શાકભાજી પાકોમાં મરચા એક મુખ્ય સ્થાન ધરાવે છે. તેનો ઉપયોગ શાકભાજી, મસાલા અને અથાણ સ્વરૂપમાં કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈબ્રિડ મરચાની જાતો ખૂબ જ પ્રચલિત છે, જેના દ્વારા વિશેષ લાભ મેળવવામાં આવે છે તથા તે જાતો ઝેરી રોગોથી બચાવવા માટે પણ સક્ષમ હોય છે, પણ રોગ અને કીટકોથી મરચાને ઘણુ નુકસાન થાય છે. આજે આપણે મરચાના પાકના મુખ્ય રોગો અને તેના ઈલાજ અંગે જાણકારી મેળવશું.
મરચીના પાકમાં આવતા રોગ અને તેના પર નિયંત્રણ
આદ્ર ગલન (ડેમ્પિંગ ઓફ):
આ રોગનો પ્રકોપ મરચાની નર્સરીમાં જમીન જનિત ફૂગને લીધે થાય છે. આ રોગ નર્સરીમાં નવજાત છોડને જમીનની સપાટી પર આક્રમણ પહોંચાડે છે. રોગને લીધે છોડ અંકૂરણ અગાઉ અને બાદમાં પણ કરમાઈ જાય છે. અસરગ્રસ્ત છોડ જમીનની સપાટી પર ખરી પડે છે. પાણીના વધારે વપરાશને લીધે રોગની ઉગ્રતા વધી જાય છે.
આદ્ર ગલનના રોગ પર નિયંત્રણ મેળવવાનો ઉપાય
- વાવેતર અગાઉ શુદ્ધ અને સ્વસ્થ્ય બીજ કામમાં લેવા જોઈએ.
- વાવેતર અગાઉ થિરામ અથવા કેપ્ટન અથવા બાવિસ્ટિન 2.5 ગ્રામ પ્રતિ કીલો બીજ દરથી ઉપચારીત કરી વાવેતર કરવું જોઈએ.
- નર્સરીમાં જળ નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
- નર્સરીમાં છોડ ઉગવાથી ક્યારીઓને 0.2 ટકા (2 ગ્રામ દવા પ્રતિ લીટર પાણી) કેપ્ટન અથવા બાવિસ્ટીનના મિશ્રણથી સિંચાઈ કરવી જોઈએ.
ફળ ખરવા કે કરમાવાનો રોગઃ
આ રોગ કોલેટોટ્રાઈકમ નામની ફૂગને લીધે થાય છે. છોડની ડાળખી ઉપરથી સુકાવાની શરૂઆત થાય છે અને નીચે સુધી સુકાઈ જાય છે. આ રોગના પ્રકોપને લીધે ફળો પર ભૂરા રંગના ધબ્બા પડી જાય છે અને બાદમાં ફળ ખરવા લાગે છે. પાકેલા ફળો પર ભૂરા ધબ્બા પડી જાય છે અને બાદમાં ફળ ખરવા લાગે છે. પરિપક્વ ફળ પર ભૂરા ધ્બા મોટા થઈ ચક્રનું સ્વરૂપ ધારણ કરી લે છે અને તેનો રંગ કાળો થઈ જાય છે.
ફળ ખરવા કે કરમાવાનો રોગ નિયંત્રણ મેળવવાનો ઉપાય
- વાવેતર અગાઉ થિરામ અથવા કેપ્ટન 2.5 ગ્રામ પ્રતિ કીલો પ્રમાણે બિયારણનું વાવેતરનો ઉપચાર કરવો.
- રોગોના લક્ષણ દેખાવાના સંજોગોમાં 400 ગ્રામ કોપર એક્સીક્લોરાઈડ અથવા જીનેબ અથવા ઈન્ડોફિલ એમ-45ને 200 લીટર પાણીમાં મિશ્રણ બનાવી પ્રતિ એકર હિસાબથી છંટકાવ કરવો.
- આવશ્યકતા પ્રમાણે 10-15 દિવસના અંતરે છંટકાવ કરવો.
જીવાણુ ધબ્બા રોગઃ
આ રોગ એક પ્રકારના જીવાણુ જેન્થોમોનાસથી ફેલાય છે. રોગને લીધે બીજ અને બીમાર છોડના અવશેષમાં રહે છે. રોગના પ્રકોપથી નાના ભૂરા ઉભાર યુક્ત ધબ્બા બની જાય છે આ રોગના ચારા વધારે પીળા બની જાય છે. ભેજયુક્ત મૌસમમાં રોગ ફેલાવ વધારે હોય છે અને નવી શાખાઓ પર પણ આક્રમણ દેખાય છે.
જીવાણુ ધબ્બા રોગ પર નિયંત્રણ મેળવવાનો ઉપાય
- સ્વાસ્થ્ય પાકથી બીજ લઈ વાવેતર કરવા
- રોગોના લક્ષણ દેખાય તો સ્ટ્રેપ્ટોસાઈક્લીન 6-8 ગ્રામ દવાને 200 લીટર પાણીમાં મિશ્રિત કરી પ્રતિ એકર છંટકાવ કરવા જોઈએ.
- મરચાની લણણી બાદ રોગગ્રસ્ત છોડના અવશેષો સળગાવી દેવા.
Share your comments