રાજ્યમાં હાલમાં મોટા ભાગના પાકોનું વાવેતર થઈ ગયુ છે અને હાલમાં હવે પાકમાં જીવતો પડવાનો સમય છે અને આ પાકોમાં ઈયળો પડતી હોય છે તો આજે અમે તમને એ જણાવીશુ કે મગફળીના પાકમાં ટીક્કા કઈ રીતે લગાવવા અને કપાસ,દિવેલના પાકમાં ઈયળોનું નિયંત્રણ કઈ રીતે લાવવુ તેના વિશે વાત કરીશુ.
મગફળી:
ટીકકા માટે મગફળીનો પાક ૩૦- ૩૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.૨ ટકા (૨૬ ગ્રામ દવા ૧૦ લી. પાણી) અથવા કાર્બેન્ડોઝીમ દવા ૦.૦૨૫ ટકાના (૫ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં), પ્રમાણે છાંટવી. બીજો છંટકાવ પહેલા છંટકાવ પછી ૧૨-૧૫ દિવસના અંતરે કરવો. લીમડાના તાજા પાનનો અર્ક બનાવી તેમાંથી ૧ ટકાનું દ્રાવણ બનાવીને ૩૦,૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી ટીક્કા રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
મોલો અને તડતડીયાંઉપદ્રવ વખતે શોષક પ્રકારની કીટનાશક દવાઓ (ડાયમીથોએટ/મિથાઇલ-ઓડીમેટોન/ફોસ્ફામિડોન/ઇમિડાક્લોપ્રીડ/ થાયામેથોક્ષામ) નો છંટકાવ કરવો.
ડાંગર
ડાંગર પાકમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે અથવા કાર્બોફ્યુરાન ૩ જી(૮ થી ૧૦ કિ.ગ્રા.) અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જી ૫ કિ.ગ્રા બે વખત આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે.અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવાક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૨.૫-૩.૦૦ મિલી અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લી. પૈકી ગમે તે એક કિટનાશક ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
કપાસ
કિવનાલફોસ ૨૫% ઇ.સી. ૨૦ મી.લી. અથવા પ્રોફેનોફોસ ૫૦% ઇ.સી. ૧૦ મી.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેટેબલ પાઉડર ૭ ગ્રામ અથવા કાર્બારીલ ૫૦% વેટેબલ પાઉડર ૪૦ ગ્રામ અથવા ફેનવેલરેટ ૨૦% ઇ.સી. ૧૦ મી.લી. અથવા ડેલ્ટામેથ્રીન ૧ + ટ્રાયઝોફોસ ૩૫% ઇ.સી. ૨૦ મી.લી. અથવા બીટા સાયફલુથ્રીન ૨.૫% એસ.સી. ૧૦ મી.લી. અથવા સ્પીનોસાડ ૪૫% એસ.સી. ૩ મી.લી.
બાજરી
બાજરીમાં ડુંડા અવસ્થાએ ફુલ બેસવાના સમયે થાયરમ ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બાજરીમાં ડુંડા અવસ્થાએ ફુલ બેસવાના સમયે થાયરમ ૨૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જુવાર:
મોલો-મશીનો ઉપદ્રવ જણાય તોલીમડાની લીબોળીની મીંજ ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના છંટકાવ કરવો.
દિવેલા:
ઘોડીયા ઇયળ નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૫-૭ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
તલ:
પાન વળનારી અથવામાથા બાંધનારી ઇયળ માટે ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. અથવા કલોપાયરીફોસ૧૦ મિ.લિ. પૈકી કોઇપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મેળવી પ્રથમ ફુલ બેસવાની અવસ્થાએ અને બીજો છંટકાવ ૧૦-૧૫ દિવસે કરવો.
બીડી
તમાકુ બીડી તમાકુમાં ધરું ઉછેર માં એઝોકસીસ્ટ્રોબીન ૧૦ મીલી / ૧૦ લીટર પાણીમાં નાખી, ધરુંવાડિયામાં છંટકાવ કરવો .
મગ
અને ચોળા : મગમાં પીળો પંચરંગીયો ના નિયંત્રણ માટે રોગ ફેલાવનાર મોલોમસીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા છાટવી. કાલવર્ણ રોગ અડદ અને માગ માં જોવા મળે છે. તેના નિયંત્રણ માટે શરૂઆતમાં કાર્બેન્ડીઝમ ૧૦ મિલી હેક્ઝાકોનાઝોલ ૧૦ મિલી, મેન્કોઝેબ ૨૫ મિલી માંથી કોઈ એક દવા નો છંટકાવ પછી બીજો ૧૫ દિવસે કરવો
વેલાવાળા શાકભાજી :
લાલ અને કાળા મરીયા, ફળમાખી લાલ અને કાળા મરીયા : એમામેકિટન બેન્ઝોએટ ૫ એસજી ૨ ગ્રામ અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિલી અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૫ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી ફળની વીણી કર્યા બાદ છંટકાવ કરવો
માહિતી સ્ત્રોત - જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ડો.જી.આર. ગોહિલ M. 92757 08342
Share your comments