લીમડાનું વૈજ્ઞાનિક નામ એજાડિરેક્ટા ઈન્ડિકા અને સ્થાનિક નામ લીમડો છે, તે મેલિએસી પરિવારનો સભ્ય હોય છે, જે ભારતમાં સર્વત્ર જોવા મળે છે. ખાસ કરીને સુકા વિસ્તારોમાં તે વિશેષ પ્રમાણમાં ઉગે છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિસા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા તમિલનાડુમાં તે જોવા મળે છે. લીમડો ખાસ કરીને સમતલ તથા પહાડી વિસ્તરોમાં સમુદ્રથી આશરે 1830 મીટર ઉંચાઈ સુધી થાય છે. તે આકારમાં મધ્યમથી લઈ મોટું કદ ધરાવે છે. તેની લંબાઈ 15 મી અને ઘેરાવો 1.8થી 2.8 સેમી સુધી હોય છે. તેની છાલ મોટી, ઘાટી અને લાંબી દરારોવાળી હોય છે.
વાતાવરણ
મહત્તમ તાપમાન 40થી 47.5 સેલ્સિયસ અને લઘુત્તમ 0થી 15 સેલ્સિયલ. વરસાદ 450-1125 મીની. માટીની દ્રષ્ટિએ તમામ પ્રકારની માટીમાં અનુકૂળતા ધરાવે છે. અલબત કાળી માટી તેના વિકાસ માટે સર્વશ્રેષ્ઠ છે. જ્યાં પાણી ભરાય છે ત્યાં તેની સારી વૃદ્ધિ થતી નથી.
ઋતુ જૈવિક
તે સદાબહાર છોડ છે, પણ શુષ્ક વિસ્તારોમાં ફેર્બુઆરીથી માર્ચ સુધી તેમા પાંદડા રહેતા નથી. ફુલ જાન્યુઆરીથી મે સુધી ખિલે છે. ફળ જૂન મહિનાથી ઓગસ્ટમાં આવે છે.
નર્સરી સંચાલન
તાજા બીજની છાલને છૂટી પાડીને તેનું વાવેતર કરવામાં આવે છે. અંકુરણ ક્ષમતા 2 સપ્તાહ સુધી હોય છે. વાવેતર અગાઉ યોગ્ય ઉપચાર કરવાની જરૂર નથી. જુન મહિનામાં વાવેતર કરવામાં આવે છે. તથા 2 સપ્તાહ બાદ રોપણી કરવામાં આવે છે. માટી પલટીને ખાડો તૈયાર કરવો, જેનો આકાર 30 સેમી 3 તથા 3X3 મીટરના અંતરે લગાવવામાં આવે છે.
રોપણી ટેકનિક
સીધુ જ વાવેતર છંટકાવ કરીને અથવા પંક્તિમાં વાવેતર કરી શકાય છે. 30 સેમીના 3 ખાડા પર જુલાઈથી ઓગસ્ટમાં રોપણી કરી શકાય છે. 1થી 2 વર્ષના છોડને કલમ કરી તૈયાર કરી શકાય છે. નિકૌની પહેલા વર્ષ 2-3 વખત નિંદણનો નાશ કરવાની જરૂર રહે છે. માટીને સામાન્ય કરવાથી વૃદ્ધિ વધારે થાય છે.
વૃદ્ધિ અને ઉપજ
15 વર્ષના વૃક્ષમાંથી 400 કિલો લાકડા મળે છે. 5 વર્ષમાં 4 મીટર અને 25 વર્ષમાં 10 મીટર લાંબાઈ ધરાવે છે.
સિંચાઈ
વધારે સિંચાઈથી વૃક્ષને નુકસાન પહોંચે છે. માટે તેને ટપક સિંચાઈની મદદથી પાણી આપવું.
Share your comments