તમે બમ્બૂ એટલેકે વાંસનુ નામ તો સાંભળ્યુ જ હશે જે જગંલમાં જોવા મળે છે અને તેની ખેતી સીઝનના આધારે કરાતી નથી. તમે તેને અન્ય પાકની જેમ સમય આપો તો જ તે શક્ય છે. વાંસનુ એક વખત વાવેતર કર્યા બાદ 4 વર્ષ પછી તે તૈયાર થાય છે અને બાદમાં તે બજારમાં વેચવા લાયક બને છે.
વાંસને લીલું સોનું પણ કહે છે
વાંસને લીલું સોનું પણ કહેવામાં આવે છે. અનેક લોકો માને છે કે જે ખેડૂત કરોડપતિ બનવા ઈચ્છે છે તેણે વાંસની ખેતી કરવી જોઈએ. કેમકે વાંસનો ઉપયોગ ઉદ્યોગ- ધંધાથી લઈને ફર્નિચર અને અન્ય અનેક ચીજોમાં કરાય છે. ભારત દર વર્ષે 60 મિલિયન કરોડ રૂપિયાનું વાંસ ઈમ્પોર્ટ કરે છે. જો ભારતમાં ખેડૂતો પદ્ધતિસર ખેતી કરવામાં આવે તો ખેડૂત વાંસની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકે છે.
કેવી રીતે કરશો વાંસની ખેતી ?
કેન્દ્ર સરકારે વાંસની પેદાવાર વધારવા એક યોજના શરૂ કરી છે જેનું નામ બામ્બૂ મિશન રાખવામાં આવ્યુ છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાંસના એક છોડ પર 120 રૂપિયાની સબ્સિડી આપી રહી છે. દેશમાં સતત વાંસની માંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને જો આ સમયે તમે વાંસની ખેતી કરશો તો તે અન્ય ખેતી કરતા વધારે ફાયદો કરાવી શકે તેમ છે. ભારતમાં વાંસની ખેતી સીઝનના આધારે કરાતી નથી. જો વાંસની ખેતીને પણ અન્ય પાકની જેમ સમય આપવામા આવે તો ચોક્કસ ફાયદો થઈ શેક તેમ છે. એકવાર વાંસ લગાવ્યા બાદ 4 વર્ષ બાદ તેની લણણી શરૂ કરી શકાય છે. આ વાંસનો છોડ 5 ફીટના અંતરે લગાવવામાં આવે છે. તેમાં 3 વર્ષે લગભગ 240 રૂપિયા ક્વિન્ટલનો ખર્ચ આવે છે. તેમાં સરકાર 120 રૂપિયા પ્રતિ પ્લાન્ટની મદદ આપે છે.
જો તમે વાંસની ખેતી કરવા માંગો છો તો આ વાત જરૂર જાણી લો
વાંસની ખેતી શરૂ કરતા પહેલા વાંસની જાતની જાણકારી મેળવી લેવી જરૂરી છે. તેમાં તમારે નક્કી કરવાનું રહે છે કે કયા પ્રકારના વાંસ લગાવવા ઈચ્છો છો અને સાથે તેન બજારમાં કઈ રીતે વેચવાથી લાભ થઈ શકે છે. વાંસની કુલ 136 પ્રજાતિ મળી રહે છે. આ 136 પ્રજાતિમાંથી જો તમે યોગ્ય પ્રકારની વાંસની પ્રજાતીનું વાવેતર કરો છો તો તે લાંબા સમયે લીલા સોના તરીકે સાબિત થઈ શકે તેમ છે. અને તમે આ ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો.
સાદી ભાસામાં વાંસથી થતી કમાણીની ગણત્રી
કેટલાક વિષેશજ્ઞ્યોનું કહેવું છે કે જો વાંસની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો ખેતીની આવક ત્રણ ઘણી વધી જાય છે. વૈજ્ઞનિક પદ્ધતિથી જો 2.5 મીટરના અંતરે વાંસના છોડ લગાવવામાં આવે તો એક હેક્ટરમાં લગભગ 1500 છોડ લગાવી શકાય છે અને તમે 2 છોડની વચ્ચેની જગ્યામાં અન્ય કોઈ પાક લગાવી શકો છો. 4 વર્ષ બાદ 3.5 લાખ રૂપિયાની કમાણી થશે. દર વર્ષે રિપ્લાન્ટેશન કરવાની જરૂર પણ રહેશે નહીં કેમકે વાંસના છોડ લગભગ 40 વર્ષ સુધી ચાલી શકે છે અને જેનો લાભ તમે એક વાર વાંસ લગાવ્યા બાદ 40 વર્ષ સુધી મેળવી શકો છો અને અન્ય પાકની જેમ વાંસની ખેતીમાં ના તો જતુંનાશક દવાનો છંટકાવ કરવાની જરૂર પડે છે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે.
Share your comments