Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જુવારના પાકના સાંઠાની પડતી માખીઓ આ રીતે પાકનો કરે છે નાશ

ગુજરાત રાજયમાં જુવાર એક અગત્યનો ધાન્ય પાક છે. જે દાણા તેમજ ચારા માટે વાવેતર કરવામાં આવે છે. જુવારમાં વધુ ઉત્પાદન આપતી જાતો અને ઘાસચારાની જાતોનાં વાવેતર હેઠળનાં વિસ્તારમાં જીવાતોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
sorghum crop
sorghum crop

ગુજરાત રાજયમાં જુવાર એક અગત્યનો ધાન્ય પાક છે. જે દાણા તેમજ ચારા માટે વાવેતર કરવામાં આવે છે. જુવારમાં વધુ ઉત્પાદન આપતી જાતો અને ઘાસચારાની જાતોનાં વાવેતર હેઠળનાં વિસ્તારમાં જીવાતોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. જુવારનાં પાકમાં જુદી જુદી જીવાતો પાકની જુદી જુદી અવસ્થા દરમ્યાન નુકશાન કરે છે, જેમાં સાંઠાની માખી, ગાભમારાની ઈયળ, દાણાની મીંજ, મોલોમશી, પાન કથીરી, કાતરા, કણસલાની ઈયળો તેમજ કણસલાના ચુસીયા વગેરે જેવી જીવાતો જોવા મળેલ છે. જેમાં પાકની શરૂઆતની અવસ્થામાં જુવારની સાંઠાની માખીનો ઉપદ્રવ ખુબ જ જોવા મળે છે. આ જીવાતનો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો ખુબ જ મોટું નુકશાન થતું જોવા મળે છે. તો જુવારમાં જોવા મળતી આ જીવાતનું નિયંત્રણ ઝડપથી મેળવવા તાત્કાલિક પગલાં લઇ શકાય તે માટે જરૂરી માહિતી આ લેખમાં આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે, જે નીચે મુજબ છે.

જીવાતની ઓળખ

આ માખીનું પુખ્ત કદમાં ઘરમાખી કરતા નાનું, રાખોડી રંગનું અને આશરે ૫ મી.મી. લાંબુ હોય છે અને પેટ આછા ગુલાબી રંગનું, કાળા ટપકાવાળું હોય છે. માદા કિટક લાંબા, ચપટા અને હોડી આકારનાં સફેદ રંગનાં ૭0 થી ૮0 ઇંડા પાનની નીચેની બાજુએ છુટાછવાયા મુકે છે. ઇંડામાંથી લગભગ ત્રણેક દિવસ બાદ ઇયળ બહાર નીકળે છે. ઇયળ પગ વગરની, પીળાશ પડતા રંગની અને આશરે ૬ મી.મી. જેટલી લાંબી હોય છે

જીવાતનું નુકશાન

આ જીવાતનો ઉપદ્રવ પાક ઉગે ત્યારથી ૨૮ દિવસ સુધીની અવસ્થા દરમ્યાન વધુ જોવા મળે છે. જુલાઇ મહિના બાદનાં વાવેતરમાં આ જીવાતનો ઉપદ્રવ ખુબ જ જોવા મળે છે. ઈંડાંમાંથી નીકળેલો કીડો પાનની ઉપલી બાજુએ આવી ત્યાંથી વચલી ડુંખમાં દાખલ થઇ ડુંખ કાપી નાખે છે, તેથી વચલી ડુંખ સુકાઇ જાય છે. ૫રિણામે મઘ્ય પીલો સુકાયને મરી જાય છે, જેને “ડેડ હાર્ટ” કહે છે. આવો સુકાયેલો ભાગ સહેલાઇથી ખેંચાઇ આવે છે અને દૂર્ગંધ મારે છે. છોડનાં બાકીનાં પાન લીલા જોવા મળે છે. છોડની ટોચ સુકાઇ જવાથી ઉપદ્રવીત પીલાની બાજુમાં નવા પીલા ફુટે છે. અને તેમાં પણ સાંઠાની માખીનો ઉપદ્રવ વધુ હોય ત્યારે ૮0 થી ૯0 ટકા છોડ સુકાઇ જાય છે, પરીણામે પાકનાં ઉત્પાદન પર માઠી અસર થાય છે.

માહિતી સ્ોત - જૂ.કૃ.યુ., જૂનાગઢ

કૃષિ અંગે વધારે માહિતી જાણવા કોન્ટેક્ટ કરો એ. આર. રાઠોડ, ડો. કે. ડી. શાહ અને જે. એન. કોટક કીટકશાસ્ત્ર વિભાગ, જૂ.કૃ.યુ., જૂનાગઢ. Email id: arr.rathod@gmail.com

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More