ ઝાડને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. ડો. પંકજ પી. ભાલેરાવ, મદદનીશ પ્રાધ્યાપક, અસ્પી બાગાયત–વ– વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી જણાવે છે કે નાળિયેરીમાં વધારે ઉત્પાદન મેળવવા તથા નફાકારક ખેતી માટે જાત તથા રોપની પસંદગી અને રોપણી જેવા મુદદાઓ ખુખજ મહત્વનો ભાગ બજાવે છે.
જાતની પસંદગી
નાળિયેરીમાં ત્રણ પ્રકારની જાતો હોય છે. પશ્ચિમ કિનારાની ઉંચી જાત, ઠીંગણી અને હાયબ્રીડ જાતો. પશ્ચિમ કિનારાની ઉંચી જાત, ઠીંગણી (લીલી) અને હાઈબ્રીડ ડી × ટી અને ટી × ડી જાતોના ગુણધર્મો ભિન્ન પ્રકારના છે અને દરેકની અલગ ખાસિયતો છે જે નીચે જણાવેલ કોઠામાં દર્શાવેલ છે.
કોઠો
સામાન્ય રીતે વહેલી ફળ આપતી હાઈબ્રીડ જાતને પ્રથમ પસંદગી આપવી. કારણકે આ જાત દેશી કરતા લગભગ દોઢ થી બમણુ ઉત્પાદન આપે છે. તેના મોટા ફળો પાણી તથા કોપરા બંને માટે ઉપયોગમાં લઈ શકાય છે.
આમ છતા કોઈ ખેડુત ભાઈઓ માત્ર કાચા નાળિયેરના વેપાર માટે જ ખેતી કરવા માંગતા હોય તો ઠીંગણી જાતની રોપણી કરવી વધુ સારી છે. કારણ કે આ જાત ટુંકા અંતરે વવાતી હોય લગભગ ૧૦૦ ઝાડ/હેકટરે વધુ વાવી શકાય છે. જેથી હેકટર દીઠ ફળનું ઉત્પાદન વધારે મળે છે. તેમજ ફળો આપવાની શરૂઆત પણ ઘણીજ વહેલી એટલે કે, ૩ થી ૪ વર્ષમાં થઈ જાય છે.
Share your comments