તુવેરનો પાક એ એક પ્રકારનો રોકડિયા પાક જેવો કહી શકાય કારણ કે દેશમાં તુવેરની દાળની માંગ ખુબજ વધારે છે માંગની સામે સપ્લાય ખુબજ ઓછો થતો હોવાથી સતત તુવેર દાળના ભાવ હાઈ રહે છે.
દેશ અને રાજ્યમાં તુવેરની ખેતી ગણ્યા ગાંઠ્યા ખેડૂતો જ કરે છે આજે અમે તમે તુવેરના પાકમાં આવતી જીવાતોના નામ અને તેની ઓળક વિશે વિગતે જણાવીશુ તો ચાલો જાણીએ કે તુવેરના પાકમાં કેવા પ્રકારની જીવાતો પડતી હોય છે. ખેડૂતો આ જીવાતોની ઓળખ કેવી રીતે કરી શકશે
તુવેરના પાકમાં આવતા રોગ
1 .પીળો પચરંગીયો
- આ રોગ વિષાણુંથી થાય છે.પ્રારંભિક અવસ્થામાં નવાં પાન પર પીળાં રંગનાં ટપકાં જ્યાં ત્યાં જોવા મળે છે.
- જેમ નવા પાન આવતા જાય તેમ તેના પર લીલા પીળા રંગનાં ધાબા બનતા જાય છે.
- કુમળા છોડને રોગ લાગતાં તે બટકો રહે છે.
- છોડ પર શીંગો ઓછી બેસે છે અને દાણા પોચા રહે છે.
- આ રોગ સફેદ માખીથી ફેલાય છે.
2. ફુગથી થતો પાનના ટપકાંનો રોગ
- આ રોગ ઉંચા તાપમાન અને ભેજવાળા હવામાનમાં ઝડપથી ફેલાય છે.
- પાન ઉપર નાના મોટાં ડાઘા પડે છે જે વધતાં પાન કહોવવાથી કાળા પડી જાય છે.
- વધુ માત્રામાં રોગ લાગે તો પાન ખરી પડે છે.
3. મેક્રોફેમીના બ્લાઇટ
- આ રોગ પાકની બધી જ અવસ્થામાં દેખાય છે.
- આ રોગ ઉંચુ ઉષ્ણતામાન અને ભેજની ખેંચની પરિસ્થિતિમાં ઝડપથી વધે છે.
- આ ફૂગ બીજને ઉગતાં પહેલા જમીનમાં જ કહોવારો લગાડે છે.
- ઉગેલા બીજને સડો લાગે છે અને ત્યારબાદ છોડ ઉગ્યા પછી રોગ લાગે તો પાંદડા પીળા પડી જાય છે.
- રેગિષ્ટ છોડના મૂળના તાંતણા કહોવાઇ જાય છે.
- છોડ સહેલાઇથી ઉખડી જાય છે.
- પાન ઉપર રોગ લાગે તો પાન ઉપર નાના, ગોળ અને બદામી રંગના ચાઠાં જોવા મળે છે.
4. જીવાણુથી થતો પાનનાં ટપકાંનો રોગ
- ચોમાસામાં સતત વરસાદ, ઉંચું ભેજનું પ્રમાણ તેમજ હૂંફાળુ તાપમાન હોય તો ઝડપથી ફેલાય છે.
- પાન અને થડ ઉપર ગોળ કે અનિયમિત આકારના પાણી પોચાં ટપકાં જોવા મળે છે જે ધીરે ધીરે બદામી રંગના થાય છે.
- તે શીંગોને પણ અસર કરે છે.
Share your comments