Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી કમાઈ શકો છો લાખો રૂપિયા

ભારતમાં વર્ષોથી બાગાયતી ખેતી કરવામાં આવી રહી છે અને હાલની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ડ્રેગનફ્રુટની ખેતીનું વલણ વધ્યું છે. જો કોઈ ખેડૂત ડ્રેગનફ્રુટની ખેતી કરવા માંગે છે તો તેણે થોડુ રોકાણ કરવું પડશે. ડ્રેગનફુટની ખેતી માટે નજીવા રોકાણથી લાખોની કમાણી કરી શકાય છે. તો આવો જાણીએ કે આ ખેતી કરવા માટે કેટનો ખર્ચ કરવો પડશે અને તેની સામે કેટલો નફો મળશે.

Sukhadev Thakor
Sukhadev Thakor
dragon fruit
dragon fruit

કેવી રીતે કરી શકાય છે ડ્રેગન ફ્રુટની સફળ ખેતી ?

  • વધારે ટીડીએસ ધરાવતું ક્ષારયુક્ત ભારે પાણી છે તે જમીન પણ ડ્રેગનફ્રુટની ખેતી માટે માફક આવે છે.
  • ડ્રેગન ફ્રૂટની ખાસિયત એ છે કે જેમ-જેમ તેની ઉંમર વધે તેમ તેના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે.
  • વાવેતર કર્યાનાં દોઠ વર્ષ પછી લગભગ 18માં મહિને તેનાં પર ફળો આવવાની શરૂઆત થાય છે. સમય જતા પ્રતિ છોડ ફળોનું ઉત્પાદન વધે છે.

ડ્રેગનફ્રુટની ખેતી પાછળ થતો ખર્ચ અને નફાનું પ્રમાણ

  • જો કોઇ ખેડૂત મિત્રને ડ્રેગનફ્રુટની ખેતી કરવી હોય તો કેટલું પ્રાથમિક રોકાણ કરવુ પડશે, કેટલો જાળવણીનો ખર્ચ થશે
  • ડ્રેગનફ્રુટની ખેતી કરવામાં પણ વધુ રોકાણની જરૂર નથી.
  • તેનાં વાવેતર માટે રોપા, કોંક્રીટનાં થાંભલા અને મોટરસાઇકલનાં જુના ટાયરની જરૂર પડે છે.
  • 1 એકરમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરવી હોય તો પ્રતિ રોપા રૂ.50 લેખે 1800 રોપાનો ખર્ચ 90,000 રૂપિયા.
dragon fruit
dragon fruit
  • કોંક્રિટનાં થાંભલા 450 પ્રતિ થાંભલા લેખે 175રૂ. લેખે ખર્ચ 65,250 રૂપિયા.
  • થાંભલા પર લગાવવાના 450 જૂના ટાયર કે રીંગનો ખર્ચ પ્રતિ ટાયર 100 રૂપિયા લેખે 45,000 રૂપિયા.
  • થાંભલા લગાવવાની મજૂરી 1,000 રૂપિયા અને રોપાને થાંભલા સાથે બાંધવાની દોરીનો ખર્ચ 1,000 રૂપિયા.
  • વર્ષ દરમિયાન છાણીયા ખાતરનો ખર્ચ 10,000 રૂપિયા થાય છે.
  • ડ્રિપ ઇરીગેશન સિસ્ટમ નાખવી હોય તો તેનો ખર્ચ 35,000 જેટલો આવે છે તેમાં સરકારી સબસીડીનો પણ લાભ મળી શકે છે.

ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન

  • પ્રતિ રોપા પહેલો ઉતારો 2 કિલો, બીજો ઉતારો 10 કિલો, ત્રીજો ઉતારો 30થી 40 કિલો અને ચોથા વર્ષે 40થી 50 કિલો ઉત્પાદન મળે છે.
  • 1 એકરમાં પહેલો ઉતારો 2 કિલો પ્રતિ 1800 રોપા એટલે 3600 કિલોગ્રામ ઉત્પાદન મળે જેને પ્રતિ કિલો 200નાં ભાવે વેચતા ખેડૂતને 20 લાખની આવક મળે.
  • બીજો ઉતારો 10 કિલો પ્રતિ 1800 રોપા એટલે 18,000 કિલો ઉત્પાદન મળે જેને પ્રતિ કિલો 200નાં ભાવે વેચતા ખેડૂતને 60 લાખની આવક મળે છે.
dragon fruit
dragon fruit

ડ્રેગન ફ્રુટના ફાયદા

  • ડ્રેગન ફ્રુટનો ખેડૂતોની દ્રષ્ટિએ સૌથી મોટો ગુણ એ છે કે તેનું વાવેતર કોઇ પણ સમયે થઇ શકે છે.
  • ડાયાબિટીસ, અસ્થામાં સહિતના રોગમાં ફાયદાકારક એવા આ ફળમાં રહેલું વિટામિન-સી અને લાયકોપિન નામક રંજક દ્રવ્ય પ્રોસ્ટેટ કેન્સરને અટકાવે છે.
  • વા, હૃદય સંબંધિત રોગ સામે રક્ષણ, બોડીનો મેટા બોલિઝમ રેટ વધારવો, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગસ સામે ડ્રેગન ફ્રુટ ખુબ જ અસરકારક છે.
  • પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પણ તેની ખેતી થઇ શકે છે.

ભારતમાં વર્ષે ડ્રેગન ફ્રૂટની માંગ 25 હજાર મેટ્રિક ટનની સામે દેશમાં ઉત્પાદન 1500 ટન છે. હાલમાં આ ડ્રેગનફ્રુટનાં પ્રતિ કિલો 200 રૂપિયા ભાવ મળી રહે છે. તેની સામે તેની ખેતી ખુબ જ સસ્તી અને સરળ છે. રણ વિસ્તારમાં પણ ડ્રેગન ફ્રુટની ખેતી કરવી એકદમ સહેલી છે આ ખેતીમાં રોગ આવવાની સંભાવના પણ નહિવત પ્રમાણમાં રહેલ છે બજારણા હાલમાં ડ્રેગન ફ્રુટની માંગ પણ વધારે છે ખેડૂત મિત્રો હાલના સમયમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરીને લાખોની કમાણી કરી શકે છે

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More