ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી રાષ્ટ્રીયની આવકમાં કૃષિ પેદાશોનો મોટો હિસ્સો છે. ઉતરોતર કૃષિ વિકાસને પરિણામે આજે ભારતમાં અનાજનું વાર્ષિક ઉત્પાદન લગભગ ૨૦૦ મેટ્રિક ટનને સ્પર્શી ગયેલ છે.
અનાજની બાબતમાં હવે આપણે સ્વનિર્ભર બની ગયા છીએ
જો કૃષિ સંલગ્ન અન્ય પેદાશોને પણ ધ્યાનમાં લઈએ તો, આ આંકડો ૪૦૦ મેટ્રીક ટન જેટલો થાય. આમ અનાજની બાબતમાં હવે આપણે સ્વનિર્ભર બની ગયા છીએ. પરંતુ જો ઉત્પાદન પછીના તબક્કા ઉપર વિચારીએતો આ દિશામાં અપૂરતી સંગ્રહ શકિત, વૈજ્ઞાનિક અભિગમ તથા ચીલાચાલુ પ્રક્રિયાઓને પરિણામે કુલ ઉત્પાદનના ૧૨ થી ૧૫ ટન જેટલું અનાજ તથા ૩૫ થી ૪૦ ટકા જેટલા ફળ, શાકભાજી વપરાશકાર સુધી પહોચતા જ નથી. વળી, કૃષિ પેદાશો તેજ સ્વરૂપમાં કે, પરંપરાગત પ્રક્રિયા કરી ઉત્પાદિત બજારોમાં રૂપાંતરિત કરી બજારમાં વહેંચવાથી તેનું વળતર પણ પોષણક્ષમ મળતું નથી. આમ વિપુલ માત્રામાં કૃષિ ઉત્પાદન થવા છતાં હજુ કાપણી બાદ યોગ્ય રીતે પ્રક્રિયા ન કરવાને કારણે બગાડ નથી. શકાયો નથી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી.
તેલીબિયાના પાકોમાં ભારતનું સ્થાન ઉંચુ
અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં પાકની કાપણી પછી તેના પ્રોસેસીંગનું પ્રમાણ બે ટકા જેટલું જ છે. વળી, ફળ, શાકભાજી, મસાલા અને ઔષધીય પાકો તથા રાયડો, એરંડા, મગફળી જેવા તેલીબિયાંના પાકોના ઉત્પાદનમાં વિશ્વમાં આપણું સ્થાન ખુબ જ ઊંચુ હોવા છતાં વિશ્વની નિકાસ બજારમાં આપણો ફાળો એક ટકા કરતા પણ ઓછો છે. વળી, જ્યારે નવી આર્થિક નીતિને પરિણામે ખુલ્લી બજાર વ્યવસ્થામાં જો ટકવું હોય તો આપણી કૃષિ પેદાશોને યોગ્ય ગુણવત્તા વાળી બનાવટોમાં તબદીલ કરવી પડશે. તથા આ માટે આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પ્રોસેસીંગ દ્વારા મુલ્ય વર્ધક બનાવટોમાં આપણી કૃષિ પેદાશોને રૂપાંતરીત કરવી પડશે.
મુલ્ય વૃદ્ધિના ફાયદાઓ
- ઉચ્ચ ગુણવતા વાળી પેદાશો મળે છે.
- આર્થિક વળતર વધુ મળે છે.
- પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ અટકાવી શકાય છે.
- પેદાશોની સંગ્રહ શકિતમાં વધારો થાય છે.
- પેદાશો વધુ પોષણાત્મા, સ્વાદિષ્ટ તથા આકર્ષક બને છે.
- મુલ્ય વર્ધક યુનિટો (કૃષિ ઉધોગો) દ્વારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે.
- આવી બનાવટો નિકાસ કરી વિદેશી હુંડીયામણ કમાઈ શકાય છે.
- ખેડૂતોને તેઓની ઉપજના વધારે ભાવો મળવાથી ગ્રામ્ય સ્તરે સામાજીક અને
આર્થિક ધોરણો સુધારી શકાય છે. આમ મુલ્ય વૃદ્ધિથી ઘણા ફાયદાઓ મેળવી શકાય છે.
કૃષિ પેદાશો આધારિત મુલ્ય વૃદ્ધિ સામાન્ય રીતે ભૌતિક તથા રસાયણિક સ્તરે કરવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી માટે ડો. જી.આર.ગોહિલ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ મો. 9275708342 પર સંપર્ક કરી શકો છો.
Share your comments