Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કોરોનામાં મોંઘી થઈ શાકભાજીઃ ટમેટા 80ને પાર, બટાકા અને લીલી શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

એક પખવાડિયા પહેલા ટમેટાનો ભાવ 20 રૂપિયા કિલો હતો પરંતુ અચાનક તેનો ભાવ 80 થી 90 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

એક પખવાડિયા પહેલા ટમેટાનો ભાવ 20 રૂપિયા કિલો હતો પરંતુ અચાનક તેનો ભાવ 80 થી 90 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે.

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં ટમેટા, બટાકા અને લીલી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ટમેટા 80 થી 90 રૂપિયા અને બટાકા 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

ટમેટામાં તેજી

એક પખવાડિયા પહેલા ટમેટાનો ભાવ 20 રૂપિયા કિલો હતો પરંતુ અચાનક તેનો ભાવ 80 થી 90 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે. આઝાદપુર સબજી મંડીના એક વેપારીના જણાવ્યા મુજબ, વરસાદ શરૂ થવાના કારણે ગુજરાતથી ટમેટા ભરીને આવતાં ટ્રકની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. શિમલાથી ટમેટા આવી રહ્યા છે તે માંગ પૂરી નથી કરી શકતા. જથ્થાબંધ બજારમાં ટમેટાનો ભાવ 45 થી 50 રૂપિયા પ્રતિ કિલો છે પરિણામે છૂટક શાકભાજી વેચતા લોકો સુધી પહોંચતા તે 80 થી 90 રૂપિયા થઈ જાય છે.

40 રૂપિયાના કિલો વેચાઈ રહ્યા છે બટાકા

ટમેટાની સાથે આમ આદમીના સૌથી પસંદગીના બટાકાના ભાવ 35 થી 40 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વેપારીના જણાવ્યા મુજબ, ડીઝલના ભાવમાં વધારો થવાથી પરિવહન ખર્ચ વધી ગયો છે. ટ્રાન્સપોર્ટરોએ ભાડામાં વધારો કર્યો છે. જેની અસર શાકભાજીના ભાવમાં જોવા મળી રહી છે.

આ ઉપરાંત ભીંડો 30 થી 40 રૂપિયા, રિંગણ 50 રૂપિયા અને ફ્રેન્ચ બીન્સ 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે શાકભાજીની પૂરતી આવક થતી નથી. અનેક જગ્યાએ વરસાદી પાણીમાં શાકભાજીના ખેતરો ડૂબી ગયા છે, દેશના અનેક વિસ્તારો પૂરગ્રસ્ત છે. જેની અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે.

Related Topics

Vegetables Tomatoes Corona

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More