Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

અશ્વગંધાની વૈજ્ઞાનિક ખેતીમાં ઉપયોગી બાબતો અને રોગ નિયંત્રણ

અશ્વગંધાની ખેતીમાં જંતુનાશક દવાની જરૂર પડતીનથી, છતાં પણ જરૂર જણાય તો મોનોકોટોફોસ છાંટવી. ઓગસ્ટમાં કરેલ વાવણીમાં નોરતાં દરમિયાન (ઓકટોબર) વટાણા જેવા પોપટા-બિયા જોવા મળે છે. જેડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં લાલ કલરના બિયા બને છે જે અશ્વગંધાના બી છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
scientific cultivation of Ashwagandha
scientific cultivation of Ashwagandha

અશ્વગંધાની ખેતીમાં જંતુનાશક દવાની જરૂર પડતીનથી, છતાં પણ જરૂર જણાય તો મોનોકોટોફોસ છાંટવી. ઓગસ્ટમાં કરેલ વાવણીમાં નોરતાં દરમિયાન (ઓકટોબર) વટાણા જેવા પોપટા-બિયા જોવા મળે છે. જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં લાલ કલરના બિયા બને છે જે અશ્વગંધાના બી છે.

આ પ્રમાણે પચાસ ટકા બિયા આવી ગયા બાદ લગભગ ડિસેમ્બર/જાન્યુ. માસમાં છોડને મૂળિયા પાસેથી વાઢીને અથવા હલકી સિંચાઇ કરીટ્રેકટરથી મૂળિયામાંથી કાઢી એકત્ર કરીને છાપા ઉપર છૂટા છૂટા કરી તડકામાં સૂકવવામાં આવે છે. દસ દિવસમાં તેમાંથી પાંદડા અને બિયા ખરી તે સૂકાઇ જશે. ટ્રેકટરથી અથવા ધોકાવીને બિયા છૂટા કરીને વાવલીને ચારીને એકત્ર કરાય છે. આ પાઉડર તેમજ બિયાનું પણ વેચાણ થતું હોય છે. જો મૂળિયા માટેની ખેતી કરીએતો કુલ ૧૫૦ દિવસની આ ખેતી ગણાય છે.

બિયાંને અડધાથી વધુ નપાકવાદેતાંઅડધા જ પાકવા દેવા. વધુ પાકવાથી મૂળિયામાં રેસાનું(ફાઇબર) પ્રમાણ વધી જાય છે અનેરેસાયુક્ત મૂળીયાનો બજારમાં ભાવ ઓછો મળે છે. મૂળિયા સૂકવી, સૂકાયેલા મૂળને તોડતા જો તડજેવો અવાજ આવે તથા પાઉડર અંદરથી ઉડે તેવો હોય તો તે ખૂબ જ સારી કવોલીટીના મૂળિયાં ગણાય છે અને ઉંચો ભાવ પણ મળે છે.મૂળિયાને સાઇઝ તથા જાડાઇ મુજબ અલગ અલગ કરીને વર્ગીકરણ કરવું આવશ્યક છે જેને ગ્રેડીંગ-શોર્ટીંગ કહે છે. આવું કરવાથી તેના ભાવ પણ તેની કવોલીટી મુજબ લઇ શકાય છે.

scientific cultivation of Ashwagandha
scientific cultivation of Ashwagandha

મૂળના ગુચ્છાના ૧ થી ૨ સે.મી. ઉપરથી ડાળખા અલગ કાપી લઈ, મૂળિયાના ૭ થી ૧૦ સે.મી. લંબાઇનાં ટુકડા કરીસહેલાઈથી સૂકવણી કરી શકાય છે. સામાન્ય રીતે ૨૦સે.થી ૩૫ સે. ઉષ્ણતામાન સૂકવણી માટે જરૂરી છે. અશ્વગંધાની ખેતીમાં એકરે ૩૦ કિ.ગ્રા. બી તથા ૪૦૦ કિલો મૂળિયા મળે છે. આ સિવાય પાંદડા, ડાળખાનો ભૂકાને મસાલા-લોટ દળવાની મીલોમાં પલ્સરાઇસથી પાઉડર (મરચાનો ભૂકો કરવાનુ મશીન) બનાવડાવીને તેનો ભાવ લઇ શકાય છે. બજારમાં મૂળિયા ૧૮૦ થી ૨૦૦ રૂ. તેમજ તેનો મીક્સ પાઉડર ૫૦ રૂ. પ્રતિ કિલોથી વેચાય છે.

પિયત:

  • જમીનની પ્રતને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબ ૩ થી ૫ પાણી આપવા. વધુ પાણી આપવાથી મૂળ રેસાવાળા બની, સ્ટાર્ચનું પ્રમાણ ઘટતાં મૂળની ગુણવત્તા બગડે છે.
  • જેથી છોડ સુકાઈ ન જાય તે પુરતુ જ પાણી આપવું હિતાવહ છે.

આ પણ વાંચો

રોગ અને તેનું નિયંત્રણ:

  • અશ્વગંધામાં ધરૂનો કહોવારો તથા છોડનો સુકારો મુખ્ય રોગો છે.
  • આ રોગોના લક્ષણો દેખાય કે તરતજ ડાયથેન એમ ૪૫ નામની દવાને ૩ ગ્રામ પ્રમાણે એક લિટર પાણીમાં ઓગાળીમૂળની આસપાસ દર અઠવાડીયે બે થી ત્રણ વખત દવા મૂળમાંપહોંચે તે રીતે આપવી.
  • જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે અશ્વગંધાના પાકમાં જણાતો નથી.
  • ઉત્પાદન: સૂકા મૂળ ૬૦૦ થી ૬૫0 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર

માહિતી સ્ત્રોત - કું. જૈના વિ. પટેલ , શ્રીમતી ધરા ડી. પ્રજાપતિ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, આણંદકૃષિયુનીવર્સીટી, આણંદ

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More